SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 40 ન્યાયદેવતા અદશ્ય ! ગણનાયકે આ વાત સાંભળીને ઊંડો નિશ્વાસ નાખ્યો : “અરે ! આ તો સૈનિકધર્મનો વિનિપાત છે ! લડે સૈનિક અને જશ તો સેનાપતિને મળે !' ના, મહારાજ ! દેવવર્માનું જાણીતું જૂથ એ વાત પર યુદ્ધમાંથી અળગું રહ્યું છે કે બીજાં જૂથોને મોજ શોખની સર્વ સામગ્રી રાજ પહોંચાડતું રહ્યું છે, ને અમને હંમેશાં પાછળ રાખ્યા છે. તો હવે પહેલા એ લડે ! જેણે ગોળ ખાધો એ ચોકડાં ખમે !' ‘ઓહ ! શું વૈશાલીના પાયા આટલા પોલા થઈ ગયા છે ! અંગત વિરોધ અત્યારે સામુદાયિક આપત્તિના પ્રસંગે ન શોભે.' ગણસેનાપતિએ કહ્યું. | ‘મહારાજ !' વધુ ખબર મેળવીને આવતા એક રાજ દૂતે કહ્યું: ‘આપના સેનાપતિપદ સામે જ વિરોધ કરીને પદ્મનાભ લિચ્છવીનું દળ મેદાન પર આવ્યું નથી. એ કહે છે કે ગંગાની ઉપરધારનું અમૃત જેવું પાણી સેનાપતિએ પોતાનાં ખેતરોમાં લીધું છે, ને નીચલા ઢાળનું પાણી અમને મળ્યું છે ! આ તે ક્યાંનો ન્યાય ?' યુદ્ધ પરિષદના આગેવાનો બધા ત્યાં એકત્ર થઈ ગયા, ને મેદાનનો મોટો ભાગ ખાલી જોઈ વિમાસણમાં પડી ગયા : ‘રે રાષ્ટ્રભાવના તરફની આ ઉપેક્ષા તો દેશને ખુવાર કરશે !' વિષાદનું મોટું વાદળ બધે ઘેરાઈ રહ્યું. એકાએક ગણનાયકને વિચાર આવ્યો અને એમણે ફરમાવ્યું : આ રણભેરી કોણે વગાડી, એ તો જાણો !' સહુએ કહ્યું કે “અરે, એ વાત તો આપણે પૂછી જ નહિ કે ભય ક્યાં આવ્યો ને રણભેરી કોણે વગાડી ?” આ વાતની તરત ખોજ ચાલી. એક કહે, અમે જાણતા નથી, બીજો કહે, અમને શી ખબર ? જવાબદારી કરતાં બેજવાબદારીમાં સહુ વધુ રાચતા. પોતાના ગળાનો ગાળિયો બીજાના ગળા પર કેમ મૂકવો, એમાં સૌ નિષ્ણાત લાગ્યા. તપાસ કરતાં કરતાં આખરે જાણવા મળ્યું કે ન્યાયદેવતા મહામંત્રી વર્ષકારે આ રણભેરી બજાવી છે ! નથી શત્રુ આવ્યા, નથી યુદ્ધ આવ્યું ! અરે ! ક્યાં છે મહામંત્રી વર્ષકાર ? તેડાવો અહીં ! શા કાજે વજ ડાવી રણભેરી ? રણભેરી એ શું છોકરાંનું રમકડું ‘ન્યાયદેવતા !' પડઘો પડ્યો ને ફરી અવાજ ગાજ્યો, ‘ન્યાયદેવતા મહામંત્રી વર્ષકાર !' પણ સામેથી કોઈ ઘોષ ન આવ્યો ફરી નિષ્ફળ અવાજનાં વર્તુલો રચાયાં. રાત પડી ચૂકી હતી ને વૈશાલીની શેરીઓ સૂની લાગતી હતી. વર્ષકારનો નવદીપ પ્રાસાદ સાવ ખાલી હતો. પ્રાણ ચાલ્યો જાય અને દેહ પડ્યો રહે, એવી એની હાલત હતી, વિરામાસનો એમ ને એમ પડ્યાં હતાં. એક આસન ઉપર વૈશાલીનો તૂટેલો ન્યાય દંડ પડ્યો હતો. આ ન્યાયદેડને ગ્રહણ કરીને વૈશાલીના ન્યાયદેવનું પદ એમણે શોભાવ્યું હતું. નવદીપ પ્રાસાદના મધ્ય ખંડમાં ન્યાયદેવતાની મૂર્તિ બિરાજતી હતી. વર્જાિ કારીગરોએ પ્રેમથી એને ઘડી હતી, ને સુવર્ણકારોએ મબલખ સુવર્ણથી એને મઢી હતી. મૂર્તિ પર સોનું તો પૂરેપૂરું હતું, અધવાલ જેટલું પણ ઓછું થયું નહોતું, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે મૂર્તિની નાસિકાનું છેદન થઈ ગયું હતું. લિચ્છવી યોદ્ધાઓએ ન્યાયદેવતાના નામના ઉપરાઉપરી પોકારો કરીને આખા પ્રાસાદને ગજાવી દીધો. પ્રાસાદના મંત્રણાગૃહના દીવા પણ હજી એમ ને એમ જલી રહ્યા હતા, ને એમાંથી અત્તરની ફોરમ છૂટતી હતી. પણ આગળ વધતાં માલૂમ પડ્યું કે સામે જ વિસ્ફોટક પદાર્થોનો ઢગ પડ્યો હતો, અને દીવાની અને એની વચ્ચે એક સીંદરીથી જોડાણ સધાયેલું હતું. પાસે સીંદરી બળતી હતી. યોજના એવી ભાસતી હતી કે ધીરે ધીરે જલી રહેલી એ દોરી વિસ્ફોટક પદાર્થ પાસે પહોંચે, એ પદાર્થ સળગી ઊઠે અને એક ભડાકા ભેગો આખો પ્રાસાદ નષ્ટભ્રષ્ટ ! બળતી સીંદરી તત્કાલ બુઝાવી દેવામાં આવી. અને એક ઘોડેસવાર મારતે ઘોડે મંત્રીશ્વર વર્ષકારને તેડવા દોડી ગયો. 292 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy