SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ ઘડીની પુણ્ય કથા હું તમને કહીશ. મારે વિદાય લેવાને હજી વાર છે.” ‘જલદી માહિતી આપ ! કદાચ હું તને બચાવી લઈશ.' રાજાએ પોતાનો કૃપાપ્રસાદ પ્રગટ કરતાં કહ્યું. | ‘બચાવનાર તું કોણ ? આવી આપઘાતી દુનિયામાં જીવવાથી અમે કંટાળ્યા છીએ. સિંહોનું સ્વરાજ ગયું. હવે વરુ અને ઘેટાનાં રાજ મંડાશે. ગણતંત્રનો કોઈ જીવ એમાં શ્વાસ પણ ન લઈ શકેમરતા માણસે ધર્મકથા કરવી, એવો નિયમ છે. માટે આ ધર્મકથા જેવી ઘટના તને કહીશ. કેવી એ પુણ્ય કથા ! અમે તને જરૂર બહાર કાઢીશું.’ આમ્રપાલીએ કહ્યું. મને સ્પર્શ કરશો મા ! મને જિવાડવા પ્રયત્ન કરશો મા. અલબત્ત, અમારી વાતો જગતને કહેજો. કદાચ જગત યુદ્ધની લોહીભરી તરસથી શાંત થાય તો ! અમે તો ઇચ્છીએ છીએ કે જગતની પ્રજા એક દહાડો એક થાય, સરખે ભાગે જમીન વહેંચી સમાન ભાવે જીવે ને આ યુદ્ધખોર રાજાઓને દેશનિકાલો આપે !' ‘રે ! મરતા માણસને મેર કહેવાથી શું ? ભાઈ ! તું તારી વાત કહે, મારે ગણનાયક ક્યાં છે એ જાણવાની જરૂર છે.' અજાતશત્રુએ મિશ્ર ભાવે કહ્યું. ‘સાંભળો ત્યારે એ કથા : વૈશાલીના ગણનાયકનો નિયમ હતો કે યુદ્ધને નોતરવું નહિ; આવી પડે તો આદરભાવથી નિભાવવું. તેઓએ જોયું કે ગમે તેટલા સંહાર પછી પણ વૈશાલીનો વિજય અશક્ય છે. એ પછી એમણે ફક્ત દશ તીરની છૂટ રાખી હતી. એ તીરથી એમણે મગધના કાલ, મહાકાલ જેવા પરાક્રમી રાજકુમારોને ઉપાડી લીધા. આટલી હિંસા પછી એમણે જોયું કે વૈશાલીનો ઉગાર નથી, અને પોતે જ્યાં સુધી રણમેદાન પર હશે ત્યાં સુધી થોડા ઘણા સૈનિકો લડાઈ નહિ છોડે, ને બળતી વૈશાલીને બચાવવાની વાત પર કોઈનું લક્ષ કેન્દ્રિત નહિ થાય. એટલે એમણે રથમાંથી તીર-કમાન નીચે નાખી દીધાં અને બોલ્યા : ‘હજી વધુ સૈન્યનો નાશ કરી શકું, પણ એથી વૈશાલીના ઉગારની આશા નિરર્થક છે. હવે તો જેટલું બચતું હોય તેટલું બચાવી લેવું જોઈએ. હું ભગવાન મહાવીરનો ઉપાસક. અહિંસા મારો જીવનમંત્ર. અહિંસાની પ્રતિષ્ઠા એ મારું જીવનકાર્ય. એ કાર્યમાં – કર્તવ્યયજ્ઞમાં હું નિષ્ફળ ગયો ! આશા હતી કે ગણતંત્ર જગતને યુદ્ધખોરીમાંથી ઉગારી લેશે, પણ એય ગફલતથી ન બન્યું. ધર્મનીતિ સામે કૂટનીતિ ફાવી ગઈ. જનકલ્યાણના યજ્ઞમાં હું હિંસાની આહુતિ ન આપી શક્યો તો હવે મારે મારી આહુતિ આપી દેવી જોઈએ, ઘણા કાયરોએ અહિંસાનો અંચળો ઓઢી હિંસાની જ્યોત જલતી રાખી; હું વીરની અહિંસા આચરવા માગું છું. આત્મભોગ !' આત્મભોગ નહિ, આપઘાત કહો. આવા લોકો સત્તાના સિંહાસન પર બેસીને 364 1 શત્રુ કે અજાતશત્રુ સાધુનો અંચળો ઓઢીને ફરતા હોય છે...રાજા અજાતશત્રુએ કહ્યું. ‘રાજા ! તારે જે કહેવું હોય તે પછી કહેજે . આ પછી મહાન ગણનાયકે ભાવના ભાવી : મગધ કે વૈશાલી, મારું કોઈ શત્રુ નથી. વિશ્વમૈત્રી મારું ધ્યેય છે. જગતમાં મૈત્રીભાવ પ્રસરે એ મારું લક્ષ છે.' ને ગણનાયક પાતાલ-કૂવાના કાંઠે જઈને ઊભા રહ્યા. કૂવો તો મડદાંથી ભરાઈ ગયો હતો. અને મડદાં જળની સપાટી પર તરતાં હતાં ! ‘ગણનાયકે વિચાર કર્યો, પોતે એ કૂવામાં જ ઝંપલાવે, અને આત્મસમર્પણ કરે, પણ પાણી ન સંઘરે તો ? પછી એમણે ચારે તરફ જોયું. લોઢાનાં બખ્તરોનો ભંગાર ત્યાં પડ્યો હતો, એ ભંગારને એમણે ગળે બાંધી લીધો ને ફરી પ્રભુનામનું સ્મરણ ક્યું, ફરી અવેરભાવના યાદ કરી, અને પ્રજાતંત્ર માટે વિશ્વમાં શાંતિ સ્થાપવાની ઇચ્છાને પુનઃ પુનઃ ભાવી ! | ‘પ્રયત્નમાં પુરુષાર્થી પાછો પડે, પણ હાર ન સ્વીકારે ! ભગવાન મહાવીરના સિદ્ધાંતો ઠેર ઠેર પ્રચાર પામે, તો જગ કલ્યાણ જરૂર થાય ! ગણનાયકે ફરી પ્રેમમંત્રને યાદ કર્યો ને કૂવામાં ઝંપલાવ્યું. ગળામાં બખ્તરોના ભંગારનો ભાર તો હતો જ , તરત એ કુવાને તળિયે જઈને બેઠા. | ‘કૂવાનાં પાણી થોડાં બડબડિયાં બોલાવી અને થોડાંક વર્તુલો જન્માવીને શાંત થઈ ગયાં. ફરી તરતાં મડદાંએ પાણી પર સ્થાન લઈ લીધું.’ ‘છેવટે કૂવામાં પડીને એ કાયરે આત્મહત્યા જ કરી, ખરું ને ? જીવવાનો મુશ્કેલ માર્ગ એ ન અપનાવી શક્યો !' અજાતશત્રુએ તિરસ્કારભર્યા સ્વરે પૂછ્યું. પણ એના કથનનો કશો જવાબ ન મળ્યો. વાત કરનાર મડદાં ભેગો મડદું થઈ ગયો હતો ! અજાતશત્રુ કે જગતશત્રુ D 365
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy