SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કરી નાખ્યો. એમણે કિલ્લા તરફ ઘોડો દોડાવ્યો. ખાઈ પાણીથી પૂરી ન શકાય, તોપણ દ્વાર તો તત્કાળ બંધ થવાં જ જોઈએ. આ વખતે કચરાજ મારતે ઘોડે નીકળ્યો. એની વીરહાકથી જાણે આખું વ્યોમમંડળ ગાજતું હતું. કચરાજની પાછળ સુરશર્મા ખોડંગતો ખોડંગતો ચાલતો હતો. એ જોર જોરથી પોકારો પાડતો હતો, “અરે, દગો થયો છે ! શત્રુ ઘરની ભાળ મેળવી ગયા છે ! જલદી શસ્ત્ર એકઠાં કરો ! જલદી સેના સંગઠિત કરો ! મગધરાજ દડમજલ યુદ્ધ કરવા આવી રહ્યો છે !' | ‘અરે મહાશય ! દેવી ફાલ્ગનીનો પત્તો મળ્યો છે !' એક સૈનિકે કચરાજને જોઈને મંગલસૂચક ખબર આપ્યા. ‘ક્યાં છે એ ?' કચરાજનાં યુદ્ધ માટે ઉત્તેજિત થયેલાં ભવાં ઢીલાં પડી ગયાં. ‘પ્રેમદરવાજે !” સૈનિકે કહ્યું. ચાલો, દોડો, પકડો એને !' કચરાજ દરવાજા તરફ દોડ્યો. ફાલ્ગનીના નામે ફરી એનામાં ઉત્સાહ પ્રેર્યો હતો. - “શું પકડશો, કચરાજ ?' સંદેશ લાવનાર અશ્વારોહીએ પાછળ ઘોડો હાંકતાં કહ્યું, ‘એ તો આકાશની પરી જેવી ક્યારની સરી ગઈ, ને પૂનમ એકલો પાછળ રહી ગય.’ | ‘પૂનમ ? પેલો વ્યંઢળ ?” કચરાજે કહ્યું, પાછળ આવતા અસવારે કચની બાજુ માં જ ઈને કહ્યું: ‘પૂનમ વ્યંઢળ નથી; એ તો ભારે વીર છે. એ એકલાએ વૈશાલીના સો સૈનિકોને તસુભર પણ આગળ વધતા રોકી રાખ્યા અને વૈશાલીને વ્યંઢળ બનાવી દીધું !' શું કહે છે ? પૂનમ વ્યંઢળ નહોતો ?' ના, ના, કચરાજ ! એ તો હમણાં જ ખબર પડી કે મગધની સિંહપાદ સેનાનો એ નામીચો સેનિક છે. એણે ફાલ્ગનીના ઘોડાને એડી મારી અને દોડાવ્યો. ફાલ્ગનીએ કહ્યું કે, ‘પૂનમ, જ્યાં તું ત્યાં હું !' પણ પૂનમે કહ્યું : ‘વૈશાલીની પ્રજાનો, રાજ્યનો, સેનાનો તમને જેટલો અભ્યાસ છે, એટલો મને નથી; મેં તો માત્ર તમારી રક્ષાનું ધ્યાન રાખ્યું છે. તમે જાઓ, મગધરાજને મારો વંદન કહેજો !' કચરાજ ! ફાલ્ગની એ પછી આગળ વધી – પણ અનિચ્છાએ ! ને પૂનમે ધનુષ-બાણ સંભાળ્યાં ! આપણા સૈનિકોનું આખું જૂથ એની સામે થયું, પણ એણે અદ્ભુત બાણવિદ્યા બતાવીને મેઘની ધારાની જેમ તીરો વર્ષાવ્યાં ! આપણી સેના તીરોથી બચવા આઘીપાછી થઈ ગઈ. સૌએ વિચાર્યું : નાહક મરવાથી શો લાભ ? ફૂટનીતિથી કામ લો. છોડીછોડીને કેટલાં તીર છોડશે ? છેવટે તીરો ખૂટી જશે - 304 D શત્રુ કે જીતશત્રુ એટલે આપણે હલ્લો કરી દઈશું.’ વાહ રે વૈશાલીના વીરો, તમારો લાભાલાભ ! તમારી કૂટનીતિ ! કૂટનીતિ તો મહામંત્રી વર્ધકારની ' કચરાજે નિસાસો નાખતાં કહ્યું. પણ એમને અચાનક એક વહેમ પડ્યો : “અરે, પણ તુંય મગધમાં ભળેલો તો નથી ને ?' કાં ?” સૈનિકે કહ્યું. મને વહેમ પડે છે. અત્યારે દોસ્ત કે દુશ્મન કોણ તે પારખવું મુશ્કેલ છે. વારુ, આગળ વાત કહે.' કચરાજે કહ્યું. ‘આપને વાત કરવાની પણ જરૂર નથી. આપ બધું નજરે જોઈ લેજો.’ સૈનિકને લેણ કરતાં દેણ થતાં ખોટું લાગ્યું. ‘આ તો મેં એક શંકા કહી. નાહક તું...' ‘તમને શંકા ઘરમાં જ કરવી કાં ગમી ? જેના પર શંકા કરવા જેવી હતી એના પર તો વિશ્વાસ મૂક્યો !' કચરાજ આવા જવાબ માટે ટેવાયેલા નહોતા, પણ ગણતંત્રમાં તો સામાન્ય સૈનિક પણ આવા સવાલ-જવાબ કરવાની હિંમત ધરી શકતા. બંને જણા ઘોડા દોડાવતા પ્રેમદરવાજે પહોંચ્યા. એક ટોળું ત્યાં એકત્ર થયેલું હતું, ને વચ્ચે લોહીના ખાબોચિયામાં પૂનમ પડેલો હતો. એ નિમ્પ્રાણ હતો, તોય એનું મોં અને ભરાવદાર દાઢીમૂછ હજીય ભયકારક લાગતાં હતાં. અરે ! કચરાજ આવ્યા !' એ ક જણાએ કહ્યું ને ટોળાએ ખસીને માર્ગ આપ્યો. કચરાજ ઘોડા પરથી નીચે ઊતર્યો ને પૂનમ પાસે ગયો. “અરે ! એશ્વ આ બાજુ લાવો !' એક જણાએ કહ્યું. ‘રહેવા દો, એમને દોસ્ત-દુમનમાં સમજણ પડતી નથી. હું ડાહ્યો થઈને વાત કહેવા ગયો તો મારા પર જ શંકા લાવ્યા !' પહેલાં ખબર આપવા ગયેલ સૈનિકે ખીજમાં કહ્યું. ‘તે અલ્યા, કરતા હોય એ કરીએ ને છાશની દોણી ભરીએ ! નાહકનો દોઢ ડાહ્યો થઈને દોડ્યો હતો તે ! આ તો મહાજનનાં કામ ! આમાં ક્યાં કોઈને ઘેર વિવાહ હતો ! આપણે લડીશું ને એ જીતશે તો ફરી એ બધા અમન-ચમન કરશે, ને આપણાં બાળબચ્ચાં ભૂખે મરશે.’ કેટલાક લોકોએ એને ઉપદેશ આપવા માંડ્યો. ‘પૂનમને અહીં તળ કોણે રાખ્યો ?' કચરાજે પૂછવું. અમે... અમે... અમે...” ચારે તરફથી આવજો થયા. ‘બાણથી કે તલવારથી ?” વૈશાલી ઠગાયું 1 305
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy