SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ છું. એ પદની પ્રતિષ્ઠા કોઈ હણે એ ન ચાલે. શ્રમણ બનેલા આ બે રાજકુમારો તો વર્ણ તોડવાની વાત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર-બધાંને સમાન કહે છે; સહુને સમાન રીતે શાસ્ત્ર વંચાવે છે. શું શુદ્ર બ્રાહ્મણ થઈ શકે ? ભગવાન રામચંદ્રના રામરાજ્યમાંથી શુદ્ર તપસ્વીની ગરદન ઉડાવી દેવામાં આવી નહોતી ?”. માતા પોતાના પુત્રની તેજસ્વિતાને જોઈ રહી. એણે કહ્યું, ‘મગધનો મહામંત્રી થજે બેટા ! ધર્મને ઉજાળજે. ધર્મ જ દુનિયામાં સાચી વસ્તુ છે.’ | ‘અને એણે અમારી ઓળખાણ કરાવી. હું પ્રેમમાં ભગ્ન થયેલી બહેન, શક્તિના પુંજ સમા ભાઈનું આલંબન લઈ રહી.” ‘હા, પુત્રી !' મેં કહ્યું, ‘મા ! તો તો મારું જીવન વેરાન બની જશે. તેં મને આ વાત પહેલાં કેમ ન કહી ?” માએ કહ્યું, ‘તને રાજ કુંવરી બનવાનો અભરખો જાગે એ માટે. તારો એક ભાઈ પણ આ આશ્રમમાં છે.' મેં કહ્યું, ‘મા ! તુંય ભારે ભેદભરમવાળી છે ! બતાવ, ક્યાં છે મારો ભાઈ? આ આશ્રમ આવાં તેજાયેલાં સંતાનોથી જ ભરેલો લાગે છે.' માતા બોલી, ‘દુનિયામાં જેનો કોઈ આધાર નહિ, એનો આધાર આ આશ્રમો. મેં તમને બંનેને જન્મ આપી દૂધપીતાં કરવાનો દાસીને હુકમ આવ્યો હતો; પેટનાં જણ્યાં હીન કુળનાં થઈને જીવે એના કરતાં મરે એ સારાં ! પણ મગધસમ્રાટ હોંશીલા હતા. એમણે હત્યા કરવાની ના કહીં. યોગ્ય ઉમરના થાય ત્યારે રાજપદમાં મોકલી આપવાની મને ભલામણ કરી.’ મેં કહ્યું, ‘મા ! મારો ભાઈ મને બતાવ.” મા મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગઈ. મારી માને જોતાં જ એ સામે આવ્યા ને બોલ્યા, “કહો દેવદત્તે !' ‘મારી માએ પૂછયું, ‘વર્ષ ક્યાં છે ? કેમ છે ? શું ભણે છે ?' ‘કુલપતિ કહે, “કોઈ વાતમાં ખામી નથી આવવા દેતો. શાસ્ત્રમાંય નિપુણ બન્યો ને શસ્ત્રમાંય નિપુણ છે. અને આશ્રમની વ્યવસ્થાની ગૂંચ એવી રીતે ઉકેલે છે કે ન પૂછો વાત. એનું ભેજું તો મગધસમ્રાટના મહામંત્રી થવા જેવું છે.” કુલપતિ પોતાનું વક્તવ્ય પૂરું કરી રહે, એ પહેલાં તો વર્ષ ત્યાં આવીને ઊભો રહ્યો. માતાને એના આગમનની જાણ નહોતી. એ બોલી, “મંત્રી થાય એનો વાંધો નથી, પણ ભૂલેચૂકે એ રાજા ન બને. એ માટે તો મેં એની એક આંગળી કાપી લીધી છે. અંગખંડિત પુરુષ રાજપદનો અનધિકારી છે.' ‘પણ ગણતંત્રમાં તો લાયકાતવાળો ગમે તે માણસ રાજા થઈ શકે છે.” કુલપતિ બોલ્યા, ‘હવે એ રાજમાં જવા ઇચ્છે છે. એ કહે છે કે મગધના બે રાજ કુમારોએ શ્રમણ બનીને બ્રાહ્મણનો અને યજ્ઞનો વિરોધ કરવા માંડ્યો છે. એ બેય રાજયોગીઓ વૈશાલીના ગણતંત્ર રાજ્યના ભારે પ્રશંસકો છે. મારે એ આખા ગણતંત્રરાજ્યને મિટાવી દેવું છે ? અરર ! આખા રાજ્ય પર ક્રોધ !? મારી માતાએ કહ્યું. વર્ષ ત્યાં હાજર જ હતો. એ વચ્ચે બોલી ઊઠ્યો, ‘નહિ તો બીજું શું કરું? હું 62 | શત્રુ કે અજાતશત્રુ રંગીન પડદા પાછળ 63
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy