SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરી થતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી મગધ-વૈશાલીની સીમા-રેખા પર કંઈક હલચલ થતી હતી. ઘણી વાર રાતે મશાલોનું વન ઝગી ઊઠતું. ઘણી વાર કંઈક અવાજો આવતા. ગુપ્તચરો સમાચાર લાવ્યા કે શત્રુની યુદ્ધશિબિરો સીમાહરોળની પેલી તરફ રચાઈ રહી છે. સીમાહરોળ ઓળંગીને એ શિબિરો નષ્ટભ્રષ્ટ કરવી ઘટે. હલ્લકુમારે એક દહાડો એ સીમાહરોળ ઓળંગવા પ્રયત્ન કર્યો, પણ ગજરાજ સેચનક જરા પણ આગળ ન વધ્યો. જાણે એ કહેતો હોય કે યુદ્ધ વગર શત્રુની સીમામાં પ્રવેશ થાય નહીં. આમસમુદાયની નજર લાંબે પહોંચતી નથી. એ બધા શત્રુ-શિબિરોનો ગમે તે રીતે સર્વનાશ માગતા હતા. નીતિ-અનીતિ પર વિચારવા ચાહતા નહોતા. પણ સેચનકે આખર સુધી લોકોની આ ચાહનાને ફળીભૂત ન કરી. સીમાહરોળ આવી કે સેચનક પાછો ફરી જાય ! પણ આ જયજયકારને ઝાંખો પાડે તેવા વર્તમાન વૈશાલીની શેરીઓમાં હવે ચર્ચાતા હતા. લોકો કહેતા : ‘સેચનકની શૂરવીરતાને બહુ વખાણવી ખોટી છે. એ વૈશાલી-મગધની સીમા-રેખાથી થોડે દૂર રહે છે, આગળ વધવાની આનાકાની કરે છે. આ એની શુરવીરતાને ઝાંખપ લગાડે તેવું છે. પોતાની શેરીમાં તો કૂતરું પણ સિંહ બનીને ફરે.' સેચનકની આ નિંદા હલ્લકુમાર અને વિહલ્લકુમારને કાને પણ પહોંચી ગઈ. એમણે નિર્ણય કર્યો કે સેચનકને લઈને રોજ એક વાર મગધ-વૈશાલીની સીમારેખા ઓળંગી આવવી ! અને બીજે દિવસે બંને કુમારો સેચન કને લઈને રણપ્રદેશ તરફ ચાલી નીકળ્યા. હલ્લકુમારે કહ્યું, ‘સેચનકભાઈ ! આજ સીમા ઓળંગજો !? માણસ પશુની ભાષા સમજે, એમ પશુ પણ માણસની ભાષા સમજે છે. સેચનક પોતાના રાજ કીય રૂઆબથી સીમા નજીક પહોંચી ગયો; કુમારોને લઈને હમણાં સીમા વળોટી ગયો સમજો ! હલકુમારે વૈશાલીના ઘણા નગરજનોને પોતાની વાતની વ્યર્થતા નજરે નિહાળવા આમંત્ર્યા હતા. યુદ્ધનો ભય ટળી ગયો હતો, એટલે નગરની ઘણી સુંદરીઓ પોતાના રેશમી રથો અને મખમલી અશ્વોને લઈને આવી હતી. આ સુંદરીઓ જ વૈશાલીનું એક વિશિષ્ટ આકર્ષણ હતી; એમના મુખકમળના એક ધન્યવચન માટે યોદ્ધાઓ આખું જીવન હોડમાં મૂક્તા. સુંદરીઓ અનિમિષ નેત્રે સેચનકને નિહાળી રહી. સેચનક પણ આજ પોતાની પરિસ્થિતિથી જ્ઞાત હતો. એને વીરત્વની ફૂલમાળાઓ આ ગજ ગામિનીઓના હાથે 114 D શત્રુ કે અજાતશત્રુ પહેરવી હતી. પણ જેમ બહુ ખાધેલાને ખાવા પર અરુચિ થઈ જાય, બહુ કીર્તિવંતને કીર્તિ ખાલી ખોખા જેવી લાગે, એમ સેચનકે આજ રંગમાં ભંગ પાડ્યો ! વૈશાલીની સીમા-રેખા આવી અને એ પાછો ફરી ગયો. હલ્લકુમારે એને ઘણો સમજાવ્યો. પણ ન માન્યો. ‘સેચનક ભઈલા ! ભવની કમાણી આજ પાણીમાં જાય છે.' વિહલ્લકુમારે જાણે આજીજી કરી. ‘ગજરાજ ! આવી અપકીર્તિ કરતાં તો મરવું સારું.’ હલ્લકુમારે કહ્યું, પણ સેચનક ન માન્યો તે ન જ માન્યો. એ પાછો ફર્યો, અને આવીને ગજ શાળામાં ઊભો રહી ગયો. હલ્લકુમાર અને વિહલ્લકુમારને તો એ દહાડે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું. લોકોને શું મોં બતાવે ? સાથે સાથે તેઓએ નિશ્ચય કર્યો કે આવતી કાલે ગમે તેમ થાય પણ એને મંગધ-વૈશાલીની સરહદથી આગળ હાંકવો. આ અપકીર્તિ સાથે વૈશાલીમાં જીવવું અશક્ય છે. પણ એ દિવસનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. સેચનકે આગળ ડગ ન દીધા તે ન જ દીધા, તીક્ષ્ણ અંકુશ, જે કદી અત્યાર સુધી નહોતા ભોંકાયા એ ભોંકાયા, તેથી પણ કંઈ ન વળ્યું. અંકુશના મારથી લોહી ટપકતો સેચનક પાછો વળી ગયો. એ દિવસે વૈશાલીમાં હલ્લ-વિહલ્લની અપકીર્તિના ધોળે દડા ધજાગરા બંધાયા. ત્રીજો દિવસ ભારે નિશ્ચય સાથે ઊગ્યો. આજ તો હાથી રહે કે ન રહે. અને પ્રયત્નમાં પોતે રહે કે ન રહે, પણ આ કલંક તો ધોયે જ છૂટકો હતો. એ વખતે માણસ જેટલો જ શમાં માનતો એટલો જીવનમાં ન માનતો. તેઓએ મદદમાં ગરમાગરમ ભાલા લઈને પરિચારકોને તૈયાર રાખ્યા, મોદકના થાળ પણ રાખ્યા ને ગજ શાળાની એક જુવાન હાથણી પણ તૈયાર રાખી. સવારે સેચનકની ભવ્ય સવારી ઊપડી. થોડા સમય માટે તો નગરજનો મગધની ચઢાઈને ભૂલી ગયા. રસ્તામાં કોઈ મિત્ર સાથે વાતો કરતા હોય તેમ હલ્લકુમારે હાથી સાથે વાતો કરવા માંડી : “સેચનકભાઈ ! આગળ વધવામાં કશોય ભય નથી. ભય હોય તો તમ જેવા લાખેણા જીવને અમે આગળ લઈ ન જઈએ, હોં !' વિહલ્લકુમારે ભાઈની વાત ઉપાડી લેતાં કહ્યું, ‘ઓ અમારી વીરતાની ધજાને ધૂળમાં મેળવનાર ગજરાજ ! નિરાંતે આગળ વધજો. તમને કાંટો પણ વાગે તો અમારી જવાબદારી. નાહકના ડરો છો શું કામ ?' સેચનકનું સમર્પણ I 115
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy