SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સંચરવા માટે સજ્જ થઈને ગવાક્ષ નીચે ખડા છે. આપના આશીર્વાદ યાચે છે. ગણતંત્રના બંને મહારથીઓ ગવાક્ષમાં ગયા, અને એમણે હલ્લકુમાર અને વિહલ્લ કુમારને સફળતા ઇચ્છતા આશીર્વાદ આપ્યા. હલ્લકુમારે સેચનકને પગથી ઇશારો કર્યો, અને એ ચાલી નીકળ્યો. વૈશાલીની ભરી બજારમાં એની રણઘંટાએ લોકોમાં કુતુહલ જગાવ્યું. પણ એ કુતૂહલ ક્ષણિક હતું. લોકોમાં દૃઢ શ્રદ્ધા હતી કે વૈશાલીની સામે આંખ ઊંચી કરવાની ખુદ સ્વર્ગના અધિપતિ ઇંદ્રની પણ તાકાત નથી, તો પૃથ્વીનાં રાજ્યોનું તો શું ગજું ! કોઈ ચઢાઈ કરે, એ સંભાવના પણ હાસ્યાસ્પદ ઠરતી. સેચનક રણઘંટા વગાડતો દૂર દૂર ચાલ્યો ગયો અને એ રાતે જ પોતાના કાર્યનો આરંભ કરવા માટે એણે મગધની સેના પર એકાએક હલ્લો કરી દીધો. મગધની સેના રાત્રિની શાંતિમાં હતી. તેઓ માનતા હતા કે હજી સંદેશવાહકો પાછા આવ્યા નથી, વિષ્ટિકાર ગયા નથી, ત્યાં સુધી યુદ્ધની સંભાવના કેવી? એટલી વારમાં મગધની બીજી ટુકડી પણ મદદે આવી પહોંચશે. પછી વીજળ, હલ્લો કરી દઈશું. પણ ગણતરી ખોટી પડી; તેઓ હલ્લો કરે તે પહેલાં જ તેમના પર હલ્લો થઈ ગયો. ચારે તરફથી અગ્નિબાણોની વર્ષા થઈ રહી. શિબિરનાં કિંમતી કાપડમાં આગ લાગી. અશ્વોના ખાવાના ઘાસમાં આગ લાગી. ભાલા, બરછી ને કુહાડીના હાથા સળગ્યા. પથારીઓ સળગી. શય્યામાં સૂતેલા જાણે અગ્નિશયામાં સૂતા હોય તેમ સફાળા જાગ્યા. એકદમ જે હાથમાં આવ્યું તે લઈને બધા બહાર નીકળી આવ્યા. ત્યાં તો ભયંકર રણગર્જના સંભળાઈ. અને એક મહાપશુ ચારે પગે ઊછળતું ધસી આવ્યું. જે ભાગ્યા તે ઘોડા સાથે, રથ સાથે, હાથી સાથે અથડાયા. અને જે લડવા આવ્યા તે તરત હણાઈ ગયા. અગ્નિદેવે પોતાનું ભયંકર તાંડવ શરૂ કર્યું. સૈનિકો પોકાર કરવા લાગ્યા, “અરે ! યમરાજ લડવા આવ્યા લાગે છે, પણ આશ્ચર્ય તો જુઓ, હંમેશાં પાડા પર બેસીને આવતા, આજે હાથી પર બેસીને આવ્યા લાગે છે !' ચારે પગે ઉછળતા હાથીએ સત્યાનાશ વાળવામાં સીમા ન રાખી. એની સુંઢે ભલભલા મહારથીઓને ભોં ભેગા કર્યા. એના ગંડસ્થળના આઘાતથી ડુંગરા પણ ઊખડી ગયા. રાતના એક પ્રહરમાં તો ભારે વિનાશ વરસી ગયો. પ્રભાતકાળે જ્યારે સુરજ દેવે અજવાળાં પ્રસાર્યા ત્યારે રણસ્થળીનું દૃશ્ય બિભીષણ હતું. એક પણ સૈનિક, એક પણ શિબિર કે એક પણ વાહન સહીસલામત 110 શત્રુ કે અજાતશત્રુ નહોતું; બધે સર્વનાશ પછીનો ભંગાર પડ્યો હતો. શિયાળિયાં ધોળે દહાડે શબ ખેંચતાં હતાં ને ગીધ જ્યાફત ઉડાવતાં હતાં. એ દિવસ ભારે વીત્યો. ગણતરી હતી કે બીજી રાતે મગધની બીજી સેના આવી પહોંચશે અને વેરનો બદલો લેશે. પણ , ન જાણે કેમ, ધારેલા સમયે મગધની સેના પહોંચી ન શકી. મગધની મદદે આવી રહેલી સેના હજી એક પડાવ દૂર હતી. એ રાતે હજી પૂરી વીતી નહિ ને કાળું વાદળ ધસી આવ્યું. અગ્નિબાણોથી વર્ષા થઈ ગઈ. શિબિરો સળગી; શય્યા સળગી; સૈનિકો આંધળુકિયા કરીને ભાગ્યા; પણ બહાર યમ-જાળ બિછાઈ ગઈ હતી; ટપોટપ સંહાર થવા લાગ્યો. એવામાં આકાશનું એક વાદળ ધસી આવ્યું. એણે ચારેકોર દોડધામ શરૂ કરી દીધી. જે એની છાયામાં આવ્યું એ ખતમ થઈ ગયું. મગધના સૈનિકો પરિસ્થિતિ પારખે એ પહેલાં સર્વનાશ વળી ગયો ! માંડમાંડ મૃત્યુના ભંગારમાંથી ભાગી છૂટેલા એક સૈનિકે ત્રીજું સેના-જૂથ લઈને આવતા મગધના સેનાપતિ કર્ણદેવને ખબર આપી. વિષ્ટિકાર રણચતુર હજી એમની સાથે હતો. રણચતુર આવતી કાલે ઊપડવાનો હતો; અને એના આવ્યા પછી જ યુદ્ધ આરંભાવાનું હતું. અને આ યુદ્ધ પણે ખરેખરું યુદ્ધ નહોતું, ઘેરાનો એક પ્રકાર હતો, કારણ કે યુદ્ધ તો બીજા મિત્રરાજાઓની કુમક સેનાઓ આવ્યા પછી આરંભવાનું હતું. ગણતરી લાંબી હતી. વૈશાલી એમ સહજમાં ઢીલું મૂકે નમી પડે એવી કલ્પના કોઈ મૂર્ખ પણ કરતું નહિ ! સંધ્યાનો સૂરજ આભમાં ઢળતો હતો ને મગધનો જખમ સનિક સમાચાર લઈને આવ્યો. પણ એ સમાચાર પૂરા કહી રહે તે પહેલાં આકાશમાંથી જાણે નિશાદેવી ઊતર્યો અને એકદમ અંધારપછેડો પથરાઈ ગયો, ને પછી અગ્નિબાણની વર્ષા થઈ. કર્ણરાજ મૂંઝાણા. સામનો કરવાની આજ્ઞા આપી. પણ આગંતુક લોકોએ બૂહ એવા લીધા હતા કે કંઈ ન થઈ શક્યું ! છેવટે કર્ણરાજે મગધના નામીચા ગજ છોડ્યા. મગધની ગજસેના ખૂબ પ્રખ્યાત હતી, પણ આજે એની પ્રખ્યાતિ પાણીમાં મળી ગઈ. સામેથી સેચનક હાથી એવો હલ્લો લાવ્યો કે આખી ગજ સેના પૂંઠ ફેરવી ગઈ ! ‘આ તો સેચનક ! લાખમાં એક !' મગધના સેનાપતિએ કફોડી હાલત પારખી મગધ વૈશાલીની મૂઠભેડ I lll
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy