SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ બેકકવર ટાઇટલ ભાગ-૧ ગણતંત્ર અને રાજ્યતંત્ર વચ્ચેના સંઘર્ષને આલેખતી શત્રુ કે અજાતશત્રુ (ભા. ૧૨) નવલકથા ભલે ઐતિહાસિક હોય પરંતુ એનું વિષયવસ્તુ તત્કાલીન સમયને પણ સ્પર્શે છે. પ્રજાતંત્રોની મુખ્ય તાકાત એમની એકતામાં છે અને જ્યારે એ એકતા કુસંપ અને વિલાસથી નિર્બળ બને છે ત્યારે પ્રજાતંત્ર પર પ્રચંડ આઘાત થતો હોય છે. આ નવલકથામાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીના પ્રજાતંત્રના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. વૈશાલી જ્યારે ભોગ, વિલાસ અને વૈભવમાં ગળાડૂબ હતી ત્યારે એને ખ્યાલ ન આવે એ રીતે મગધની સેના વૈશાલીની સરહદો પર પગદંડો જમાવતી હતી અને મગધપતિ અજાતશત્રુ એના પર વિજય મેળવે છે. ઇતિહાસની એ મુખ્ય વિગતો જાળવતી આ નવલકથામાં જૈન સાહિત્ય પરંપરામાં મળતી બિંબિસાર અને અજાતશત્રુની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. આમાં વૈશાલી ગણતંત્ર અને મગધના રાજ્યતંત્રની રાજકીય સંઘર્ષકથા આલેખાઈ છે. ભારત દેશ જ્યારે પ્રજાતંત્રના મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ નવલકથા અનેક રીતે મહત્ત્વની છે. લેખકની પરિસ્થિતિનો સર્વગ્રાહી દર્શન કરાવતી અને પાત્રને જીવંત રીતે આલેખતી કલ્પનાશક્તિ વાચકના મન પર ઊંડો પ્રભાવ પાડે છે. વૈશાલીના ગણતંત્રની આંતરિક અશક્તિઓ અને ક્ષતિઓ આલેખવા છતાં ગણતંત્ર પ્રત્યે વાચકનો પક્ષપાત જળવાઈ રહે તેવું આલેખન ચિત્રને સ્પર્શી જાય છે. શત્રુ કે અજાતશત્રુ જયભિખ્ખુ જયભિ સાહિણ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy