SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 41 વૈશાલી ઠગાયું ‘માગધિકે શા માટે ? ઓહ ! તમારા મનમાંથી હજી પણ ભૂમિના ભેદ નથી જતા ! ફાલ્ગની પરમ વૈશાલિની છે, પરમ વૈદેહી છે.' કચ આવેગમાં બોલ્યો. | ‘વૈશાલીમાં હવે આવાને પરમપદ મળશે, એટલે વૈશાલીના દહાડા વાંકા સમજ વા !' સામંતે કહ્યું. ‘તમારી સાથે વાદ કરવા માગતો નથી; ફાલ્ગનીને શોધી કાઢો.’ કચ જરા ઉગ્ર બની ગયો. અને ફરી શોધ શરૂ થઈ. પણ આખો મહેલ એમ ને એમ ખાલી પડ્યો હતો. ખીલી પણ પોતાના સ્થાનથી ખસી નહોતી, ફક્ત દેવી ફાલ્ગની જ ત્યાં નહોતી ! ઓહ ! જેમ પ્રાણ વગર દેહ લાગે, ચંદ્ર વિના રાત્રિ લાગે, હરિયાળી વિના પૃથ્વી લાગે, તેજ વિના અગ્નિ લાગે, મોતી વિના છીપ લાગે, મણિ વિના સર્પ ભાસે, તિલક વિના તરુણી લાગે....!' કચરાજ જાણે કાવ્ય સર્જી રહ્યા. મહારાજ ! કાવ્ય ને અલંકાર મૂકી દો. સાહિત્ય સર્જવાનો હવે સમય રહ્યો લાગતો નથી. સમરાંગણમાં ચાલો. મગધસેના નજીક આવી લાગે છે. મગધનાં ગુપ્તચર પંખી વૈશાલીની ગુપ્ત વાતો લઈ ઊડી ગયાં છે !” સુરશર્મા હાથમાં તલવાર લઈને ખોડંગતો ત્યાં આવ્યો, ને બોલ્યો. ‘રે બૂઢા ! વૈશાલીના વિશાળ દિલને સાંકડું કરનારી વાતો ન કર !” કચનું મન જાણે હજીય માનતું ન હતું. ‘કચરાજ ! મને દેવી હોય એટલી ગાળ દે. પણ વૈશાલી ભયંકર વિપત્તિમાં ઘેરાઈ રહ્યું છે, એમાં સંદેહ નથી. અંદરના ભેદનો પૂરો પત્તો મળી ગયો છે. વૈશાલી વગર લડ્યું હણાઈ ગયું, કાણું થઈ ગયું !” ને બધા પર જાણે વીજળી પડી. મહામંત્રી વર્ષકાર ગુમ ! દેવી ફાલ્ગની બેપત્તા ! આખા વૈશાલીને આ વર્તમાન મળતાં એક પ્રકારનો ધક્કો લાગ્યો : અરે, આ બન્ને જણાં તો વૈશાલીનાં બની એની સેના, એનો ખજાનો, એની આંતરિક સમરસ્થિતિ એ બધાંનો તાગ લઈ ગયાં ! | ‘જલદી જાઓ ! ઉતાવળા અશ્વ દોડાવો ! પીછો લો ! ધનુર્ધરોને કોટ પર ચઢાવો ! અને જ્યાં હોય ત્યાં તેઓને વીંધી નાખો !” જોરશોરથી હુકમો છૂટવા લાગ્યા. વૈશાલી ભયમાં છે. કોટનાં દ્વાર બંધ કરો. ખાઈમાં પાણી ભરી દો અને રણભેરી ફરી બજવા દો !! બધેથી બૂમો પડવા લાગી, પણ બૂમ પાડનારા ખુદ ઊભા હતા; સાંભળનારા પણ ઊભા હતા; જાણે સહુ બોલવામાં જ કર્તવ્યની ઇતિશ્રી માનતા હતા. મહાન સંધિ-વિગ્રહિકે કહ્યું : “અરે ! આપણે અત્યાર સુધી ભ્રમમાં જ રહ્યા ! અંગ અને મગધ વચ્ચે સંધાન થઈ ગયું છે, ને અંગની રાજધાની ચંપાનગરનો આખો રાજ કોષ મગધને મળ્યો છે, ને વેપારમાં વધુ સગવડ મળશે, એવું વચન મળવાથી ત્યાંના શેઠોએ સત્તર કોટિ ભાર સુવર્ણ મગધને આપ્યું છે !” - ‘આપણા શેઠિયાઓને બોલાવો, અને કહો કે રાજ્યને સુવર્ણ આપે !' એક સામંતે કહ્યું. “શેઠિયા સોનું આપે, પણ તમારાં સોનાનું શું ? ગણિકાઓના ગળાના એ હાર બનશે, કાં ?” એક શેઠ જેનું નામ ભદ્ર હતું. તેણે કહ્યું. “અરે, અમે અમારાં માથાં દઈશું.’ મહાવીર નામના સામંતે કહ્યું. બકરાંની જેમ હલાલ થવાથી શું વળ્યું ? જ્યારે જાગવા જેવું હતું ત્યારે ન જાગ્યા, ઘર કરતાં બહારનો પ્રેમ વધુ રાખ્યો, ઘરનાં છોકરાંને ઘંટી ચાટતાં રાખ્યાં ને 300 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy