SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 19. મગધપ્રિયા. એટલામાં મુનિની પાસે એક યુવક અને યુવતી આવ્યાં. ને એમના ચરણમાં ઝૂકીને બોલ્યા, ‘મુનિવર ! અમે સ્વતંત્રતાના ઉપાસક તરીકે લગ્નની બેડી નાપસંદ કરીએ છીએ.' ‘આવી બેડીઓ તો તોડવી જ ઘટે. મનની અને દેશની બેડી તોડો. અને આત્માની બેડી આપોઆપ તૂટી જશે.' ‘અમે મિત્ર તરીકે સાથે રહી શકીએ ખરા ?” અવશ્ય. પ્રેમદેવના પૂજારીને શું અશક્ય છે ?” ‘આવા અમર્યાદ કે સ્વછંદ પ્રેમમાં વ્યભિચાર નહિ જાગે ?' મહામંત્રી વચ્ચે બોલી ઊઠ્યા. એવા શબ્દો અહીં બોલવા અસ્થાને છે. જુવાનોના નિર્મળ ચારિત્ર પર અશ્રદ્ધા કરવા બરાબર છે. મહામંત્રી ! વૈશાલીની હવા માણવા માટે મનની ઘણી તૈયારી જોઈએ.’ | ‘અમારું નીતિશાસ્ત્ર જાડધારું છે. અમે તો ઘી અને અગ્નિ- યુવાન અને યુવતીને પાસે ન રહેવા દેવામાં સલામતી માનીએ છીએ.’ વસ્યકારે કહ્યું. ‘તમે હજી ઘણાં વર્ષ પાછળ છો.’ ‘વિદાય લઉં મુનિરાજ , આશીર્વાદ આપો ! કોઈવાર મગધને પણ પવિત્ર કરજો.’ ‘જેવા સંજોગ.’ મુનિએ કહ્યું. મહામંત્રીએ મુનિને નખથી શીખ સુધી નિહાળી લીધા, અહીં મુનિનું ખૂબ જ સન્માન દેખાયું. લોકોના ટોળેટોળાં એકત્ર થઈને મુનિનો જયજયનાદ ગજાવી રહ્યાં હતાં. ઘણા વખતથી આપણે મગધભૂમિની બહાર છીએ. રાજા અશોકચંદ્ર અજાતશત્રુનું મહામહિમાવાળું બિરુદ લીધું, તોય આપણે એમને મળ્યા નથી. ઘણે દિવસે આપણે મગધના સપ્તમંજિલ રાજપ્રાસાદનાં પગથિયાં ચઢીએ છીએ; અને તે ખરેખર શુભ શુકને ચઢીએ છીએ. કારણ, આપણી આગળ મગધનું સૌંદર્ય એ પગથિયાંને પોતાની કુમકુમવરણી પગલીઓથી શોભાવી રહેલ જોઈએ છીએ, આપણી યાત્રા સૌદર્યયાત્રા બનશે, એની પ્રથમ દર્શને આપણને ખાતરી થાય એ પગથિયાં ચઢનારી ચતુરા મગધની મહાસૌંદર્યવતી ગણિકા મગધરિયા છે. પરાગની પૂતળી જેવી એ પોતાની પાનીએ અડતું ઉત્તરીય અને અંતરવાસક એક હાથે ઊંચકીને પગથિયાં ચડી રહી છે. અંતરવાસકે પ્રગટ કરેલો એના પગની પિંડીનો નિગ્ધ ભાગ દૃષ્ટાની નજરને મુગ્ધ કરી ત્યાં ચોંટાડી રાખે છે. એ કવિને કાવ્યની પ્રેરણા આપે છે. કામીને કુરબાનીનો સંદેશ આપે છે, સૌંદર્યભોક્તાને વગર, છરીએ જખમી બનાવી પછાડે છે. કેળના જેવી સુકોમળા ને હાથીદાંતના જેવી સ્નિગ્ધા એ પિંડી પર મન બહાવરું બની ફૂલ પર ભ્રમર ચોંટે તેમ ચોટી જાય છે! પગમાં રહેલાં ઘૂઘરીઓવાળાં નૂપુર મીઠો ઝંકાર કરી રહ્યાં છે, ને હાથનાં વલય મીઠું સંગીત સરજી રહ્યાં છે. ચાલતાં એના કંચુકીના બંધ તૂટતાં હોય એમ જોરથી શ્વાસ ચાલે છે. લાજ ભરી મોટી મોટી આંખો, યૌવનના પાત્રમાં મધુરસને છલકાવતી હોય એમ, ચમકી રહી એણે બૌદ્ધ ભિક્ષુની જેમ ત્રણ ચીવર ધારણ કર્યા છે. અંતરવાસક, ઉત્તરીય ને કંચુકી ! 134 1 શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy