SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રાજાનું અંતઃપુર... ?” તિલકાનો બાપ હસ્યો. ‘અંતઃપુર જેવી સડેલી જગ્યા સંસાર પર બીજી કોઈ નહિ હોય ! પુરાણીજી કહેતા હતા કે કરાગારના ઉપરીઓ અને કસાઈઓ થોડું પુણ્ય કરે ત્યારે એ અંતઃપુરની રાણી બને છે !' પિતા પ્રસેનજિત આ ભીલ રાજાની વાત પાસે હારી ગયા. એમણે કહ્યું, “શું કરું તો તિલકી મને પરણાવો ?' | ‘તિલકાના પુત્રને ગાદી મળે તો. રાજન ! તિલકા સમ્રાજ્ઞી છે-કાં તો નગરની, કાં તો વનની. એને અન્ય પદ ઓપતું નથી.' પિતા પ્રસેનજિત એ વનફૂલ પાછળ પાગલ બની ગયા હતા. એમણે વચન આપ્યું ને તિલકાને અંતઃપુરમાં તેડી લાવ્યા. તિલકી સમજતી હતી કે ફૂલ તો બે ઘડી સુંઘવાનું હોય, પછી એ વાસી થઈ જાય અને વળી નવા ફૂલની શોધ શરૂ થાય ! અને ફૂલ વાસી થયા પહેલાં ને એની વાસ ઊી ગયા પહેલાં વાત પાકી કરી લેવી જોઈએ. તિલકાએ પોતાના સૌંદર્યને એવી રીતે જાળવ્યું કે એ કદી વાસી ન થયું. પિતાજી એની ખુશબોમાં મગ્ન રહ્યા. એમણે નવું નગર - ગિરિવ્રજનગર-વસાવ્યું. એમાં આમોદપ્રમોદનાં સાધનો સરજાવ્યાં. પણ જેમ અગ્નિ બુઝાઈ જાય અને કાળા કોલસા મૂકતો જાય, એમ કામરાજા પણ એવો છે, એ ચાલ્યો જાય છે પણ પાછળ સંતાનોની પરંપરા સરજતો જાય છે, માણસ જેટલો ભોગી એટલો જે જાળી. માણસ એક-બે દીકરા વાંછે, બહુ બહુ તો ચાર વાંછે, પણ ચૌદ, ચાલીસ કે સો તો ન જ વાંછે. પિતા પ્રસેનજિતના પુત્રોનો સરવાળો જ્યારે મુકાયો ત્યારે આંકડો સો પર પહોંચ્યો હતો. એ સોમાંનો એક હું; મારું નામ ભંભાસાર-બિંબિસાર ! અને વૃદ્ધ રાજકેદી પોતાની જુવાની યાદ કરી રહ્યો. તિલકાના પુત્રને ગાદી આપવા માટે પિતાએ પોતાને અન્યાય કર્યો, પોતાનું અપમાન કર્યું. હું એ અપમાનની સામે થયો, તો મને દેશનિકાલ કર્યો.. રાજ્યમાં હંમેશાં યોગ્ય ઉંમરના પુત્ર સાથે પિતાને ઝઘડો થાય જ છે ! શું હું કે શું અશોક ! રાજ કેદીનું મન ઉદારભાવે વિચારી રહ્યું. કારાગારના દ્વાર પર હજી કુહાડાના વજપ્રહારો ચાલુ હતા. પોતે પિતાથી રિસામણે ચઢયો, અને સંપત્તિમાં માત્ર રણમાં વગાડવા યોગ્ય એક ભંભા-શંખ લઈને હું નીકળી ગયો; ફરતો ફરતો બેનાતટના બંદરે પહોંચ્યો. ક્ષત્રિયો સ્વભાવથી પરાક્રમી અને સાહસી હોય છે. એમના પરાક્રમ ને સાહસને સારું ક્ષેત્ર મળે તો એ સારા બને છે, ને ખોટું ક્ષેત્ર મળે તો ખોટા બને છે. મારું નામ મેં ગોપાળ રાખ્યું ! ત્યાંના શ્રેષ્ઠીને ત્યાં ચાકરીએ રહ્યો. ચાકરીમાં ધન તો લીધું પણ એની પુત્રીને પણ પરણ્યો. હું ભૂલી ગયો કે દેશાવરમાં ને વનવાસમાં માણસે બ્રહ્મચારી રહેવું ઘટે. શ્રેષ્ઠીપુત્રી સુનંદા સૌંદર્યશીલા અને સમર્પણની મૂર્તિ હતી. સુનંદા તે મહામંત્રી અભયકુમારની માતા. હું મારા પિતા જેવો જ થયો. અભય એની માતાના જેવો થયો. આ તરફ વૃદ્ધ પિતા પર યુવતી તિલકાનો ત્રાસ વધી ગયો. તિલકાએ રાજમહેલ પર પોતાની જાળ પાથરી દીધી. એક તરફ પત્નીનો પારાવાર ત્રાસ અને બીજી તરફ નવાણું પુત્રો નવાણું નાગ થઈને પિતા સામે ફૂંફાડા નાખવા લાગ્યા. | પિતા અશરણ થઈ ગયા. એમના મંત્રીઓ ફરી ગયા. એ પલંગવશ બન્યા. એમને એ વખતે હું યાદ આવ્યો. કોઈ મુસાફરે મારી ભાળ આપી, પિતાએ સંકેત કરતા શ્લોકોમાં એક પત્ર લખ્યો. પોતાની મદદે આવવા પુત્રને (મને) વિનંતી કરી. હું ગળગળો થઈ ગયો અને ગર્ભવતી સુનંદાને મૂકીને ગિરિત્રજનગરમાં આવ્યો. પિતા ત્યારે રાજમહેલમાં હતા, પણ એમને માટે ખરેખર એ કારાગાર હતું. એ એક મોટા કેદી બન્યા હતા ! એ સ્થિતિમાં એ મૃત્યુ પામ્યા, મૃત્યુ નહિ અપમૃત્યુ પામ્યા ! મેં બળ કરીને રાજ ગાદી સંભાળી લીધી અને મારા નવાણુ ભાઈઓને નમાવ્યા. પિતાના જીવનની હું અનેક આલોચનાઓ કરતો, એમાંથી બોધપાઠ તારવતો; માનતો કે મારા પિતાએ આત્મહત્યા કર્યા જેવું જ કર્યું ગણાય અથવા આ બધાંએ ભેગાં મળીને એમની હત્યા કરી. પિતાના શોખ મેં છોડ્યા. પણ રાજા પોતે સાધુ રહેવા માગે તોય આજુ બાજુ ના લોકો એને સાધુ રહેવા દે એવાં હોતા નથી. એ તો સદા બળની, રૂપની કે યુદ્ધની જ વાતો એને સંભળાવતા રહે છે. ધીરે ધીરે પિતા જે દોષોમાં પડ્યા હતા એ તરફ હું ખેંચાવા લાગ્યો. વૈશાલીની આમ્રપાલીની ખ્યાતિ સાંભળીને મેં વૈશીલીની અવરવર વધારી દીધી અને એ રૂપ ખરીધું. લોકોએ મને ચઢાવ્યો, ‘વૈશાલીના રાજ કર્તા મગધપતિઓને હલકા ગણે છે, એક ડાળનાં અમે પંખી 173 72 D શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy