SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઝઘડાખોર બન્યા હતા, ને લડવા માટે નાનાં-મોટાં બહાનાં શોધતા હતા. આ બધા માટે વૈશાલી મોટી આડખીલીરૂપ હતું, ને એના વિજય વિના ચક્રવર્તીપદનું સ્વપ્ન પણ અશક્ય હતું. વૈશાલીનો પ્રભાવ તોડવા માટે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનો પ્રભાવ પણ ઓછો કરવાની આવશ્યકતા મનાતી હતી. કથા પ્રારંભે રાજા બિબિસારને તેના પુત્ર અશોકચંદ્ર (અજાતશત્રુએ) કેદ કરીને જેલમાં નાખ્યો છે. બિંબિસારનું વલણ ગણતંત્રો તરફ સહાનુભૂતિ ભર્યું હતું. એ પછી એ મહાન રાજવી પર, રાજનીતિમાં સદાકાળ બને છે તેમ, અનેક હલકા આક્ષેપો કરવામાં આવ્યા, કારણ કે ભગવાન બુદ્ધ ને ભગવાન મહાવીરની સમપ્રધાન નીતિનો એ વૃદ્ધ રાજવી તરફદાર હતો. કથા શરૂ થાય છે ત્યારે રાજા બિબિસાર કારાગૃહમાં કેદ છે. તૃતીય આવૃત્તિ સમયે ભારતવર્ષની પ્રજા અત્યારે પ્રજાતંત્રના મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહી છે ત્યારે આ નવલકથા પૂર્ણ રીતે નહીં તો અમુક અંશે માર્ગદર્શક અને દૃષ્ટિસૂચક જરૂર નીવડશે. જૈન, બૌદ્ધ અને વૈદિક આધાર પર ગૂંથવામાં આવેલી આ કથામાં લેખકે આડકતરી રીતે વર્તમાનકાળને ગૂંથી લીધો છે તેનો ભાવકને અનુભવ થશે. જયહિંદ અખબારમાં ધારાવાહી સ્વરૂપે પ્રગટ થઈ હતી ત્યારે અત્યંત લોકચાહના પામેલી આ નવલકથાની જયભિખુ જન્મશતાબ્દી નિમિત્તે તૃતિય આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તેનો આનંદ અનુભવીએ છીએ. વર્તમાન સમયના વાચકો એને હોંશે હોંશે આવકારશે એવી ભાવના સેવીએ છીએ. સવાઈ સાહિત્યકાર જયભિખ્ખ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે, કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખું પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતાં. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો. અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ફ્લેશ વહોરે છે. ‘જયભિખ્ખું' જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત. ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ’માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ’માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખએ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. | ‘જયભિખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉમેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', ‘ કંચન અને કામિની', “યાદવાસ્થળી’, ‘પારકા ઘરની લક્ષ્મી’, પ્રેમપંથ પાવકની વાલા', “શુલી પર સેજ ટ્રસ્ટીમંડળ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy