SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ થાય, દોષ થાય. એ ભૂલને કે દોષને છુપાવવાથી એ ભૂલ ફરી વાર થાય. ફરી વાર ભૂલ સંતાડીએ, ફરી ભૂલ કરીએ. આમ જીવનનું ત્રાજવું નાહક ભારે થઈ જાય. માટે બધી વાત ખુલ્લેખુલ્લી કરવી. દોષ હોય તો દોષ અને પરાક્રમ હોય તો પરાક્રમ ! તેઓએ દાસીને પૂછયું, “કોના પક્ષકારનો જન્મ થયો ? રાણીજીના કે મારા ?” બિચારી દાસી શું બોલે ? એના મોઢા પર મેં તાળું માર્યું હતું. પણ તારા પિતા તો લીધી વાત મૂકે તેવા નહિ, એમણે તો આંખ કાઢીને દાસીને કહ્યું, | ‘કેમ બોલતી નથી ? મોંમાં મગ ભર્યા છે ?” પણ દાસી શું જવાબ આપે ? હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. શું કરવું ? હું અંદર સૂતી સૂતી બધું સાંભળતી હતી, અશોક ! તારા પિતાને આ પહેલાં એક પુત્ર થયેલો અને એ અભયકુમાર. પણ એ વૈશ્યમાતાનો પુત્ર હતો, ક્ષત્રિયાણીનો નહિ, અને મગધના સિંહાસનના ટેકેદારો યુવરાજ તરીકે ક્ષત્રિયપુત્ર ઇચ્છતા હતા. તારા પિતા આગળ વધ્યા. દાસીને હાથ ઝાલીને હડબડાવી. દાસી તો બોલું કે ન બોલું એ મૂંઝવણમાં બેહોશ બની ગઈ. તારા પિતા એને જમીન પર પડતી મૂકી અંદર ધસી આવ્યા. એમણે મને પૂછયું, ‘ચેલા રાણી ! નથી આનંદ, નથી ઉલ્લાસ ! મરેલો જીવ સમત્વબુદ્ધિ રાખવી જોઈએ.’ હું શું જવાબ દઉં ! હું તો પતિને પ્રભુનું બીજું રૂપ માનતી હતી. હું ભક્ત હતી, એ મારા ભગવાન હતા. ભગવાન રીઝે કે ન રીઝે, ભક્ત એને રીઝવવાનો પ્રયત્ન ન છાંડે. મને ચૂપ જોઈ તારા પિતા બોલ્યા, રાણી ! પતિથી પુત્રને હીન ન ગણો. અને તમારે માટે તો પતિ-પુત્ર બંને લાલન-પાલન કરવા યોગ્ય છે. અને મનની નબળાઈમાં એક આત્માનો આ રીતે અવરોધ કરવો ભયંકર છે. પુત્રથી પિતાને ભય કેવો ? પુત્ર તો પિતાનો હૃદયાંશ છે. રાણી, ક્યાં છે એ નવજાત શિશુ ?” મેં કહ્યું, ‘આ દાસી જાણે છે.” ‘દાસી ! ચાલ, આગળ થા. મને બતાવ કે બાળક ક્યાં છે ?” તારા પિતા આવેશમાં હતા. દાસી બાપડી ચુપ બેઠી હતી. એ અજ્ઞાત ભયથી કંપતી હતી. રાજાનો હુકમ સાંભળી એણે એક વાર મારી સામે જોયું. મારા મુખ પર સંમતિનો ભાવ હતો. દાસી આગળ ચાલી, તારા પિતા પાછળ, અશોક ! એ વખતે હજી રાત્રિનો અંધકાર શેષ હતો-નહિ તો દાસીને અને રાજાને આમ જતા જોઈને હજારો લોકો એકઠાં થાત અને મારું આ કઠોર કર્મ જાણીને મને ચંડાલણીનું બિરુદ આપત. ‘હું જરાક સ્વસ્થ થાઉં-ત્યાં તો તારા પિતા તને લઈને આવી પહોંચ્યા. મારા ખોળામાં તને મૂકતાં બોલ્યા, ‘પુત્ર પિતાનો દ્વિતીય આત્મા છે. અંગથી એ ઉત્પન્ન થયેલો છે. હૃદયથી એ પોષણ પામેલો છે. મનથી એ મારો બનેલો છે. એવો પિતાનાં નયનોનો આનંદ પુત્ર સો વર્ષ જીવો !' ‘રાણી ! પાણીના પરપોટા જેવા નવજાત શિશુને ગોદમાં લો. ધાયી આવે એટલી વાર તમારું દુગ્ધ એને પાઓ. અરે ! કેવી હિમાળી હવામાં એક ફૂલને તમે કરમાવા મૂકી દીધું હતું ! ખરેખર, સ્ત્રીઓને ફૂલથી કોમળ અને વજ થી કઠોર કહી છે તે આ કારણે જ.’ રાણી ચેલા વાત થંભાવતાં બોલ્યાં, ‘અશોક ! આ વાત સાંભળતાં તને તારી મા પર ખીજ નથી ચડતી ? તને જન્મતાં આ રીતે દુ:ખી કરનાર માતાને કંઈ કહેવાનું મન પણ નથી થતું ?” “મા ! હું તારી પતિભક્તિને વંદી રહ્યો છું. કેટલી સ્ત્રીઓ મારા પિતા જેવા રસિક ભ્રમરને મનથી ને તનથી ચાહી શકતી હશે ? માતા-પુત્ર તો અવિભક્ત માતાને વખાણું કે પિતાને વંદુ ?51 મેં કહ્યું, “કેટલાકનો જન્મ થાય છે, પણ એ જન્મ મૃત્યુથી પણ હીન હોય છે.' તારા પિતા સીધો ને સ્પષ્ટ જવાબ ન મળવાથી અકળાયેલા હતા. એ મહાચતુર હતા. તેઓ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે.” એમણે કહ્યું, ‘રાણી ! સાચું ન કહો તો તમને મારા સમ છે.' જેને માટે આ બધું કરી રહી હતી, સહી રહી હતી, એના સમ મળ્યા. મારાથી ખાનગી ન રાખી શકાયું, મેં કહ્યું, ‘જન્મ થયો બાળકનો !' ‘ક્યાં છે ? કેમ બાળક રોતું નથી ? કેમ કોઈ દાઈ અહીં દેખાતી નથી?' એ બાળક મને અપલક્ષણવાળો લાગ્યો હતો. મેં તમને વાત કરી હતી. માંસ ખાવાની ઇચ્છાથી તો તમારી છાતી પર ભરેલા બટકાંનાં ચિહ્નો હજી મોજુદ છે. આર્યપુત્ર ! ભગવાન મહાવીરની શિષ્યાને માંસ ખાવાનું મન કરાવે એ ગર્ભ-એ આત્મા-કેવો હોય ? અને માંસ પણ તે સગા જનકનું - પિતાનું ! આ કારણે મેં એનો જન્મતાંની સાથે ત્યાગ કર્યો છે !' ઓહ રાણી ! કેવાં ઘાતકી છો તમે ! ખરેખર, સ્ત્રીની બુદ્ધિ પાનીએ. તમારી પતિમાં કેટલી સ્વાર્થબુદ્ધિ કે પુત્રને તજી દીધો ! તમારે તો પતિ અને પુત્રમાં 50 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy