SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંત ક્યાંય રહ્યું નથી, તેમ છતાં બધે એકાંત છે રાણીજી ! છતાં ચાલો બેસીએ. માણસ ગમે તેટલો કઠોર થાય, પણ એના મમત્વને સર્વથા મારી ન શકે.” રાજ કેદી અને રાણી અંદરના ભાગમાં ગયાં. પહેરેગીર બહાર ચાલ્યો ગયો. રાણીએ એકાંતમાં જતાં જ રાજાનો ડગલો ધીરેથી ખેંચી લીધો, “ઓહ ! આ શું ? આટલો બધો માર !' ચેલા રાણી બેભાન જેવાં બની ગયાં. થોડીવારે સાવધ થતાં એ બોલ્યાં : ‘હું અશોકને ફરિયાદ કરીશ, ઠપકો આપીશ, આવો જુલમ!” ‘તો હું તમને ફરી મુલાકાત આપીશ નહિ. સુશીલ દીકરો મારો પરલોક સુધારી રહ્યો છે. શું હજીય આ લોકના લહાવા લેવા બાકી છે ? તમે શા માટે આડે આવો છો ?' ‘પણ આટલી નરાધમતા ' ‘નરાધમ તરફ નરાધમતા જ શોભે રાણી ! યાદ કરો એ નરાધમને, જે તમારા જેવી સતી તરફ શંકાની નજરે જોતો થયો હતો ને જેણે તમને એકદંડિયા મહેલમાં પૂર્યા હતાં ! શું હું રાજા થયો એટલે કર્મદેવ મને માફ કરે ? યાદ છે તમને ? આપણા પ્રભુએ એકવાર છડેચોક મને કહ્યું હતું કે તમારું નરકેસરીપણું નરકેશ્વરીપણાને જન્માવશે.’ મગધરાજે જૂની વાતો ઉખેળવા માંડી. “ઓહ ! પણ આ તમારા જખમ ! અરે, હું તો એ જોઈ પણ નથી શકતી. આજ હું અશોકની પાસે મા થઈને ભિક્ષા માગીશ; કાં કોરડાનો માર બંધ કરે, કાં એ માર મને મારે. હું પણ તમારું અર્ધાગ જ છું ને !' ચેલાના શબ્દોમાં પુણ્યપ્રકોપ હતો. ઓહ ! સ્ત્રીહૃદય ક્યાંય થવું નથી. પણ રાણી ! તમારા સતીનાં ચરણમાં પડું છું. ભલાં થઈને મારા દીકરાને કંઈ કહેશો નહિ. કદાચ તમારું આવવું બંધ કરી દે! તમને જોઉં છું ત્યારે મને પ્રભુ યાદ આવે છે !' મગધરાજે કહ્યું. ‘પણ આ માર ? કોઈ પોતાના આંગણાનાં પશુને પણ આ રીતે તો ન પીટે.’ રાણીની વાણીમાં વેદના ભરી હતી. ‘એમાં આપણા દીકરાનો વાંક શોધવો ખોટો છે. એ તો સંસારનો નિયમ છે, કે રાજા સેવકોને ઝાડ પરથી બે ફળ લેવાનો હુકમ કરે, તો સેવકો આખું ઝાડ પાડી નાખે. દેવદત્ત માને છે કે હું ગણતંત્રનો હિમાયતી છું. રાજતંત્ર ચલાવનારની આ બેવફાઈ ભયંકર છે. ‘તમને એ કાવતરાખોર મનાવે છે, દુ:ત્યાં થાય છે.' ‘મને શું કામ, રાણી, મારા પ્રભુને પણ તેઓ ગણતંત્રના છૂપા પ્રચારક લેખે છે. સર્વ વર્ણ સમાન-એ સંદેશમાં તેઓ ભયંકર ઉકાપાત ભરેલો માને છે. ભગવાન 30 1 શત્રુ કે અજાતશત્રુ મહાવીર અને ભગવાન બુદ્ધને પણ એમાં સામેલ લેખે છે. મારો જીવ તો કદાચ લેશે, પણ દેવદત્ત તો તેઓનો પણ જીવ લેવા માગે છે. ગણતંત્રનું હિમાયતી એક પંખી પણ જીવવું ન જોઈએ, એ એમની પ્રતિજ્ઞા છે.’ મગધરાજે સ્થિતિ સ્પષ્ટ કરી. ‘દેવદત્તનો બધો ઇતિહાસ હું જાણું છું. એ લોકગુરુ ભગવાન બુદ્ધનો સગો છે. શાક્ય કુળનો છે. શાક્ય રાજતંત્ર મહાજનસત્તાક છે.’ ‘રાણી ! ત્યારે આ તો મૂળનો વિરોધી છે.' ‘હા. તે પહેલાં એ બુદ્ધનો શિષ્ય હતો. ભારે મહત્ત્વાકાંક્ષી છે. એની મહત્તાની આડે આવનાર કોઈને એ સહી શકતો નથી. એની ઇચ્છા બૌદ્ધ સંઘના નેતા થવાની હતી. એક દહાડો એણે તથાગત પાસે માગણી મૂકી. તથાગત એનો ઇન્કાર કર્યો. ત્યારથી એ તથાગતનો દ્વેષી બની રહ્યો. વળી દેવદત્ત જ્યાં ત્યાં રાજાઓમાં ફરતો અને યોગસિદ્ધિના ચમત્કાર દેખાડતો. એણે રાજ ગૃહીમાં આવી યુવરાજ અશોકને કંઈ કંઈ સિદ્ધિઓ બતાવી વશ કર્યો.’ ‘રાણી ! હું કેટલો બેખબર રહ્યો ! મને તો બે વાતની રઢ લાગી હતી. એક ભગવાનનો ઉપદેશ સાંભળવો અને બીજું અંતઃપુરમાં યૌવનાઓ સાથે રમવું.’ મગધરાજ પોતાના અપરાધનો સ્પષ્ટ એકરાર કરી રહ્યા. *પ્રથમ એણે ભગવાન બુદ્ધ પાસે નેતાગીરી માગી, એ મળી ગઈ હોત તો એની મહત્ત્વાકાંક્ષા પૂરી થાત, પણ નેતાગીરી આપવાને બદલે તથાગતે ધર્મપરિષદમાં કહ્યું, ‘ભિખુઓ ! દેવદત્ત ખોટે માર્ગે છે. કેળાં કેળનો નાશ કરે છે, વાંસનાં ફળો વાંસનો નાશ કરે છે, અને લૌકિક સિદ્ધિઓ વડે મેળવેલો લાભ મૂર્ખ મનુષ્યોનો નાશ કરે છે.બસ, ત્યારથી દેવદત્તને ખાટી ગઈ અને એ તથાગતનો દુશ્મન બની ગયો. અને તથાગત પ્રત્યેના વેરભાવને કારણે અહિંસા, ગણતંત્ર ને મહાજનસત્તાક, એ બધાં એનાં વેરી બની ગયાં.' રાણી ચેલાએ વાત વિસ્તારથી કહી. | ‘રાણી ! આજે વાત નીકળી છે, માટે વાત કરું છું, પણ એથી મારા પુત્રને લેશ પણ ઉપાલંભ ન દેશો.’ ‘લૂણ અને પાણી ભળી ગયાં છે; કંઈ જુદું પડી શકે તેમ નથી. રાજતંત્રમાં આપણો અવાજ ક્ષીણ થઈ ગયો છે, ને દેવદત્ત જેવાનો પ્રબળ થઈ પડ્યો છે! હું કહું તોય કશું વળે તેમ લાગતું નથી.' રાણીએ કહ્યું. ‘તો સાંભળો ! એક રાતે હું સૂતો હતો; અચાનક કોલાહલથી જાગી ગયો; જોયું તો મારા શયનખંડના પહેરેગીરોએ અશોકને પકડેલો. અશોકના હાથમાં ઉઘાડી તલવાર ચમકતી હતી. પૂછવું, ‘વત્સ ! આમ કેમ ? શા કાજે ?' ‘અશોક બોલ્યો, ‘હું રાજસંચાલન માટે ઉત્સુક બન્યો છું, અને તમે...' અપ્સરા શું અમી લઈને આવી ? 1 31
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy