SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સંથાગારની શક્તિ તો ક્યારની આથમી ગઈ ! જુઓ, પ્રભુનો મોકલ્યો મગધરાજ તમને સજા કરવા આવી રહ્યો છે. પરિત્રાણાય સાધૂનામ્...' મહીનમન શ્લોક બોલવા લાગ્યો. એને અડધે અટકાવતાં જુવાનોએ કહ્યું : પ્રભુ ! કેવી જૂની માન્યતા ! કેવો જૂનો દેવ ! અને આપણું પરિત્રાણ એ છબીના દેવ ઉપર આધાર રાખે ?” પણ એ શબ્દોનો ત્યારે કોઈએ જવાબ ન વાળ્યો. મામલો વીફરી ગયો. કચરાજ પણ વિમાસણમાં પડી ગયા. ફાલ્ગની સાથેના સંપર્ક પછી તેની મહત્તા ઘસાઈ ગઈ હતી. થોડી વારમાં પૂનમની પાસે જ બીજાં શબો પડ્યાં હોત; ત્યાં સદ્ભાગ્ય સેનાપતિ સ્વયં ત્યાં આવી ગયા. વૈશાલીના પ્રજાજનોમાં જે થોડાઘણાનું માન હજુ અખંડિત રહ્યું હતું, તેમાંના આ એક સેનાપતિ હતા. અલબત્ત, એમણે પ્રજાને ગમતા કાયદાઓનું પાલન ચીવટથી કરાવ્યું હતું ને ન ગમતા કાયદાઓનું પાલન ચીવટથી ઢીલું રાખ્યું હતું. એમની લોકપ્રિયતા કદાચ આ કારણે ટકી રહી હતી. જો કે આક્ષેપો તો એમની સામે પણ થતા હતા. અલબત્ત, આ રાજ્યમાં અત્યારે પૂર્ણ કહેવાતા પુરુષોત્તમ જન્મ ધરે, તોપણ તેની અનેક અપૂર્ણતાઓ શોધી બતાવે તેવો યુગ હતો. કહેવાતું કે વૈશાલીની ભૂમિ પર નિષ્કલંક ચંદ્ર તો કોઈ હતું જ નહિ, છતાં ઘણા એમ માનતા કે કલંક વગર ચંદ્રની શોભા પણ ક્યાં છે ? ધોળા પાસે થોડું કાળું હોય તો જ ધોળું શોભે. સંપૂર્ણ તો એક પરમાત્મા છે, કારણ કે એ કલ્પનાની મૂર્તિ છે. સેનાપતિએ કહ્યું : “બહાદુરો ! આજ અંદર અંદર ઝઘડવાનો સમય નથી. આજે મગધને જીતો. પછી તમારા માટે સંથાગાર છે, છંદશલાકાઓ છે.’ ‘હા, અને અમારી રૂપાળી છોકરીઓને ગણિકા બનાવવાનું પણ છે. કાયદાઓ ફરવા ઘટે, નહિ તો, આજે અમે સ્પષ્ટ કહીએ છીએ કે, યુદ્ધ માં અમારો સાથ નહિ હોય.' આમ્રપાલીનો પિતા બોલ્યો. પોતાની પ્રાણપ્યારી પુત્રીની ગણતંત્રે કરેલી હાલત હજુ એનું હૈયું કોરી ખાતી લાગી. કાર્ય પ્રસંગે શરતો રજૂ કરવી હીનતા છે.' ‘એ સિવાય તમે સાંભળો છો પણ ક્યારે ?* સંથાગાર સાંભળવા માટે તૈયાર છે. મહાનમન !” ‘ત્યાં સો ઘેટાં એક સિંહને બનાવી જાય તેવો ખેલ ચાલે છે !' મહાનમનથી ન રહેવાયું. ‘મહાનમન ! તારા ત્યાગને વૈશાલી વંદે છે.” મીઠા શબ્દોના ઝેરથી મને હવે વધુ ન મારો, મારી રૂપવતી પદ્મિની પુત્રીનું જીવન ઝેર કરી નાખ્યું, તે કયા હક્ક ? એ બિચારી આજે સાધ્વી થવા નીકળી છે !” મહાનમને કહ્યું. “આ તો સો ચૂહા મારી બિલ્લીબાઈ પાટે બેઠાં ! એના પર દેશદ્રોહનો આરોપ છે. રોકો, સંથાગાર પર કોઈ શક્તિ છે !! જુવાનોએ પોકાર કર્યો. તેઓ આવા પોકારો કરવાને ટેવાયેલા હતા. પોકારોમાં જ પ્રાણ છે, અને જબાનની જાદુઈ લકડીથી ધાર્યો ફેરફાર થઈ શકે છે, એમ તેઓ માનતા. 308 | શત્રુ કે અજાતશત્રુ વૈશાલી ઠગાયું | 309,
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy