SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશાલીનું બહુ પંકાયેલું રાજ્ય તો એમને આંખના કણા જેવું ખૂંચતું. તેઓ વારંવાર કહેતા, “મહારાજ ! આ ગણતંત્રો તો મહામારીના રોગ જેવાં છે. જે દિવસે એ અહીં આવ્યાં તે દિવસથી તમારાં છોકરાં ભીખ માંગતાં થશે અને તમારી રાણીઓ તુચ્છ દાસી થઈને દળણાં દળશે. ઝટ ચેતો. રાજ કુળોને માથે ભયંકર જોખમ તોળાઈ રહ્યું મગધરાજ બિંબિસાર કહેતા, ‘મહામંત્રી ! રાજ કુળોનું આંતરજીવન દ્વેષ, ઈર્ષ્યા, વિષય ને રાગરંગથી એટલું ક્યુપિત થઈ ગયું છે કે એને ધોવા માટે ગણતંત્ર જેવી મહામારી જરૂરી છે. રાજા દુનિયા આખીના દોષનો ન્યાય કરે, પણ એના દોષોનો ન્યાય કોણ કરે ? આવવા જો ગણતંત્રોને ! રાજ કુળોની ગયેલી તંદુરસ્તી એ જ રસ્તે આવશે. રાજા અને રાજ્ય તો જ નિષ્પાપ ને નિષ્કલંક બનશે.” મહામંત્રી વસ્સ કાર ઓ વાતો ધીરજ થી સાંભળી ન શકતા ને કહેતા : ‘હાથે કરીને પોતાને, પોતાના વંશને પોતાના કુટુંબ-કબીલાને ગરીબ અને બેહાલ બનાવનાર આપણા જેવા મૂર્ખ બીજા કોણ હશે ?' | ‘ઘણા છે વસ્સ કાર ! ક્ષત્રિયકુંડ ગ્રામના ભગવાન મહાવીરને અને કપિલવસ્તુના ભગવાન બુદ્ધને તો તમે જાણો છો ને ? એ પણ રાજાના પુત્રો હતા. સાચું રાજ્ય તો આત્માનું છે. મહામંત્રી અભયે એ પ્રાપ્ત કર્યું. તમે અને હું વૃદ્ધ થયા છીએ. હવે આપણે બંને એ પ્રાપ્ત કરીએ !' આ શબ્દોથી વીંધાયેલા વસ્યકારે મગધ સમ્રાટને સૂતા મૂક્યા અને યુવરાજ અશોકચંદ્રને બધી વાતથી વાકેફ કર્યા; મોત કરતાંય ભયંકર ગણતંત્રને મગધમાં પગપેસારો કરતાં અટકાવવા સમજાવ્યા. રાજા અશોકચંદ્ર એમાં આખી રાજ સંસ્થાનો મૃત્યુઘંટ વાગતો સાંભળ્યો, ને મગધ તરફથી કર્તવ્યનિષ્ઠાથી પ્રેરાઈને પોતે ગાદી સંભાળી લીધી. વૃદ્ધ પિતાને પદભ્રષ્ટ કરીને કેદ કર્યા, અને કેદ કરીને એમને ન્યાયની પવિત્રતા ખાતર કોરડાની સજા કરી. આ ઘટના પાછળ એક ન્યાયી રાજવી તરીકેનું એને અરમાન હતું કે રાજા અશોક તો પ્રજાના કલ્યાણ પાછળ પિતા, પુત્ર કે પત્નીને પણ જોતો નથી ! એ પછી રાજા અશોકચંદ્રના ભાવનાઘેલા હૈયાને માતા ચેલાએ ડોલાવી દીધું. રાજા અશોકનો પિતૃભક્તિનો આવેગ ઊછળી આવ્યો ને જેવો એ પિતાને મુક્ત કરવા તૈયાર થયો તેવાં જ આર્યા ભુજંગી મંત્રી વસ્યકાર સાથે આવીને વચ્ચે ખડાં થયાં. એ આવીને ખડાં થયાં એટલું જ નહિ, પણ સાંભળીને મસ્તિષ્કમાં ભૂકંપના આંચકા લાગે એવી વાત એમણે કરી, ‘તું જેવો રાજાનો પુત્ર છે એવો મહામંત્રી વસ્યકાર પણ રાજ કુમાર છે.’ 58 1 શત્રુ કે અજાતશત્રુ અને આટલું બોલીને એ મૌન રહ્યાં. રાજા અશોક ઘડીમાં આર્યા ભુજંગી સામે જુવે, ઘડીમાં મહામંત્રી વસ્યકાર સામે જુવે, પણ ઉપરનાં વાક્યોનો ખુલાસો કશો ન મળે ! એ વ્યગ્ર થઈ ગયો. થોડીવારે એનાં ભવાં ક્રોધમાં ધનુષ્યની જેમ ખેંચાણાં. એણે આર્યા ભુજંગી સામે નજર ઠેરવતાં કહ્યું, ‘રાજાને બાપ બનાવવા કોણ ચાહતું નથી ? પછી મહામંત્રી વસ્યકાર જેવો રાજ કારણી જીવ રાજ કુમાર થવા માગે એમાં નવાઈ શી ? અને તમેય આર્યા, તમારી જાતને રાજ કુંવરી કાં ઠરાવતાં નથી ? ગણતંત્રમાં તો રાજપદ લાયકાતને વરે છે, પણ અહીં તો એ કાવતરાબાજને વિશેષ રીતે વરે છે !' આર્યા ભુજંગી આ શબ્દોથી લેશ પણ વિચલિત ન થયાં. એ બોલ્યાં, ‘ખરેખર રાજન ! હું રાજ કુમારી જ છું.’ ‘ચોક્કસ હશો; નહિ હો તો થશો. કઈ છોકરીને રાજાની રાણી થવાનાં સ્વપ્ન નહીં આવ્યાં હોય ? કહો, આ પછી તમારે બીજું કંઈ વિશેષ કહેવું છે ? ની વાતનો નિર્ણય કરનાર તો અત્યારે કેદમાં છે. હવે તમે શું ભાઈએ ભાગ માગવા આવ્યાં છો?” રાજા અશોક વ્યગ્રતાથી બોલ્યો. આર્યા ભુજંગી જરા નજીક સર્યો. એક બાજોઠ ખેંચીને એ પર એ બેઠાં ને બોલ્યાં, ‘રાજા થવું એ તો માણસને પૂર્વભવના પાપની સજા મળવા બરાબર છે. વસ્યકાર રાજા ન થાય, રાજા થવાની લાલસા ન કરે, એ માટે તો એનો એક અંગૂઠો બાળપણથી ખંડિત કરવામાં આવ્યો છે, ખંડિત અંગવાળો કુમાર રાજા ન થઈ શકે.” તેઓ થોડીવારે આગળ બોલ્યા, ‘એક રાજા એટલે અજાયબીનો ભંડાર ! કંઈ કેટલું લશ્કર ! કંઈ કેટલાં હથિયાર ! કંઈ કેટલો ખજાનો ! ખજાનામાં કંઈ કેટલાં જરજવાહર ! અને રાજાનું અંતઃપુર તો જાણે જીવતાં ઝવેરાતનો ખજાનો! કંઈ કેટલી રાણીઓ ! વિવાહિત-અવિવાહિત કંઈ કેટલી રૂપવતીઓ! અને કંઈ કેટલી દાસીઓ! અને એમાંથી નિષ્પક્ષ શું થાય ? અનેક પુત્ર-પુત્રીઓ! કેટલાંકને જન્મતાં જ હણી નાખવાનાં ! કેટલાંકને ફેંકી દેવાનાં ! જાણે સર્પિણીનો સંસાર ! કારણ કે એવાં પુત્રપુત્રીઓને જિવાડવામાં ભારે જોખમ !' આર્યા ભુજંગીનો વાણીપ્રવાહ પળવાર થંભીને આગળ વહી રહ્યો, ‘એક પુત્ર એટલે એક પયંત્ર. જરાક સમજતો થયો કે હક માગતો થાય. ફરજની તો વાત જ કેવી ? કોઈ રાજાનો જુવાન પુત્ર ઘરડાં બાપની લાકડી બન્યો જાણ્યો નથી.’ આર્યા ભુજંગીના છેલ્લા શબ્દોએ રાજા અશોકચંદ્રને ગરમ કરી દીધો. એણે ઉગ્રતાથી કહ્યું, ‘તમે બંને જણાં મને ગાળો દેવા આવ્યાં છો કે શું ? મારા માથેથી રંગીન પડદા પાછળ 0 59.
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy