SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના પ્રગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટયગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખુ જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. ‘જયભિખુની જન્મશતાબ્દી' નિમિત્તે ‘જયભિખ્ખું : વ્યક્તિત્વ અને વાડ્મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું’ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય આ કાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા ‘અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું. જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જે માં જયભિખુની નવલ કથાઓ ‘લોખંડી ખાખનાં ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ' અને ‘સંસારસેતુ' એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલકથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એના કેટલાક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલા જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ પૂર્વભૂમિકા ગણશાસનનું મૂળ શમ છે-શાંતિ છે. સામ્રાજ્યનું મૂળ બળ છે - યુદ્ધ છે. આ વાર્તાનો જન્મ પચીસસો વર્ષ પહેલાંના ભારતમાં થાય છે. એ વખતે ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની રાજ શાસનપદ્ધતિઓ પ્રચલિત હતી. એક ગણશાસનપદ્ધતિ, બીજી સામ્રાજ્યશાસનપદ્ધતિ, આખો ભારતવર્ષ એ વખતે લગભગ ત્રણ દેશમાં-વિભાગમાં વહેંચાયેલો હતો. એ વખતે દેશ શબ્દ પ્રાંતવાચી પણ હતો) હિમાલય અને વિંધ્યાચળની વચ્ચે વસેલો તથા સરસ્વતી નદીના પૂર્વ ભાગે તથા પ્રયાગના પશ્ચિમ ભાગે આવેલો પ્રદેશ મધ્યદેશ (-મઝિમ દેશ)ના નામે ઓળખાતો. આ મધ્યદેશના ઉત્તરનો ભાગ ઉત્તરાપથ અને દક્ષિણનો ભાગ દક્ષિણાપથને નામે જાણીતો હતો. આ વિસ્તારનાં બધાં રાજ્યોમાં ઘણાં રાજનૈતિક પરિવર્તન આવી ગયાં હતાં. એનું મૂળ ઠેઠ મહાભારતના ભીષણ યુદ્ધમાં પડ્યું હતું. એ યુદ્ધ એવો વિનાશ વિસ્તાર્યો હતો કે દેશની આખી સિક્લ પલટાઈ હઈ હતી, બધા ક્યાંનાં ક્યાં થઈ ગયાં હતાં ! હસ્તિનાપુરનો સુપ્રસિદ્ધ ભારત રાજવંશ ત્યાંથી ઊઠીને વત્સદેશની રાજધાની કૌશાંબીમાં ચાલ્યો ગયો હતો. ને કોશાબીના રાજાઓ, રાજ શક્તિમાં ક્ષીણ થઈ ગયા હોવા છતાં, પોતાના ભૂતકાળના રાજ ગૌરવમાં રાચતા હતા, કુરુ દેશનું આજે કોઈ મહત્ત્વનું સ્થાન નહોતું, પણ કુરુ ધર્મ આદર્શ ધર્મ લેખાતો. રાજ શાસનપદ્ધતિ પહેલી જનોમાં હતી, એ જનપદમાં આવી, જ્યાં જે જનપદ વસ્યાં ત્યાં તે નામથી તે ઉલ્લિખિત થયાં. કુરુ વસ્યા ત્યાં કુરુ જનપદ. મંદ્ર વસ્યા ત્યાં મદ્ર જનપદ. ને જનપદોમાંથી મહાજનપદ રાજ શાસન વિસ્તયાં. આપણી વાર્તા વખતે ભારતમાં ૧૬ મહાજનપદ વિખ્યાત હતાં. મુખ્યત્વે એ જાતિવાચક નામ હતાં અને બધાં નામો બબેનાં જોડિયામાં બોલાતાં : (૧-૨) અંગમગધ (૩-૪) કાશી-કોસલ (પ-૬) વર્જિ-મલ (૭-૮) ચેદિ-વત્સ (૯-૧૦) કુરપંચાલ, (૧૧-૧૨) મત્સ્ય-સૂરસેન (૧૩-૧૪) અમક-અવની (૧૫-૧૬) ગાંધારકાંબોજ . આ રાજ્યોની આછી આછી પિછાન અહીં કરી લઈએ. જે કથાપ્રસંગોને સમજવામાં મદદગાર થશે : ૧. અંગ રાજ્ય : મગધની પાસે પડતું હતું. બંનેની વચ્ચે ચંપા નદી હતી. આ નદી પર પાછળથી ચંપાનગરી વસી. ચંપાનું બીજું નામ માલિની. પ્રથમ આ સ્વતંત્ર રાજ્ય હતું. પછી મગધે એને પરાધીન ક્યું. ૨. મગધ રાજય : આ રાજ્યની સીમા ઉત્તરે ગંગા નદી, પૂર્વે ચંપા નદી, દક્ષિણે
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy