SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકીની કૂખે પુત્રરત્નનો જન્મ થયો હતો. એ દિવસ તે વિ. સં. ૧૦0૭નો ચૈત્ર સુદ એકમનો દિવસ. એ પુત્રનું નામ રાખ્યું હતું ઉદયચંદ્ર. રાજપુત્ર ઉદયચંદ્ર આ કામનું બીડું ઝડપ્યું. એણે આજુબાજુના રાજાઓને હાકલ કરી અને કહ્યું, ‘તલવારનો સામનો તલવારથી થવો જોઈએ.” ઉદયચંદ્રના પરાક્રમની કેટલીક વાતો ઊડતી-ઊડતી બાદશાહના કાને આવી. બાદશાહે પોતાના વજીરને સાચી બાતમી મેળવવા નસરપુર મોકલ્યો. વજીર તો ઉદયચંદ્રની વીરતા જોઈને સ્તબ્ધ થઈ ગયો. વજીરની વાત સાંભળીને બાદશાહ મિરખની ઊંઘ હરામ થઈ ગઈ. અત્યાર સુધી નાની-નાની ઠકરાતના ઠાકોરો નિરાશામાં હતા. એ કહેતા કે આપણી સંખ્યા થોડી, એથી આપણાથી શું થાય ? ઉદયચંદ્રે કહ્યું, “થોડામાંથી જ ઘણા થાય. ટીપે-ટીપે સરોવર ભરાઈ જાય. તમારું મન અન્યાય સહેવા માગતું ન હોય, તો મરવા માટે તૈયાર થઈ જાવ. આપણે તો એકે હજારાં !” ઠેરઠેરથી ઠાકોરો, ભાયાતો, રાજાઓ પોતપોતાની ફોજ લઈને તૈયાર થઈ ગયા. સહુ આવ્યા કલારકોટ. કલારકોટમાં ઉદયચંદ્ર બધી સેનાનું સંગઠન કર્યું. એણે કહ્યું, ‘સો મીંડાં નકામાં છે. એકડો આગળ જોઈએ. એકડો એટલે એકતા.' સહુ એક થયા. લશ્કરની ભૂહરચના ગોઠવી. મનમાં નિશ્ચય કર્યો કે કાં આ પાર, કાં પેલે પાર ! બાદશાહ મિરખ તો પરેશાન થઈ ગયો હતો. એણે ઉદયચંદ્રને મારી નાખવાનું કાવતરું રચ્યું. વજીર મોકલીને ઉદયચંદ્રને સિંધની રાજધાની ઠઠ્ઠાનગરમાં આવવાનું નિમંત્રણ મોકલ્યું. ઉદયચંદ્રને પણ રાજધાની પર જ દળ-કટક લઈ જવાનું હતું. રાજ્યના હિંદુઓ પર બાદશાહની સખ્તાઈ વધતી હતી. જુલમ માઝા 1 ચેટી ચાંદ ]
SR No.034421
Book TitleBiradari
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy