SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નવ વર્ષની રાણી આજે રતિરૂપ ધારીને બેઠી હતી. વાળના ગુચ્છા હોળીને એમાં રંગરંગનાં ફૂલ નાખ્યાં હતાં. હાથે મધુર ૨૦ કરતાં વલય અને પગે પાયલ બાંધ્યાં હતાં. રોજ મગધરાજને જોતાં ત્રાસ અનુભવતાં નવાં રાણી આજે હસીને સામે આવ્યાં; વૃદ્ધ રાજાના કંઠમાં હાર થઈને લટકી રહ્યાં. રાજાએ રાણીને આખી ને આખી ઊંચકી લીધી, રાણી ફૂલદડો થઈને રાજાના ઉલ્લંગમાં રમી રહી. અને રમતાં રમતાં રાણીએ હઠ લીધી : ‘આજે તમે થોડા થાઓ, અને હું સવારી કરું.’ રાજાએ આ બાલચેષ્ટા માટે ના કહી. રાણી રિસાઈ ગઈ. હોઠ ફુલાવી, નાકનું ટીચકું ચઢાવી એ બોલી, “ઘોડા થાવ તો હા, નહિ તો ના ! મારે અસવાર થયું છે.' મગધરાજ જેવા મગધરાજ એક ત્રણ ટકાની છોકરીના ઘોડા થાય ! અરે, એ તે કેમ બને ? પણ રાણીએ હઠ લીધી. વૃદ્ધ રાજાને એ કન્યકાના મનને તરછોડવું ન ગમ્યું. બાળહઠ છે ! સ્ત્રીહઠ છે ! રાજી કરવી ઘટે . જેના બોજ થી આખું મગધરાજ થરથરતું એ રાજવી પોતે ઘોડો બન્યો ! રાણી પોતાનો નાનોશો ચાબુક વીંઝતી રાજ -ઘોડા ઉપર ચઢી બેઠી અને ડચ ડચ કરતી બોલવા લાગી. ‘ઘોડો રવત, ઘોડો અવત. ચાલ, ઘોડા ચાલ ! નગરી વૈશાલી જઈએ, નર્તકી અંબપાલીને ઘેર રહીએ. મજા કરીએ !' વૃદ્ધ રાજા રાણીની વાતોને હસતો હસતો સાંભળી રહ્યો, અને ફૂલકળી જેવાં રાણીનો બોજ ઊંચકીને ચાલી રહ્યો. થોડી વારે રાણીની માખણ જેવી પીંડીઓને દાબતો રાજા બોલ્યો, ‘રાણી ! હવે ઊતરો !' પણ રાણી તો ન માની. બેસી જ રહી. થોડી વારે રાણીનો અવાજ ન આવ્યો. વજન કંઈક ભારે લાગ્યું. રાજા ઊંચે જુએ છે તો કોઈ બીજું . અરે ! આ તો યુવરાજ અશોકચંદ્રનો અંગરક્ષક, મગધનો મલ્લ પરશુરામ! વૃદ્ધ રાજા ખડો થવા ગયો ત્યાં એના પગ ખેંચાયા. કોઈએ પાછળથી તાણીને એના પગ બાંધી લીધા. ત્યાં હાથ ખેંચાયા. કોઈએ હાથ તાણીને બાંધ્યા. રાજા તરત જ દોરડાથી મુશ્કેટાટ બંધાઈ ગયો. એને તરત એક લોહપિંજરમાં પૂરવામાં આવ્યો. થોડીવારમાં કેદી રાજાએ શેરીઓમાં પહડ વાગતો સાંભળ્યો. ‘ગણતંત્રના પક્ષપાતીઓને દેશવટો દેવાનો આજે મગધના શાણા હિતચિંતકોએ નિર્ણય કર્યો છે. એ મુજબ ગણતંત્રના પહેલા પક્ષપાતી રાજાને ગિરફતાર કરવામાં આવ્યો છે, ને સર્વ સામંતોની સંમતિથી યુવરાજ અશોકચંદ્રને સિહાસનાધિપતિ 40 શત્રુ કે અજાતશત્રુ બનાવવામાં આવ્યા છે. યશ અને યુદ્ધ બંનેના રોકેલા પ્રચારને ફરી મુક્ત કરવામાં આવે છે. મગધ કોઈથી નહિ દબાય, મગધ કોઈનું ગુલામ નહિ થાય. મગધ અવિજેય છે, અને અવિજેય જ રહેશે.' અને શેરીઓમાં સેનિકો ખુલ્લા શસ્ત્ર ફરવા લાગ્યા. કેવું આશ્ચર્ય ! કેસરીસિંહ સમા રાજા શ્રેણિકની ગિરફતારી સાથે મગધમાં તે દિવસે એક ચકલું પણ ચીં ન કરી શક્યું ! ઘરમાંથી જૂનો કચરો કાઢી સાફ કરવામાં આવે, એમ મગધમાંથી વૃદ્ધ રાજાના તરફદારોને બરતરફ કરવામાં આવ્યા. દુર્ગધા રાણીએ નવા રાજા પાસે ફરિયાદ કરી : ‘આવા વૃદ્ધ રાજાને મારું, સૌભાગ્ય રોળવાનો કયો અધિકાર ?' નવા રાજાએ ન્યાયશાસન પર ચઢીને પોકાર કર્યો, ‘મગધનું રાજતંત્ર પરમ ન્યાયી છે. એ પિતા, માતા કે પુત્રના ભેદને જોતું નથી. રાજાજીનો ગુનો સામાજિક તેમ જ ધાર્મિક બંને રીતે ભયંકર છે. નવ વર્ષની બાળા પ્રત્યે કામુક દૃષ્ટિ રાખવી એ પ્રજાની તંદુરસ્તી માટે ભારે ભયંકર વસ્તુ છે. વૃદ્ધ મહારાજને એમના આ ગુના બદલ રોજ સો કોરડાની સજા થશે.' લોકોએ આ ન્યાયને વખાણ્યો, પણ આ ન્યાયે વૃદ્ધ રાજાનાં રાણી અને હાલનાં રાજમાતા ચેલાને વ્યાકુળ કરી નાખ્યાં. એમણે પુત્રને જખમ પર મીઠું ભભરાવવાની ના કહી, પણ પુત્ર ન માન્યો. એણે કહ્યું કે ન્યાયની વચ્ચે કોઈની દખલ નહિ ચાલે. આખરે માતાએ પતિને નવા દુ:ખમાં આશ્વાસનરૂપ થવા રોજ પતિ સાથેની મુલાકાતની મંજૂરી માગી. એ મંજૂરી મળી. ચેલા રાણી રોજ રાજ કેદી બનેલા પતિની મુલાકાત લેવા લાગ્યાં. પણ આજે પતિને મળીને એ વહેલાં વહેલાં પાછાં વળ્યાં હતાં. એમના અંતરમાં પરમ વિષાદ અને દુ:ખનું ઘમ્મરવલોણું ઘૂમતું થયું હતું, અને એ પુત્રને કહેવાની અનિચ્છા છતાં બે શબ્દ કહેવા માગતાં હતાં. જ્યારે એ પુત્રના મહેલે પહોંચ્યા ત્યારે પુત્ર જમવા બેસવાની તૈયારીમાં હતો. # રાજા શ્રેણિક અને અભયકુમારના જીવન માટે આ લેખકનું ‘નર કેસરી કે નરકેશ્વરી* જુઓ. રાજ કેદીની ગઈકાલ D 41
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy