SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલવાનો અવાજ પણ સંભળાતો ન હતો. સહુ સંચાની પૂતળીઓની જેમ દેવી મગધપ્રિયાના ઇશારા પર કામ કરનારાં હતાં. મુનિએ વૈશાલીનાં ગણતંત્રોમાં પરિચારિકાઓ ને પરિચારકો ઘણાં જોયાં હતાં, પણ તેઓ આટલાં નમ્ર થઈને, બેજબાન થઈને કામ ન કરતાં, અહીં એક માણસ માટે જાણે બધું હતું, ત્યાં બધા માટે બધું. એટલે અહીં કુંજા અનેક અને પીનાર એક હતા, જે પીએ તે ધરાઈને પીવે; ત્યાં જાણે એક નાના કુંજા તરફ અનેક મુખ લંબાયાં હતાં, એટલે સહુના ભાગમાં પાણી એટલું મળે કે એકેયની તૃષા શાન્ત ન થાય ! અહીં અત્તરની સુગંધથી મઘમઘતા સ્નાનના કુંડો હતા. એની પાળ સોનેરી ને રૂપેરી વરખથી ચીતરેલી હતી. પણ પાણી ભરનારાઓના નસીબમાં એનો સ્પર્શ સુધ્ધાં લખાયેલો નહોતો. રૂપેરી કસબ કરનારાઓને એ કારીગરી કરીને ઊઠી જવાનું હતું. અહીં કરનાર કોઈ અને ભોગવનાર કોઈ, એવી વ્યવસ્થા હતી. પણ ન જાણે કેમ, મુનિ વેલાકુલને આ વ્યવસ્થા સુંદર લાગવા માંડી. ગણતંત્રોની ઢીલી નીતિ તરફ એમને અણગમો થવા લાગ્યો. આવા અનેક કુંડો ત્યાં હતા, પણ આટલી સ્વતંત્રતા કે આટલી સુંદરતા ત્યાં નહોતી ! એક વસ્તુના ભોક્તા અનેક બને ત્યારે એની સ્વચ્છતા અને સુંદરતા જરૂર હણાય. આપ અમારી વાપીના પ્રભાતજળથી સ્નાન કરી લો.’ એક પરિચારિકાએ આવીને મુનિને કહ્યું. ‘હું મારી મેળે સ્નાન કરી લઈશ.' મુનિએ કહ્યું. ‘ના, અમારાં રાણીની આજ્ઞા છે કે અમારે તમને સ્નાન કરાવવું.' ‘હું બાળક નથી.’ મુનિ બોલ્યા. ‘જે હો તે. અમે વિવાદમાં માનતાં નથી, આજ્ઞામાં માનીએ છીએ.' પરિચારિકા બોલી. ‘અને હું ના પાડું તો તમે જબરજસ્તી.... ‘ના, ના. આપ અમારાં રાણીના મહેમાન છો. અમારાં રાણીએ આપને દિલના અને દેહના અતિથિ બનાવ્યા છે. જો આપ નિષેધ કરશો તો અમે રાણીને ખબર આપીશું.' ‘અને તેઓ આવીને શું કરશે ?' મુનિને જાણે રાણીનો ભય લાગ્યો. ‘આપને સ્નાન કરાવશે.’ ‘હું નહિ ઇચ્છું તોપણ ?' 218 ] શત્રુ કે અજાતશત્રુ હા. એમની ઇચ્છા પાસે કોઈની ઇચ્છા ચાલી નથી.’ ‘એ હું કબૂલ કરું છું. મને પણ એવો અનુભવ છે. હું તૈયાર છું. પણ કૃપયા મને મારે હાથે સ્નાન કરવા દો.' મુનિ સ્ત્રીસ્પર્શથી હજી ધ્રૂજતા હતા અને ફાલ્ગુની સિવાય બીજી કોઈ સ્ત્રી પાસે આવી છૂટ લેવા તૈયાર નહોતા. અમે તમને શ્રમ કરવાની સલાહ આપતાં નથી. રાણીજી સાથે આંખમિચૌલીના ખેલમાં, દ્યૂતમાં, આસવસેવનમાં તમારે શક્તિનો ઘણો ખપ પડશે. અહીંની ચતુરાનનાઓ પાસે સિંહપાદ સૈનિકો પણ ત્રાસ પોકારે છે.’ ‘ઓહ !આ દેશની પરિચારિકાઓ પણ કેવી સભ્ય ને સૌમ્ય છે ! મીઠી એમની વાણી છે, મોહક એમનો વ્યવહાર છે.' ‘અને તમારા દેશમાં ?’ ‘અમારા દેશમાં તો સેવક-સ્વામી જેવું જ બહુ રહ્યું નથી. જેની શલાકા બળવાન એ સ્વામી !’ મુનિને ફાલ્ગુની જેવો જ આ પરિચારિકાઓનો સૌંદર્યગંધ રુઓ. ‘શલાકા વળી શું ?” ‘મતની લાકડી. જેને મતની વધુ લાકડીઓ મળે એ મોટો. ભલે પછી એ ઢોરાં ચારતો હોય કે બેવકૂફોનો બાદશાહ અને મૂરખનો સરદાર હોય. ‘તો ત્યાં મોટાને ઘેર જન્મે એ મોટો, એમ નહિ ? મોટા વંશો, મોટાં ખાનદાનો જેવું તમારે ત્યાં કંઈ જ નહિ ?” ‘ના. ત્યાં એવું કંઈ નહિ.' રાજાનો દીકરો રાજા નહિ ?’ ‘ના.’ ‘તો તો રાજા બનવા માટે દરેક માણસ કાવતરાં કરતો હશે, કાં ? અહીં એક રાજાના બે વારસદાર હોય, અને મોટાને ગાદી મળે એ નિશ્ચય હોય, છતાં ભારે ખટપટો ચાલ્યા કરે છે, તો ન જાણે તમારે ત્યાં શું થતું હશે ! ગાદી એક અને બેસનાર અનેક ! ખટપટ, ખટપટ ને નરી ખટપટ ! એમાંથી કોઈ ઊંચું આવે ત્યારે કંઈ કામ કરે ને !' મુનિ વેલાકુલને આ સુંદર પરિચારિકાની વાતો સાંભળી વૈશાલીના સૂત્રધારો વચ્ચે ચાલતી ખટપટો યાદ આવી. તો પછી તમે રાજાને દેવ નહિ માનતા હો !' ‘ના.’ તો પછી તમે બધા કોની આજ્ઞા માનતા હશો ?’ અજાતશત્રુની નગરીમાં D 219
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy