SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સુરશર્માના પક્ષના સૂરો એ પોકારોમાં ડૂબી ગયા. ‘યાદ રાખો, મહાનુભાવો ! મગધ વૈશાલી પર ચઢાઈ લઈને આવી રહ્યું છે. હું મગધનો છું. કારણિક વેર આપણી વચ્ચે છે, એ ન ભૂલશો.” ના, ના, તમે તો સત્યના સાથી છો ! હે મિત્રરત્ન ! અમે તમને ન્યાય ખાતું સોંપીએ છીએ.” લોકસમૂહ ધન્યવચન ઉચ્ચારી રહ્યો. સંથાગાર પાસે લોકસમૂહને અનુસર્યા વગર કોઈ આરો નહોતો. તેઓએ એ નિર્ણય કર્યો, ને વૈશાલીના ન્યાયાસન પરથી મહામંત્રી વર્ષકાર ન્યાય આપવા લાગ્યા. ન્યાય તે કેવો ! કદી ન સાંભળ્યો હોય એવો અદ્ભુત ! એ ન્યાય ખૂબ વખણાયો. 38 ભેદનીતિ વૈશાલીમાં ચૌટે ને ચકલે એક વાતની ચર્ચા થઈ રહી કે ન્યાય તો મંત્રી વર્ષકારનો ! પછી તો ચોરમંડળોએ સામે ચાલીને મંત્રી વર્ધકારની પાસે ગુનાઓ કબુલ કરી લેવા માંડ્યા. મંત્રી વર્ષકાર કહેતા, ‘ગુનો જોવાનો નહિ, ગુનાનું કારણ અને એનો ઇરાદો જોવાનો. દરેક ખૂન ખૂન નથી, દરેક ગુનો ગુનો નથી ! ચોર ચોરી કરે છે, એને ધંધો નથી મળતો માટે, એની જીવનની જરૂરિયાતો પૂરી નથી થતી માટે ! એક જણ સો મણ રૂની સેજમાં સૂએ અને બીજાને ભાંગીતૂટી ખાટલી પણ ન મળે, એ ન્યાય ક્યાંનો ?” આનું પરિણામ એ આવ્યું કે ચોર જેટલા જલદી ગુનો કબૂલ કરી લેતા, એટલી જ ઝડપથી પાછા નવો ગુનો કરતા. ધીરે ધીરે તેઓ વૈશાલીના મહાસામંતો, મહાગણિકાઓ અને શાહસોદાગરોના દ્વાર પર હલ્લો લઈ જવા લાગ્યા, સ્ત્રીઓની છડેચોક છેડતી કરવા લાગ્યા; ને પકડાઈ જતાં નિઃશંકભાવે ગુનો કબૂલ કરી લેવા લાગ્યા. આ ગુના અંગે કોઈ વાર સજા થતી, તો એ મજાના રૂપાંતર જેવી હતી. ધનની જેમ રૂપ પર પણ કોઈ એકનો કબજો હોવો ન જોઈએ, અને વૈશાલીના ગણતંત્રમાં તો સુંદર કન્યાને અવિવાહિતા રાખીને જનપદ-કલ્યાણી કરવાનો કાયદો જ હતો ! અને જો ધન અને રૂપ પર સહુનો સરખો દાવો હોય, તો સત્તામાં શા માટે સરખી ભાગીદારી ન હોવી જોઈએ ? નાનામાં નાનો માણસ પણ જો હોશિયારી બતાવે તો શા માટે મોટામાં મોટો થવો ન જોઈએ ? એટલે વૈશાલીના ગણતંત્રમાં સત્તાની સાઠમારી જૂના વખતથી ચાલતી હતી. આમ ધન, રૂ૫ અને સત્તાની ખુલ્લા બજારમાં સ્પર્ધા ચાલવા લાગી. એ સ્પર્ધા ધીરે ધીરે તંદુરસ્ત રૂપ મૂકીને નિંદા, વિકથા અને પક્ષષમાં પરિણમી; અને દળબંધી એ આજનો મુખ્ય વ્યાપાર-વ્યવસાય બની ગયો. ગમે તેવું ખરાબ કામ બહુમતીનો પાસ પામીને સારું થઈ જતું. ગમે તેવું સારું કામ લઘુમતીને પામીને લઘુતા પામી જતું. 278 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy