SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 34 વર્ષકાર વૈશાલીમાં સાચો જોયો નથી. જો એમનું જ્યોતિષ સાચું હોય તો એમની દીકરીઓ એવા વરને કાં પરણાવે છે કે એ વિધવા થાય ?' ‘સાચી વાત છે. જ્યોતિષ જૂઠું છે. આધુનિક વૈશાલી એવી વિદ્યાને નિંદે છે.’ કેટલાકોએ સૂર પુરાવ્યો. | ‘પોતે નજીકના ભવિષ્યમાં એવો કાયદો લાવવા માગું છું કે જ્યોતિષીઓ એમના જ્ઞાનની સવશે પરીક્ષા કરાવે. જૂઠું ઠરે તો દેવોની જેમ આ જુનવાણી જ્યોતિષીઓ પણ હદપાર.’ ગણપતિદેવે ખૂબ મક્કમતાથી કહ્યું. એક વૃદ્ધ જ્યોતિષી ઊભા થયા ને બોલ્યા : “અમારા જ્ઞાનની ખાતરી માટે અમે કહીએ છીએ કે સ્તૂપ ઉખાડવાની વાત થઈ અને ચઢાઈની વાત આવી. બંનેની સમાનતાથી શું કંઈ કલ્પના થઈ શકતી નથી ?' “ચઢાઈ એ કંઈ આપત્તિ નથી. વૈશાલીના યોદ્ધાઓ યુદ્ધને હોળી-દિવાળીના તહેવાર સમજે છે.” મહાશ્રેષ્ઠી સુવર્ણે કહ્યું. સંભામાં સનસનાટી વ્યાપી રહી; થોડીક હોહા પણ થઈ રહી. મુનિ આજની સભાના ધ્રુવતારક હતા, એ ફરી ઊભા થયા ને બોલ્યા : * કેટલાંક જુનવાણી તત્ત્વો દેશની પ્રગતિને થંભાવી રહ્યાં છે. એમાં આ જ્યોતિષ પણ છે. હું પૂછું છું કે આ નિર્ણય બે દિવસ પહેલાં લેવાય. અને ચઢાઈના સમાચાર તો સપ્તાહ પહેલાંના છે, તેનું કેમ ? આ સભા આવાં પ્રગતિરોધક બળોનો સર્વ સામર્થ્યથી સામનો કરે, નવપ્રગતિના પ્રથમ સોપાને આવો વિરોધ અક્ષમ્ય છે. એ તો સારું છે કે વૈશાલીની પ્રજા આધુનિક વિચારોમાં માનનારી છે, નહિ તો શું થાય ? હવે એક જ તક આપવામાં આવે છે : જ્યોતિષીઓ પોતાનું નિવેદન પાછું ખેંચે, નહિ તો...' મુનિની વાત આખરી ફેંસલા જેવી હતી. લોકપ્રવાહ વિરોધમાં હતો. એ પ્રવાહની સામે થતાં જ્યોતિષીઓની રોજની આજીવિકા તૂટતી હતી. થોડી વારે વૃદ્ધ જ્યોતિષીએ ખડા થઈને કહ્યું : “અમે અમારું નિવેદન પાછું ખેંચી લઈએ છીએ.' ‘એમ નહિ. આ પ્રસ્તાવને ટેકો આપો છો કે નહિ ?” સાપ બરાબર સાણસામાં સપડાયો હતો. જ્યોતિષીઓના મંડળે કહ્યું, ‘એને અમારો ટેકો છે.' સારું.. તો હવે આગળ કામ ચલાવો.’ ને સભાનું કામ આગળ ચાલ્યું. બહુમતીએ ઠરાવ પસાર કર્યો કે જૂના દેવો અને જૂનાં દેવળો દૂર કરવાં. 0 246 1 શત્રુ કે અજાતશત્રુ માનસ્તૂપ આખરે ખંડિત થયો, નામશેષ થયો - એના પૂજારીઓના પોતાના જ હાથે ! દેવ અને દેરાની બીજી કંઈ ઉપયોગિતા હો કે ન હો, પણ શ્રદ્ધાનું બળ અને નીતિનો દોર સાચવવામાં તો એ અજોડ પુરવાર થયાં છે, પથ્થરમાં શ્રદ્ધા હોય તો એમાંથી દેવ જાગે; ન હોય તો પથરો લમણામાં વાગે ! શ્રદ્ધા એક એવું બળ છે, કે હજાર નિરાશાનો વંટોળોમાં આશાના દીપને અણબૂજ્યો રાખે છે ! એ શ્રદ્ધા હણાઈ. સ્તૂપ પડ્યો ! અને વધુ ખૂબી તો એ બની કે જે ઓ સ્તૂપને ઉત્તમ યોગોમાં ખોવાયેલો માનતા હતા, જેની ખીલી શેષનાગને માથે ઠોકાયેલી કહેતા હતા, એ વૈશાલીના મહાન જ્યોતિષીઓએ પોતે જ સ્તૂપને તોડવાનું મુહૂર્ત કાઢી આપ્યું ! વિરોધીઓ જ અનુરોધક બની ગયા ! પહેલો હથોડો પડયો ને ફાલ્ગની બબડી રહી : એ વાક્યો ભગવાન બુદ્ધ પોતાના સ્વમુખે ઉચ્ચારેલાં હતાં ; ‘હે આનંદ ! વૈશાલીના લોકો જ્યાં સુધી પોતાના આત્યંતર અને બાહ્ય ચેત્યોને શ્રદ્ધાથી માને છે, પૂજે છે ને એની રક્ષા કરે છે, ત્યાં સુધી વર્જાિસંઘ અજેય છે !' ‘ઓહ ! આ તો મહાગુરુ બુદ્ધનાં પવિત્ર વચનો 'રે ફાલ્ગની ! વિશેષ કંઈક કહે” ફાલ્ગની સાથે રહેલા પૂનમે કહ્યું. ‘રે પૂનમ ! ભગવાન બુદ્ધે એમ પણ કહ્યું હતું કે વૈશાલીના લોકો જ્યાં સુધી મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા, પૂર્વજોના કુલધર્મનું પાલન કરે છે, પૂજ્યોની પૂજા કરે છે ને જ્યષ્ઠોની આજ્ઞા માને છે, ત્યાં સુધી અજેય રહેવાનું છે તેમનું શાસન !' ‘તો દેવી ! અહીં તો ઊલટો પ્રકાર ચાલે છે !' ‘ચાલે જ ને ! આ તો જાણે વર્તમાન ભાવિને ઘડી રહ્યો છે. ઊલટી વાત માટે
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy