SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પણ વૈશાલીના નિવાસીઓ એ દેવરતૃપમાં અજબ શ્રદ્ધા ધરાવે છે.” મુનિએ કહ્યું, ‘એ સ્તૂપ છે ત્યાં સુધી વૈશાલી અજેય છે, એવી એમની માન્યતા છે.” ‘કેવી બુદ્ધિહીન વાત ! જો સ્તુપથી વૈશાલી અજેય હોય તો પછી એના યોદ્ધાઓના વીરત્વની કંઈ કિંમત જ નહિ ને ? તો પછી વૈશાલીની વિશાળ સેનાને વિખેરી નાખો. મારા મતથી તો એ સ્તૂપ એ વૈશાલીના યોદ્ધાઓની શરમ છે – ઝૂઝે. કોઈ, અને જશ કોઈને !' મહામંત્રીની વાતોમાં મુનિ વૈશાલીમાં ઉપયોગ કરી શકે તેવી દલીલો હતી. જે મહામંત્રીને પોતે એક પ્રૌઢ રાજસેવક લખતા હતા, એ માણસ ઘણો ઊંડો લાગ્યો. ‘પણ સ્તૂપને ધ્વસ્ત કરવાનું કાર્ય એ કોઈ મહત્ત્વનું કાર્ય મને લાગતું નથી. બીજું કોઈ કામ સોંપો,’ મુનિએ કહ્યું. ‘અમે બધા ધૂની માણસો છીએ. કરવું હોય તો આ કામ કરો, અમારા માનવંતા રાજમાઈ !' મહામંત્રીએ દૃઢતાથી કહ્યું. એમના શબ્દોમાં એવી તાકાત ભરી હતી કે માણસ જીભને બદલે હાથપગ ચલાવવા લાગી જાય. મગધપ્રિયા નખથી જમીન ખોતરી રહી હતી. ‘મુનિજી ! તો હવે જાઉં છું. કામ તમને સોંપ્યું. મગધપ્રિયા ! હવે તું જાણે અને લોકગુરુ જાણે !” ને મહામંત્રી વસકાર બારણું બંધ કરીને ચાલ્યા ગયા. આજ સુધી મુનિ ઘણા રાજપુરુષોને મળ્યા હતા, પણ આ માણસ અજ બ લાગ્યો. એની આંખની ચમક નજરમાંથી ન ખસે તેવી હતી. એ જાણે સર્વજ્ઞ હતો, સર્વશક્તિમાન હતો. એને ચીંધેલું કામ કરવાની અનિચ્છા હોય છતાં કરવું પડે એવું એનામાં આધિપત્ય ભર્યું હતું. મનમાં ને મનમાં મુંઝાઈ રહેલા મુનિ થોડી વાર તો એની ગેરહાજરીમાંય એની હાજરી અનુભવી રહ્યા. મનમાં ને મનમાં જાણે એના વશવર્તી થઈ રહ્યા. આખરે વ્યાકુળતામાં એમનાથી બોલાઈ ગયું : “ફાલ્ગની !” બોલો મારા દેવ !' હું તારો દેવ ?” “માત્ર આ ભવના જ નહિ, ભવોભવના.’ મગધપ્રિયાએ કહ્યું ને એક મોહક અંગભંગી રચી. જાણે મગધપ્રિયાના સૌંદર્ય સાગરમાં ફરી ભરતી આવી રહી હતી. ઓહ ! જગતવિજયી આ રૂપનો હું સ્વામી ? -- એક વાર મુનિને આ ગર્વ સ્પર્શી ગયો. અરે, પૃથ્વી પર સ્વર્ગની સુંદરી મને મળી, તો હવે સ્વર્ગ માટે યત્ન કરવો એ નરી મૂર્ખતા જ છે. આ સૌંદર્યસાગરમાં આકંઠ રનાન કરીશ, અને એનાથી તૃપ્ત થઈ જઈશ, પછી મારો મોક્ષ છે જ ! 236 | શત્રુ કે અજાતશત્રુ ‘ફાલ્યુની ! મહામંત્રીનો આગ્રહ મને કદાગ્રહ જેવો લાગ્યો.” મુનિ બોલ્યા. ‘આગ્રહ લાગે કે કદાગ્રહ, પણ એ પૂરો કરવામાં જ આપણું શ્રેય છે. મારા માટે અનેક રાજાઓ ઝૂરે છે; અનેક રાજકુમારો મને ક્ષત્રિયકન્યા બનાવી અંતઃપુરમાં લઈ જવા તૈયાર છે; મારે તો એક નહિ, અનેક છે. રાજ કાજમાં પણ મારા સૌંદર્ય અને મારી ચતુરાઈનો મોટો ખપ છે. આ બધું છતાં તમને રાજજમાઈ અને મને રાજ કુંવરી બનાવવાં એ કંઈ નાની-સુની વાત નથી. આપણે તો તરી ગયાં.' ‘પણ સ્તૂપ ઉખાડવાનો કંઈ અર્થ ?” ‘શાસ્ત્રમાં નથી કહ્યું કે ગુરુની આજ્ઞા અવિચારણીયા હોય છે ? મેં કદી મગધના મંત્રી કે રાજાને સામો પ્રશ્ન કર્યો નથી. રાજા કે મંત્રી આજ્ઞા કરે, અને બધા એના જવાબો માગવા લાગે, તો પછી કાર્ય થઈ રહ્યું. હું તો લાખ વાતની એક વાત સમજું : મહામંત્રીની ઇચ્છા પૂર્ણ કરવી.' ‘તો આપણે વૈશાલી જવું પડે.’ ‘હું તૈયાર છું.’ અને ફરી આશ્રમ વસાવવો પડે.' ‘એ આશ્રમને હવે આપણે વૈશાલી પૂરતો મર્યાદિત નહીં રાખીએ.’ ‘એટલે ?” ‘એને આપણે વિશ્વ-આશ્રમ બનાવીશું.” ‘પણ નામથી કંઈ ફાયદો ?” ‘નામથી એ જ ફાયદો કે ત્યાં આખા ભારતવર્ષના નિવૃત્તિ જીવન જીવવા ઇચ્છતા લોકો આવશે.’ મગધપ્રિયાએ કહ્યું. એના આ સૂચનમાં ગંભીર રહેલો અર્થ હતો. | ‘વિશ્વઆશ્રમ ? કલ્પના તો ખરેખર, ખૂબ સુંદર છે. પણ આ તમારો મહામંત્રી ત્યાં આવે તો એ આશ્રમ દેશભરના જાસૂસોનું ધામ બની જાય.’ | ‘તમે નિરર્થક વહેમાયા છો. મહામંત્રી વસ્યકાર જેવો ત્યાગી ને વફાદાર પુરુષ આજે બીજો જડે તેમ નથી.’ મગધપ્રિયા મહામંત્રીને અંજલિ આપી રહી. મુનિ ફરી પાછા વિચારમાં પડી ગયા. પણ મુનિ બહુ વિચાર કરે એ મગધપ્રિયા ઇચ્છતી નહોતી. એણે આસનની બાજુની એક ખીલી દાબી અને મંત્રણાગૃહમાં આવેલા ભોંયરાનું મોં આપોઆપ ખૂલી ગયું. પારદર્શક પથ્થરોવાળો એક માર્ગ લાંબે સુધી ચાલ્યો જતો હતો. આ માર્ગે માણસ ઘોડા ઉપર સવાર થઈને સહેલાઈથી જઈ શકે તેમ હતું. બંને જણાં પગપાળા ચાલ્યાં. મંત્રણાખંડ D 237
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy