SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તો પછી તું નિગ્રંથ નાતપુત્રને મળ્યો ?' | ‘હા. તેઓએ ચતુર્યામ સંવરવાદ ર્યો. પણ એમાં મને સમજ ન પડી. એક પહાડ ઊતરવા માટે બીજો પહાડ ચડવા જેવું મને તો એ બધું લાગ્યું.’ “તો પછી તું મારી પાસેથી શું ઇચ્છે છે ?' ભગવાન બુદ્ધ કહ્યું. ‘શાંતિ. ચિત્તની શાંતિ. હે ભગવાન, મેં મહાન અપરાધ કર્યો છે. હું મૂર્ણપણે મારા ધાર્મિક પિતાના મરણનું કારણ થયો, તે બદલ મને પશ્ચાત્તાપ થાય છે. આ અપરાધથી મારા મનને શાંતિ થાય તેવું કંઈક કરો.' મહાગુરુ બુદ્ધ બોલ્યા, ‘પિતાજીના મૃત્યુનો તારાથી અપરાધ થયો, તેમાં સંશય નથી. આ અપરાધ બદલ તને પશ્ચાત્તાપ થાય છે, તે સમાધાનકારક છે. પોતાના હાથે થયેલા પાપનો પશ્ચાત્તાપ થવો ને ફરી તેવું પાપ ન થવા દેવું એ તારું કર્તવ્ય છે. આ કરીશ તો તને ચિરશાંતિ પ્રાપ્ત થશે.’ રાજા બોલ્યો, ‘પ્રભુ, મારા ચિત્તને શાંતિ થઈ. હવે હું જાઉં. રાજાની જંજાળ મોટી હોય છે.’ અજાતશત્રુ વંદન કરીને પાછો વળ્યો. ભગવાન બુદ્ધ આ ઉચ્ચ આત્માને જોઈને બોલ્યા, ‘આ રાજાને હાથે પિતૃહત્યાનું પાપ ન થયું હોત તો તે અહીં ને અહીં ઊંચા સ્વર્ગને પ્રાપ્ત કરી લેત!' પણ રાજાની આ ચિત્તશાંતિ થોડા દિવસ ટકી અને પાછો એ વ્યાકુળ રહેવા લાગ્યો, એને રાતે પાછા પડઘા સંભળાવા લાગ્યા, વળી ખાન, પાન ને ઊંઘ ખોવાઈ ગયાં ! આખરે એને ગંગાને કાંઠે નવું પાટનગર વસાવવાનો નિર્ણય કર્યો અને ચંપા નામના નગરનો જન્મ થયો. આ નગરરચના માટે મહામંત્રી વસ્સ કાર ને સેનાપતિ સુનિધને નીમ્યા. આ વખતે ભગવાન બુદ્ધ ત્યાંથી નીકળ્યા અને આ પ્રસંગનો લાભ મહામંત્રીએ લીધો. એણે મહાગુરુને નિમંત્રણ આપ્યું. મહાગુરુ ભિક્ષુસંઘ સાથે ત્યાં ગયા. સર્વ સંઘને દાન તથા ભોજનથી તૃપ્ત કર્યો. ભગવાન બુદ્ધ બેઉ દાનનું અનુમોદન કર્યું, અને ટૂંક સમય માટે ત્યાં થોભી કોટિગ્રામ જવા નીકળ્યા. જે નગરદ્વારમાંથી ભગવાન બુદ્ધ બહાર નીકળ્ય, એ દ્વારનું નામ ‘ગતમદ્વાર' રાખવામાં આવ્યું. આમ મગધ પાછું ભગવાન બુદ્ધનું પરમ ભક્ત થઈને ખડું રહ્યું. ને એ રીતે વૈશાલી માનતું થયું કે હવે યુદ્ધ થવું અસંભવ છે. થોડી ખેંચાખેંચ થાય, એ જુદી વાત છે. અને સમાધાન માટે જરૂર પડી તો ભગવાન તો છે જ ને ! 14 U ક એ જીતેશનું અલબત્ત, જે લોકો મુસદી હતા, એ કહેતા હતા કે આ બધી મુસદીઓની ચાલબાજી છે. આમાં ઊંડી ને ભયંકર રમત રમાઈ રહી છે. રાજાએ બદલેલું નામ પ્રજા પર પ્રભાવ પાડવા માટે છે, અને બદલેલી રાજધાની વર્જાિ લોકો મગધ પર ચડાઈ કરે તો એમને દૂર રોકી શકાય એ માટે છે. અને ભગવાન બુદ્ધ પર જે ભાવ બતાવવામાં આવે છે. એ વૈશાલીના બુદ્ધભક્ત લોકો પર પ્રભાવ પાડવા માટે છે. રાજ કારણમાં ધર્મનો હંમેશાં સગવડિયો ઉપયોગ થતો રહે છે. પણ વૈશાલીના ગણતંત્રમાં આ દૃષ્ટિ ઓછા પાસે હતી. અને યુદ્ધ રોકવાની મનોવૃત્તિ પ્રબળ બનવા લાગી હતી, એટલે આવા પ્રસંગોને ખૂબ વધાવી લેવામાં આવતા. મહામંત્રી વચ્ચે કારનું વૈશાલીના નગરદ્વાર પર ભવ્ય સ્વાગત થયું. સ્વાગતના જવાબમાં વસ્યકારે વૈશાલીના ગણતંત્રને અંજલિ આપી અને પોતાની મિત્રતા જાહેર કરી. સાથે સાથે વૈશાલીના મુખ્ય નેતાઓ અને મગધના રાજાઓ કૌટુંબિક સંબંધથી જોડાયેલા છે, એમ કહ્યું. પ્રાન્ત શિખ આપી કે અંતરના સંદેશાઓ કાઢી ખતરપ્રીત સાંધવી જોઈએ. પ્રજાએ આ ભાવનાનો જયજયકાર બોલાવ્યો. મહામંત્રી માટેના સુવર્ણરથને ઘોડા જોડેલા હતા. એ ઘોડા છોડી દેવામાં આવ્યા, ને ઉત્સાહી લોકોએ હાથે રથ ખેંચ્યો, અરે, દુમન પણ ભલે આપણી દાનાઈ જોઈ જાય ! સંઘારામના દ્વાર નજીક જતાં મહામંત્રીએ કહ્યું, ‘મેં સમાચાર સાંભળ્યા છે કે હલ્લકુમાર અને વિહલ્લકુમારે દીક્ષા લીધી છે ? શું આ સાચું છે ?” હાજી, હાથી સેચનકના અપમૃત્યુનો ઘા ગંભીર છે.’ વૈશાલીના નગરજનોએ કહ્યું. | ‘તેઓનાં દર્શને જવા ઇચ્છું છું. સાધુ સદા વંદનીય છે.' લોકોએ મહામંત્રીની ભાવનાનો જયજયકાર દ્વારા પ્રતિઘોષ પાડવો. તરત રથ વન તરફ હાંકવામાં આવ્યો. વનમાં વડલાની છાયામાં હલ્લ કુમાર અને વિહલ્લકુમાર બેઠા હતા. માથા પર કેશ નહોતા, પગમાં ઉપાનહ નહોતાં. એક વસ્ત્ર કમર પર ને એક ખભા પર હતું. અલંકાર ને આભૂષણ તો કેવાં ? મહામંત્રીએ ત્યાં જતાની સાથે મુનિઓને વંદન કયાં ને એમની ચરણરજ માથે ચડાવી. આવા વૃદ્ધ બ્રાહ્મણ મંત્રીને નવજુવાન સાધુઓને નમસ્કાર કરતા જોઈ સહુને આશ્ચર્ય થયું. મહામંત્રી વસ્યકારે આ વખતે સર્વ અનુગામી જનોને ઉદ્દેશીને કહ્યું, ‘અમારા રાજ્યમાં લિંગ કે વય પૂજાતાં નથી. આ માટે મગધરાજ અજાતશત્રુને ભગવાન બુદ્ધ સાતે પડેલા એક પ્રસંગની તેમને વાત કરીશ.' ‘એ વેળા વૈઘના આમ્રવનમાં ભગવાન બુદ્ધ ઊતરેલા હતા. તેઓએ મહારાજ સાચું શું ? | 125
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy