SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દેહનું દાન ને પ્રેમનું ગાન રાહ જોતો હતો. હું અને મારો પિતા-બધા એક જ ડાળના પંખી હતાં. એમની તિલકાવતીએ અને મારી દુર્ગધાએ દુર્ગતિ કરી. વત્સ અશોક ! તેં મારી સાન ઠેકાણે આણી. ભગવાન મહાવીરના ઉપદેશો સાંભળ્યા હતા અનેક, પણ હૃદયમાં સચોટ ઊતર્યા આ કારાગારમાં. અશોક !તું મારો ઉદ્ધારક બન્યો, મારો ઉપકારી બન્યો ! પિતાના જેવો પુત્ર થાય, એ ઉક્તિને તેં નિરર્થક કરી. ઓહ ! શું કર્મરાજાના ખેલ ! અને રાજ કેદી મગધપતિએ દૂર દૂર નજર નાખી. સામે દેખાતા ગૃધ્રકૂટ વિહારમાં શ્રમણો હમણાં આવીને નિત્યક્રિયામાં ગૂંથાયા હતા. આ કારાગારમાંથી એ વિહાર પર નજર નાખી શકાય એવી બારી પુત્રે પિતાના કલ્યાણ માટે યોજી હતી. ભગવાન બુદ્ધ થોડા દહાડા પહેલાં ત્યાં આવી ગયા હતા. ભગવાન મહાવીરના શબ્દો પણ એ રસ્તેથી જ અહીં આવ્યા હતા. રાજ કેદીની વિચારમાળા થંભી ગઈ. ધડીમ્ ધડીમ્ ! આખા કારાગારને ધ્રુજાવે તેવા ધડાકાઓએ રાજ કેદીનું એકાએક ધ્યાન ખેંચ્યું. જોયું તો કારાગારના સળિયા પર ધડાધડ પ્રહારો થતા હતા. એકાંત શાંતિ ખળભળી ઊઠી હતી. નિરાંતે ચણતાં પંખીઓએ કાગારોળ શરૂ કરી દીધી હતી. રાજ કેદીએ પોતાની નજ૨ દ્વાર પર ઠેરવી, અરે કોણ આવ્યું આ ? કોના હાથમાં કુહાડી છે ? અરે આ તો અશોક લાગે છે ! ભલા,અશોક શા માટે આવ્યો હશે? મને ખતમ કરવા ? ખતમ થવાનો તો કંઈ ભય નથી, પણ મને ખતમ કરવાથી એના માથે કેટલી મોટી કલંકની કાલિમા બેસશે ! અરે ! જીવતાં તો એનું કંઈ સારું ન કરી શક્યો પણ મરતાંય હું પુત્રનું ભૂરું કરીશ ? એનું ભલું ન કરી શકું ? રાજા વિચાર કરી રહ્યો. સિંહે જાણે સિંહાવલોકન કર્યું. દરવાજા પર હજીય કુહાડાના ભયંકર પ્રહારો જોર જોરથી થઈ રહ્યા હતા. પવનની પાંખે ચડીને મધુર સ્વરો ચોમેર રેલાઈ રહ્યા હતા. ગીતનો સાર એવો હતો કે જીવનને એ જ સમજે છે, જે પ્રેમ કરે છે અને દાન કરે છે. કુહાડીના ફટકા કારાગારના લોખંડી સળિયા ઉપર ઉપરાઉપરી પડી રહ્યા હતા. વાતાવરણ હચમચી ઊઠડ્યું હતું. એ ખળભળાટ ગૃધ્રફૂટી પાસેથી પસાર થતા શ્રમણોના મુખમાંથી સરતા શબ્દો રાજ કેદીના શ્રવણ પટ પર અથડાયા : ‘જીવનને એ જ સમજે છે, જે પ્રેમ કરે છે ને દાન કરે છે.* આ શબ્દો તો અનેકવાર સાંભળ્યા હતા; શ્રમણો તો એને વારંવાર બોલીને પ્રગટ કરતા હતા; પણ પ્રેમ અને દાન શું એની સમજ બહુ ઓછાને પડતી. વાઘની ગુફામાં જઈને ઊભા રહેવું - અને તે પણ દ્વેષથી, ક્રોધથી કે કીર્તિની લાલસાથી નહિ પણ માત્ર પ્રેમભાવ વ્યક્ત કરવા અને પોતાના સર્વસ્વ સમા દેહનું દાન કરવા ઊભા રહેવું - એ સંસારનું વિરલમાં વિરલ વીરત્વ હતું, અદ્ભુત સમર્પણ હતું; પણ શું આ કીમતી જીવન એટલા માટે જ હતું ? ઘણા પ્રશ્નો અને ઘણી શંકાઓ આ સિદ્ધાંતની સામે થયા કરતાં હતાં. એક વાર ભગવાન બુદ્ધ ગાંડા હાથીની સામે જઈને ઊભા રહ્યા - માત્ર પ્રેમભરી વાત કરવા-ત્યારે રાજા શ્રેણિકે પોતે જ ઠપકો આપ્યો હતો. ‘પશુને પ્રેમ અને દાનની સમજ શી પડે ? એને તો પારધી કે પ્રભુ બંને સમાન છે !' અને આવા જ એક પ્રસંગે ભગવાન મહાવીર ચંડકૌશિક નાગની સમક્ષ જઈને ઊભા રહ્યા. નાગ તો મૃત્યુનો બીજો અવતાર હતો. એના ડંખમાં કાતિલ વિષ ભર્યું હતું. એ વિષ એણે મહાવીરની દેહમાં નાખ્યું. પણ મહાવીર તો પ્રેમ-દાન કરતા જ રહ્યા. એ નાગનો ઉદ્ધાર કરવા પોતાની કાયાની પણ પરવા ન કરી. એ વાત જ્યારે 76 D શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy