SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ | ‘ગમે તેવી મુશ્કેલ સ્થિતિનો તોડ કાઢનાર લાલ છંદશલાકાઓ છે, ત્યાં સુધી શી ચિંતા છે ? જ્યારે આપણી બુદ્ધિ ડગી જાય ત્યારે એ શલાકા તૈયાર છે.’ સામંત ગણપતિદેવે કહ્યું. તેઓ છંદશલાકાઓ વધુમાં વધુ કેવી રીતે મેળવી શકાય, તે આવડત માટે વિખ્યાત હતા. એમની આંખમાં તલવારનું પાણી હતું, અને એ પાણીના તેજ પાસે વિપક્ષીની મત-લાકડી પણ એમના પક્ષમાં સરી જતી. ‘પણ નવી પ્રતિમાઓનું ધોરણ સર્વમાન્ય હોવું ઘટે.’ એક વયોવૃદ્ધ નાગરિકે કહ્યું, ‘નહિ તો એ પ્રતિમાઓ વૈશાલીમાં પક્ષાપક્ષી રચશે.’ ‘અમે તો કહીએ છીએ કે સમાધાનકારી જૂના દેવો શા ખોટા છે ? પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, નવો કલહ નોતરવો શા માટે ?' એક નાગરિકે કહ્યું. ઓહ ! શું તમારા પુરુષાર્થની અલ્પતા છે ! અરે, વૈશાલી તો હંમેશાં નવીન રીતે આધુનિક છે. નવીનતાના રાહમાં કાંટા હોય છે જ. શું એ કાંટાથી ડરીને વૈશાલીની કીર્તિને તમારે ઝાંખી પાડવી છે ? અને ગણતંત્રોમાં પક્ષ એ તો જરૂરી વસ્તુ છે.’ ના, ના. વૈશાલી કોઈથી ડરતું નથી.' પોકારો પડ્યા. ‘વૈશાલીના યોદ્ધાઓ નિર્ણય કરે તો આભના તારાઓને જમીનના તારા બનાવી શકે તેમ છે !' મુનિએ ફરી ઉત્સાહ આપવા કહ્યું. બરાબર છે.' બધેથી અવાજ આવ્યા. ‘તો સંથાગારમાં સન્નિપાતસભા બોલાવી કાયદેસર નિર્ણય લેવરાવો કે જૂના દેવોની પ્રતિમાની પ્રશસ્તિ એ વૈશાલીના વર્તમાન સમર્થ માનવદેવોની નિંદા છે. ન જોઈએ જૂના દેવો !' મુનિએ ઉત્તેજક ભાષામાં કહ્યું. શું દેવોનો બહિષ્કાર કરશો ? દેવ એ સાંખી લેશે ?” એક પુરાણીએ કહ્યું. ‘જૈનો અને બૌદ્ધો ઈશ્વરનો બહિષ્કાર કરે છે. શું થયું એમને ? ખુદ ઈશ્વરનો બહિષ્કાર થતો હોય ત્યાં દેવોની કોણ ગણતરી ! બસ, વૈશાલીને ખપે નવા દેવો અને નવાં દેવળો. અને દેવો પણ એક વાર માનવ જ હતા ને ! માનવમાંથી દેવ થવાય છે.” એક શ્રેષ્ઠીએ કહ્યું. એનાં કેટલાંય વહાણો દરિયામાં વેપાર કરતાં હતાં. એમની પેઢી દેવળો માટે ઇમારતી લાકડાં ને હાથીદાંત પૂરો પાડનારી હતી. ‘નવા દેવમાં ઝઘડા થશે.” ‘તો નવા અને જૂના બન્ને જશે. પણ અત્યારે બીજા વિચારો માંડી વાળો. સંથાગારનો વિચાર કરો. પ્રસ્તાવ પસાર કરાવો.” મુનિએ ચર્ચા સમેટી લીધી. ગણપતિદેવે ઊભા થઈ સહુને શાંત પાડતાં કહ્યું, ‘સદસ્યો ! મુનિજીની વાત સાચી છે. આપણે ઠરાવ પસાર કરાવીએ. પછી નવા દેવની યોજનાનો ભાર મુનિજી પર મૂકી દઈએ. એ તો સમસ્ત વસુધાને પોતાનું કુટુંબ માનનારા છે. હમણાં 242 | શત્રુ કે અજાતશત્રુ મગધમાં જઈને એવી ઉદાર વાતો કરી આવ્યા, કે ત્યાં વૈશાલીની ઉદાત્ત સંસ્કૃતિની વાહવાહ બોલાઈ ગઈ. મગધ ભલે કૂવાનું દેડકું હોય, વૈશાલી તો વિશ્વની પર કમાં કરતો ગરુડરાજ છે. સભાએ આ વાતને વધાવી લીધી, પણ મુનિ પોતાના પરની આ જવાબદારી લેવાને અશક્ત હોય એવી મુખમુદ્રા કરતાં બોલ્યા : “મેં જે કંઈ કર્યું તે તમે જે કરો છો એનાથી વિશેષ કર્યું નથી. ગણતંત્રમાં સહુ સમાન છે.' શું મુર્ખ અને ડાહ્યા બન્ને સમાન છે ?” એક અવાજ આવ્યો. કેટલાક અવાજો ક્યાંથી આવતા, તે જણાતું નહિ. ‘હું એમ નથી કહેતો. મારું કહેવાનું તાત્પર્ય એ છે, કે આટલી મોટી જવાબદારી હું એકલો ઉઠાવી ન શકું. અને એક માણસનો નિર્ણય એ સર્વનો નિર્ણય, એ રીત પણ બરાબર નથી. દરેક નિર્ણય સંથાગાર અને સન્નિપાત-સભાથી મંજૂર થયેલો હોવો જોઈએ.’ મુનિ વાતમાં વિશેષ મોણ નાખી રહ્યા. | ‘ભલે. સંથાગારમાં બીજા છે પણ કોણ ? અમે જ છીએ. ગણતંત્રની રાહે નિર્ણય પસાર કરાવીશું. પછી તો તમે તૈયાર છો ને ?” વૈશાલીના શ્રેષ્ઠી સુવર્ણ તક જોઈને તીર ફેંક્યું. એ મુનિ વેલાકૂલનો વિરોધ કરતા હતા, પણ ફાવતા નહોતા. જૂના દેવને ઉખાડી નવા દેવને સ્થાપવાનો આખો અવસર હાથમાંથી જતો જોઈ તેમણે પાઘડી બદલી. શ્રેષ્ઠી સુવર્ણ દરેક દેવળના પૂજારી સાથે સંબંધ રાખતા. એ મંદિરોનું સોનું પોતે સંગ્રહતા. એમણે ખોટા સોનાનો પ્રયોગ પણ અજમાવ્યો હતો અને દરેક ગૃહસ્થના ઘરમાંથી સામાન્ય સોનું નીકળી એના બદલે ખોટું સોનું ઘૂસી ગયું હતું. ‘શ્રેષ્ઠી સુવર્ણની વાત યથાયોગ્ય છે. પક્ષપાત મારાથી નહિ થાય. ગુણવાન વિરોધી હશે તોય પૂજાશે. દેવ બદલાશે, તેમ દેવના અલંકારો બદલાશે. એ બાબતમાં શ્રેષ્ઠી સુવર્ણ મને સહાયક થશે.’ મુનિ વેલાકુલે આટલું કહી સુવર્ણ શેઠને પોતાના સહકારની ખાતરી આપી દીધી. ‘ચાલો, ગણનાયક અને ગણપતિને આ વાતની ખબર કરીએ.’ ટોળાએ જાહેર કર્યું ને સૌ વીખરાઈ ગયા. મુનિ પણ પોતાને આવાસે આવ્યા. પણ તેઓ આવાસે પહોંચે તે પહેલાં નવા માનવદેવો પોતાની પ્રતિમા માટે પરામર્શ કરવા આવી ગયા હતા; સાથે પોતાની વીરતા, ધીરતા ને વિક્રમશીલતાની પ્રશંસાના પુલ બાંધનાર પંડિતોને પણ લાવ્યા હતા. વાત તો નાની હતી, સામાન્ય હતી, નગણ્ય હતી, પણ એણે એક તોફાન મચાવી દીધું. ગરીબની ઝૂંપડીથી લઈને ગણપતિના મહેલ સુધી ઝંઝાવાત પ્રસરી જૂના દેવ ગયા ! | 243
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy