SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અનુત્સાહથી સુંદરીએ અંબર પરિધાન કર્યું - જાણે સાવ અનાસક્ત ! આ પારદર્શક અંબરમાંથી દેખાતાં અંગો ખુદ કામદેવને પણ મોહ પમાડે તેવાં હતાં. માધુર્ય, કોમળતા અને સુંદરતાની આ નારી જાણે ખાણ હતી. આવું રૂપ પૃથ્વી પર જવલ્લે જ જોવા મળે. સુંદરીએ સામે પડેલી બે અંજનશલાકાઓ લીધી, ને આંખમાં સુરમો આંજ્યો. આંજીને કંટાળાથી સળીઓને ફગાવી દીધી. એ બોલી - જાણે રડતી હોય તેમ બોલી ‘રે મદાલસા ! આજ દેહને શણગારવો એ શબને શણગારવા બરાબર લાગે ‘બા ! અમે કંઈ બોલીએ અને તમને દુ:ખ લાગી જાય, માટે ચૂપ છીએ.’ દાસીઓએ કહ્યું. | રે ! તમે નારાજ થઈ ગયાં હતાં મારા પર, પણ અરી, દુ:ખિયાં જીવો પર દાઝે ન બળીએ, ભલે એ દાઝે બળે !' રાણીના સ્વરમાં દર્દ ભર્યું હતું કે આર્જવ, એ કળવું મુશ્કેલ હતું. આપ તો રાજ માતા છો. આપને દુ:ખ કેવું ?' એક દાસી બોલી. ‘ફરી મળે ગાળ દીધી ? અરે, હું મરી જઈશ.’ સુંદરી વ્યાકુળ બની ગઈ. થોડીવારે સ્વસ્થ થતી એ બોલી, “ના, ના, નહિ કરું. મારા આર્ય ગુરુ કહે છે કે મરવાથી માણસ દુ:ખ કે દોષથી છૂટતો નથી; ઘણી વાર ઓલામાંથી ચૂલામાં પડે છે. મારી પ્રિય સખીઓ ! હું નહિ કરું, તમારે જેટલી ગાળો દેવી હોય એટલી ખુશીથી દો.' ‘સખીઓ કહીને આપ અમારું સન્માન કરો, એ આપના મનની મોટાઈ છે; બાકી અમે તો આપની દાસીઓ છીએ. આપ અમારાં પૂજનીય છો.' દાસીએ કેશમાં મઘ ચોળતાં કહ્યું. મઘ બરાબર ચોળાઈ ગયું હતું. વાળ વાળે વહીને એનાં ટીપાં ધરતીને ગંધવતી બનાવતાં હતાં, ‘મદાલસા બહેન ! ચાલો. હવે અંબોડો વાળીએ છીએ.' વડી દાસીએ મદાલસાને હાક દીધી. મદાલસા તરત દોડી આવી. એના હાથમાં કંઈક ગોળી જેવું હતું. એણે અંબોડો ગૂંથતાં પહેલાં વચ્ચે એ મૂકીને અંબોડો ગુંથી લીધો. શું સરસ અંબોડો ગૂંથ્યો | ‘બા ! તમે ભણેલાં થઈને કાં ભૂલો ? સમયના ધર્મ સમયે અદા કરવા જોઈએ. કર્મરાજાની નાટકશાળાનાં આપણે તો માત્ર વિવિધ વેશ લેનારાં પાત્ર છીએ.” ‘મદાલસા ! મારી બહેન ! આર્ય ગુરુની તો હું પટશિષ્મા છું. પણ ખરે વખતે એ ઉપદેશ કેવો ભૂલી જવાય છે ! વેશ પણ કેવો વરવો ભજવવાનો વખત આવ્યો જાણે રૂપાળા મુખ પાછળ કાળો મધપૂડો ઝૂમી રહ્યો. એ અંબોડામાં વિવિધ જાતનાં ફૂલ ગૂંથ્યાં : સોનેરી ફૂલ, રૂપેરી ફૂલ, સાચાં ફૂલ, સુગંધી ફૂલ ! અંબોજો જાણે પળવારમાં કામણગારો બની ગયો. સુંદરીએ આંખો ખોલીને અરીસામાં જોયું. કાળાં વાદળોનાં પટલોમાંથી કૌમુદી મોં કાઢે એવું સુંદર પોતાનું મુખ ચમકી રહ્યું હતું. દાસીઓએ જૂનાં વસ્ત્રો કાઢી લીધાં. નવાં વસ્ત્રો પહેરાવતાં પહેલાં આખા દેહ પર સુગંધી વિલેપન કર્યું. પરણતાં વર-વહુ ડિલ પર લગાડે છે, એવો પીઠીનો સુવર્ણરંગી એ રંગ હતો. વિલેપન પૂરું થતાં હંસલક્ષણ અંબર શરીર પર મઢવું. સાપ જે અનુત્સાહથી દૂધ પીએ, સિંહ જે અનુત્સાહથી ખડ ખાય, હંસ જે અનુત્સાહથી પાણી પીએ, એ સુંદરી આટલું બોલી વળી પાછી વિચારમાં પડી ગઈ. કેટલીક પળો એમ ને એમ વીતી ગઈ. ‘કર્મની ગતિ વિચારો !' મદાલસા બોલી. એ શબ્દોમાં આશ્વાસન હતું. મદાલસા પણ જ્ઞાની લાગી. સૂર્ય હવે પશ્ચિમાકાશમાં ઢળતો હતો. નગરનાં દેવાલયોમાં ઝાલરો રણઝણી ઊઠવાની તૈયારી હતી. પંખી માળા ભણી પાછાં વળતાં હતાં. ‘બા ! ગોરજ સમય નજીક છે. એવું ન થાય કે સમય ચૂકી જઈએ અને મુલાકાત ન મળે. સિંગાર ઝડપથી પૂરો કરો.’ મદાલસાએ વળી સુંદરીને ટકોર કરીને સ્વધર્મ પ્રત્યે જાગ્રત કરી. ઓહ ! સમય ! સમયના રંગ ! સમયના ખેલ ! બલિહારી છે એ સૌની' સુંદરી હજી પણ વાસ્તવ દુનિયાથી જાણે દૂર હતી. વહી ગયેલાં પાણીને ફરી વાળવાનો પ્રયત્ન આજ વ્યર્થ છે. ગુરુમંત્ર ભૂલી ગયાં ? સારા TTU 3gp હાથ મારે સારું ! ચાલો ! સામે ઊભેલા સમયને વધાવો, જૂની વાતોને રોવાથી... આ તો જિંદગી છે કે કોઈ તોફાન છે, મૃત્યુના હાથે જ અમે જીવી ગયાં રાજમહેલની રાણી સુખી નથી D 5 4 શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy