SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ CON હમ્મીરદેવને વિનંતી કરતો મંગલ સરદાર હમીરદેવે કહ્યું, ‘હું આવનારી આપત્તિની ભયાનકતા સારી પેઠે જાણું છું, પણ બાદશાહથી ડરીને મારો સામાન્ય ધર્મ ચુકે, તો કાલે મોટો ધર્મ ચૂકતાં વાર નહીં લાગે. ક્ષત્રિય તો ધર્મનો પાલક ! સમરાંગણ એની શક્તિ ! સ્વાર્યને ખાતર હજાર વર્ષ જીવવા કરતાં પરમાર્થને ખાતર દેહના ટુકડે-ટુકડા કરી નાખવામાં જ એના જીવનની ધન્યતા સમાયેલી છે.’ ‘પણ મહારાજ, યવનની શરણાગતિ ખાતર આપણે હોમાવાનું ન હોય.' મંત્રીરાજે હમીરદેવને કહ્યું. ‘યવન હોય તેથી શું થયું ? એનામાં જીવ નથી ? એને સુખ-દુઃખ નથી ? ઈશ્વરનું એ સંતાન નથી ? યવન હોય કે આર્ય : શરણાગત તો સહુ સરખા. કાસદ, તારા સુલતાનને કહેજે કે રણથંભોરનો આ રાજવી સ્વપ્નમાં પણ શરણાગતને નહીં સોંપે.’ મંત્રીરાજે વાતને વાળી લેવા વળી એક પાસો નાખ્યો. એણે કહ્યું, ‘મારા દેવ, હજી આફતમાંથી ઊગરવું હોય તો એક ઉપાય છે. કહી દો રણથંભોરનો રાજ્વી D &
SR No.034421
Book TitleBiradari
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy