SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સતીઓનાં સત પર તો પૃથ્વી ટકી રહી છે, નહિ તો આપણાં પાપ તો આથીય વધુ સજાને યોગ્ય છે !” દેવદત્ત બોલ્યો. એની વાણીમાં મર્મભેદી વ્યંગ હતો. ‘દેવદત્ત ! સંસારમાં સૂરજ પ્રકાશે છે, તે આવી કોઈ સતી સ્ત્રીના પ્રતાપે! તું અને હું તો નકામા પૃથ્વીને ભારરૂપ છીએ. ભાઈ ! રાણી ચેલાના સ્ત્રીત્વને પણ વંદું છું, મર્યાદાને પણ વંદું છું, યૌવનને પણ વંદું છું. રૂપને પણ વંદું છું, દેહને પણ નમું છું. સહુને કહું છું કે સદાચરણની સદેહ માનવમૂર્તિ જોવી હોય તો રાણી ચેલાને જોજો.’ રાજ કેદીએ રાણી ચેલાની આપોઆપ પ્રશંસા કરવા માંડી. ‘દેવદત્ત ! કર્તવ્યમૂર્તિ રાણી ચેલાનો વિચાર કરું છું ત્યારે ખાંડાની ધાર પર ચાલતો નટ યાદ આવે છે. પત્નીધર્મ તો એનો, માતૃધર્મ તો એનો, સંતાનધર્મ તો એનો, કુટુંબધર્મ પણ એનો. સંસારની પ્રત્યેક સ્ત્રી એક અર્થમાં તપસ્વિની છે.” ‘જૂઠું બોલો છો, રાજવી ! તમે તો રૂપની શેતરંજ પર રૂપભરી સ્ત્રીઓને સોગઠી બનાવી સદા રમતા રહ્યા છો. સ્ત્રીને તો તમે શયનગૃહની મોજ માની છે.’ દેવદત્તે રાજવીના ભૂતકાળને ઉખેળ્યો. કેદીને જાણે કોઈ વીંછીએ ડંખ માર્યો. પળવાર એ વેદના અનુભવી રહ્યો. થોડી વારે સ્વસ્થ થતાં એણે કહ્યું, ‘દેવદત્ત ! તને આ મીઠા પાયેલા કોરડા કરતાં શબ્દના કોરડા મારતાં બહુ ફાવે છે. દિલ પર જે જખમ પડ્યા છે, એમાં તું મીઠું ભભરાવે છે. પણ હવે તો મને એ મલમપટા જેવા લાગે છે. તારી વાત સાચી છે. સ્ત્રીને મેં શયનગૃહની જ મોજ માની. પરિણામ તું જુએ છે. મારી મગધની પ્રજા મારા જેવા ભ્રષ્ટ રાજવીની સહાનુભૂતિ માટે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી !' તો હું રજા લઉં.” દેવદત્ત રજા માગી. જરા રાણીને મળતો જા ! એ પણ એક વિભૂતિ છે. ભગવાન મહાવીરનો હું જૂનો ઉપાસક, પણ ભગવાને વખાણી તો રાણી ચેલાને !” કેદીએ કહ્યું. ઓહ ! રાજતંત્રના શત્રુઓનાં નામ મારી પાસે ન લેશો. ચેલાને તો મહાવીર વખાણે જ ને ! એક તો ગણતંત્રની રાજકુંવરી અને બીજી પોતાના મામાની દીકરી! ભારે કારસ્તાન રચ્યું છે તમે બધાએ. ચારે તરફથી રાજાશાહી મિટાવવાનો તમારો નિરધાર છે. હકવાળાને બાવા બનાવવા ને બાવાને રાજા બનાવવા, એવી તમારી તરકીબ છે. રાજા અશોકચંદ્ર આટલા બાહોશ ન હોત તો, મગધ ક્યારનું વૈશાલીનું ખંડિયું રાજ્ય બની ગયું હોત !” દેવદત્તે જરા ક્રોધમાં કહ્યું. ‘દેવદત્ત ! જરા વાતને સમજ, વસ્તુને સમજ , આદર્શ રાજતંત્ર એનું બીજું નામ જ ગણતંત્ર ! અમને તમે મારી શકશો, પણ વૈશાલી મોજૂદ છે ત્યાં સુધી 26 | શત્રુ કે અજાતશત્રુ ગણતંત્રને તમે મારી નહિ શકો.' રાજ કેદીએ કહ્યું. ‘ઓ બૂઢા રાજા !” દેવદત્તે દાંત કચકચાવ્યા, ‘આજ તો તને એ ખાનગી વાત કરવામાં હવે જોખમ નથી. મગધના નવા રાજાએ, રાજકુમારોએ, સામંતોએ, શ્રેષ્ઠીઓએ, લોહીના અક્ષરે પ્રતિજ્ઞા લીધી છે કે વૈશાલીને જમીનદોસ્ત કરીને જ જંપીશું. વિદ્વાન બ્રાહ્મણોએ અને સુપ્રસિદ્ધ ક્ષત્રિય કુળોએ પણ આમાં સાથ આપવાનો નિરધાર જાહેર કર્યો છે. ગણતંત્રના ટેકેદાર મહાવીર અને બુદ્ધ ચારે વર્ણને સમાને જાહેર કરી એમની મહત્તા ધૂળધાણી કરી નાખી છે, યશને નષ્ટ કર્યા છે, શિકાર અને યુદ્ધ બંધ કરાવ્યાં છે. એમણે શસ્ત્રોની ને યુદ્ધોની છડેચોક નિંદા કરવા માંડી છે, કારણ કે માણસ નિઃશસ્ત્ર બને તો તમે એને ઘેટાંની જેમ એક લાકડીએ હાંક્યા કરો. તમારાં આ કાવતરાં હવે ખુલ્લાં થઈ ગયાં છે !' ‘સિંહાસન પર માણસની સ્થાપના એ કાવતરાં ? માણસાઈનો વહીવટ એ કારસ્તાન ?' રાજ કેદીએ પૂછવું. રાણી ચેલા નજીક આવી ગયાં હતાં. એમના હાથમાં સુવર્ણ થાળ હતો. ‘પધારો રાજમાતા ! સુખી તો છો ને ?” દેવદત્તે રાણીનું સ્વાગત કરતાં કહ્યું . રાજમહેલમાં રહેનારું કોણ સુખી હોય છે ? ભલે પછી હું હોઉં કે તમે હો કે અશોક હોય !' રાણીએ શાંત સ્વરે કહ્યું; એમાં વીણાના મધુર ઝંકાર ભર્યા હતા ને સંસારનું સાચું સ્વરૂપે પ્રગટ થતું હતું. દેવદત્ત રાણીના જવાબનો જવાબ ન વાળી શક્યો. ‘ઘણું જીવો રાણી ! રાજમહેલમાં રહેનાર કોણ સુખી હોય ? નહિ તો મારા પ્રભુએ રાજમહેલ શું કામ છોડ્યો હોત ?” રાજ કેદીએ કહ્યું. ‘ઘણું જીવવાના શાપ આપો છો કે વરદાન, સ્વામી ? લાંબું આયુષ્ય એ તો જીવનનો શાપ છે.” રાણીએ કહ્યું. ‘રાણી ! મારે તો શાપ અને વરદાન બંને સમાન છે. જુઓ ને. કારાગારમાં કેદી કેવો સુખી છે, ને રાજમહેલમાં રહેતાં રાણી કેવાં દુઃખી છે !' રાજ કેદીએ હસતા મુખે કહ્યું. એણે પહેરેલો બકરાની ખાલનો ડગલો ઠીક કર્યો. દેવદત્તે ચાબુક પેટીમાં મૂકી દીધો હતો. અને વિદાય લેતાં કહ્યું, ‘હું જાઉં છું. આપને આપના પુત્રનું ને મારા શિષ્ય રાજા અશોકચંદ્રનું હંમેશાં શુભ ઇચ્છવાની પ્રાર્થના કરું છું. કારણ કે તમારા પુત્રનું રાજ છે, તો અમારા જેવા સાધુઓને લોકો ભિક્ષા આપે છે. નહિ તો ગણતંત્રમાં તો કહેશે કે માણસમાત્ર સમાન, બીજાં લાકડાં ફાડે તો તમેય લાકડાં ફાડો. ફિલસૂફી છાંડી દો, મુર્ખ ભેગા મુર્ખ બની રહો. સંન્યાસીઓને તો અહીં સ્થાન જ ક્યાં હતું ?' અપ્સરા શું અમી લઈને આવી ?L 27,
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy