SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરિષદમાં અગ્રેસર થઈને બેસનાર રાજાએ પ્રભુને ખુલાસો પૂછયો. પ્રભુએ કહ્યું, ‘ચેલા તો સંસારના જળમાં રહેલ કમળ છે. એ દેહથી રાણી છે, પણ મનથી સાધ્વી છે. એણે ટાઢમાં થરથરતા સુકોમળ મુનિ જોયેલા. રાતે એની ચિંતા એ કરી રહી હતી.” રાજાનો ભ્રમ ભાંગ્યો ને દોડીને રાણીને એકદંડિયા મહેલમાંથી લઈ આવ્યો, એના ચરણ ચાંપવા બેઠો. મહામના રાણી ચેલા કંઈ ન બોલ્યાં. એમણે ફક્ત એટલું ક્ષત્રિય કન્યાની કેવી વર પસંદગી ! વૈશાલીના ગણનાયકની સાતમી પુત્રી ચેલા નાનપણમાં ખૂબ જ સાત્ત્વિક વિચારની હતી, પણ ભગિનીના પ્રેમમાં ભૂલ કરી બેઠી. ચેલાની ભગિની કુમારી સુજ્યેષ્ઠા એક સુંદર છબી પર મોહી ગઈ, એ છબી હતી રસિક રાજવી શ્રેણિક બિંબિસારની. સુજ્યેષ્ઠા મનોમન રાજા શ્રેણિકને વરી ચૂકી. એણે રાજા શ્રેણિકને પોતાને હરી જવા સામે મોંએ કહેણ પણ મોકલ્યું હતું. એ વખતે ચેલાએ પોતાની ભગિનીને કહ્યું, | ‘રાજ કુંવરી રાજાને વરે, એ આપણું ભાવિ. એ રાજા તો સ્વર્ગના ઇંદ્ર જેવો. એને તો હજારો ઇંદ્રાણીઓ હોય. એમાં એક ઇંદ્રાણીના ભાગમાં શું આવે? આવા જીવનમાં પતિનો સહારો ન હોય, પણ ભગિની સાથે હોય તો સહારો બની રહે.' પોતે સહારો બનવાના આશયથી પિતાના ઘરમાંથી ભાગી ! પણ નસીબ તો જુઓ, જે ભગિની સાથે એને ભાગવાનું હતું, જે મનથી રાજા શ્રેણિકને વરી ચૂકી હતી, એ રહી ગઈ અને જેણે માત્ર ભગિનીનો જ વિચાર કર્યો હતો, એ પરણી ગઈ! ઘટના એવી બની કે બંને બહેનો સાથે નીકળી; એમાં ચેલાની ભગિની સુજ્યેષ્ઠા ઘરેણાંની પેટી ભૂલી ગયેલી, તે પાછી લેવા ગઈ. એટલામાં બધે ખબર પડી ગઈ. સુભટો સામનો કરવા આવી પહોંચ્યા. રાજા રથમાં બેઠેલી સુંદરીને ઉઠાવીને ભાગ્યો. એ સુંદરી તે રાણી ચેલા ! રાણી ચેલા વિધિને વશ બની, પતિને પરમેશ્વર માનીને ચાલી, પણ એના દિલમાં સંસારનો રંગ નહોતો, વૈરાગ્યનો રંગ હતો. સાધુઓના સત્સંગની એ શોખીન હતી. રાજા શ્રેણિક મધુકર હતો. મધુ દેખતો ત્યાં રાચતો. પણ રાણી ચેલાને એની કશી પડી નહોતી. એ તો હંમેશાં સાધુઓના સંગમાં રાચતી. એક વાર ચેલાએ કડકડતી ઠંડીમાં તપ કરતા સાધુને જોયા. શાલ-દુશાલા ઓઢચા છતાં પોતાનાં અંગ થરથરતાં હતાં, ત્યારે આ તો ખુલ્લી કુદરતમાં તપ કરતા નગ્ન સાધુ ! ચેલાના હૃદયમાં સાધુનું તપ બેસી ગયું. એ રાતે એ બબડી, ‘અરે, એમને કેમ હશે ?' પાસે સૂતેલા ભોગી ભ્રમર જેવો રાજા જાગતો હતો. એણે નિદ્રાધીન પત્નીના મુખમાંથી સરતા શબ્દો સાંભળ્યા. એણે વિચાર્યું કે ચેલા પાપિની છે. એનું મન બીજામાં છે. તરત દરવાનને બોલાવ્યો. ન પૂછગાછ, ન ખુલાસો. તરત એકદંડિયા મહેલમાં એને કેદ કરાવી. પણ રાણી શરદ ઋતુનું સ્વચ્છ જળ ! એ વખતે ભગવાન મહાવીર ત્યાં આવ્યા, ને ચેલાના ચારિત્ર્યને એમણે ભરસભામાં વખાયું. 44 D શત્રુ કે અજાતશત્રુ માણસનું ખરાબ કે સારું એનાં કર્મ જ કરે છે. માણસ માણસને કંઈ કરી શકતો નથી. એ તો નિમિત્ત માત્ર છે.' રાણી ચેલા પર રાજા મુગ્ધ થઈ ગયો. પણ એ પવિત્ર સદર્ય એના મનને ભરી ન શક્યું. કામના કાગડાને મિષ્ટાન્ન ન ભાવે, એ ન્યાયે રાજા વૃદ્ધ ઉંમરે નવા નવા શોખ જગાવતો ગયો. દુર્ગધા નામની એક ગોપકન્યા પર એ આસક્ત થયો. રાજાને કોણ ના કહે ? એ નવ વર્ષની કોમળ કળીને વરી લાવ્યો. ને આખરે એ શોખે એને કેદમાં નંખાવ્યો. રાણી દુર્ગધાને એણે સુગંધા માની, પણ એ દુર્ગધા જ નીકળી. છતાં ચેલા રાણી એનાં એ રહ્યાં. પતિના કારાગારની કાળરાત્રિઓમાં એ કૌમુદી બનીને વરસી રહ્યાં. કેશમાં આસવ ભરીને, અંબોડામાં મધુગોલ ક લઈને એ પતિને આશ્વાસનરૂપ બની રહ્યાં. કોઈક ફૂલ કાંટા ખમીને પણ સુગંધ આપવા સરજાયાં હોય છે. - એ સાસુ-રાણી ચેલાની પોતે પુત્રવધૂ રાણી પદ્મા ! પદ્મારાણી ભૂતકાળના વિચારમાંથી જાગી. એ આજ રાજરાણી હતી; યુવરાજને જન્મ આપનારી રાજી માતા હતી. પુત્રની સાથે ગેલ કરતા પતિને વારંવાર જોતી એ બત્રીસ ભોજનનો થાળ ગોઠવી રહી. આ વખતે રાણી ચેલા પણ ન જાણે કેમ પણ કારાગારમાંથી વહેલાં ત્યાં આવી પહોંચ્યાં. પદ્મા રાણીએ ઊઠીને સાસુનો સત્કાર કર્યો. રાજ કારણી જીવોના અંતરમાં એટલાં ભીતિ અને વહેમ હોય છે કે સાચો નેહસાગર સુકાઈ જાય છે. કોઈ વાર કોઈ નેહવાદળી વરસે તોય સૂકું સાગરનું તળ એને શોષી જાય છે. પણ રાણી ચેલા તો નેહની જીવંત સરિતા હતાં. સહુ કોઈ એમની મહાનુભાવતા તરફ માન રાખતાં. રાજા અશોક માતાને જોઈ પુત્રને રમાડવો મૂકી, જમવા બેઠો. જમતાં જમતાં એનું જાગેલું કવિહૃદય ખીલી ઊઠ્યું. રાજાને સુજન કોણ રહેવા દે ? D 45
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy