SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તો શું ગોશાલક મહાવીરના કહેવા મુજબ સાત દહાડાનો મહેમાન છે ?” ‘અવશ્ય. એની સ્થિતિ ન જોઈ ?’ ‘એ તો સિદ્ધ પુરુષ છે. કાલે પ્રભાતે એનું પારખું કરી લેજો, મુનિ !' ‘સારું. કાલે પ્રભાતે પારખું !' મુનિ વેલાકૂલ એટલું બોલી નિવાસસ્થાન તરફ ચાલી નીકળ્યા. એમને અતિપ્રિય ફાલ્ગુની અત્યારે જરાક બટક-બોલી અને કડવી લાગી. 202 ] શત્રુ કે અજાતશત્રુ 28 પ્રભાતે પારખું ક્યારેક દુનિયામાં અંધેરી નગરી અને ગંડુરાજા જેવો તમાશો જોવા મળે છે. અહીં સારાની પણ પૂજા થાય છે, સાથે ખરાબ પણ પૂજાય છે. ગોળ અને ખોળ બંને સરખે ભાવે વેચાય છે. આ બધી વાતો પૂજનીય કરતાં પૂજારીની તાકાત અને મરજી પર વિશેષ અવલંબે છે. હાલાહલા કુંભારણ દુનિયાના આ અંધેરને જાણતી હતી; અને એને માટે જગતના તમામ પૂજનીયોમાં આર્ય ગોશાલક અધિક પૂજનીય હતા. અને પૂજ્ય પુરુષ જ્યારે પોતાનો અંતેવાસી બને છે ત્યારે એની આત્મીયતા જામે છે. આત્મીયતા દોષને દેખતી નથી અને અંધશ્રદ્ધાને પોષે છે; સારું એ મારું નહિ, પણ મારું એ સારું એમ માનવા પ્રેરે છે. હજી સોનાનાં નળિયાં થવાને વાર હતી, ત્યાં તો લોકો આર્ય ગોશાલકનું પ્રવચન સાંભળવા હાલાહલાની હવેલીએ એકઠાં થઈ ગયાં. પ્રભાતની મીઠી હવા વહેતી હતી; ને ઋષિ-મુનિઓ જે સમયને માટે તલસતા હોય છે, એ બ્રાહ્મમુહૂર્ત વહી જતું હતું. હવા જેમ નિર્મળ હતી, આકાશ જેમ સ્વચ્છ હતું, એમ અત્રે એકત્ર થયેલાં માનવ-હૃદયો પણ સ્વચ્છ હતાં. સામાન્ય રીતે લોકો સત્તાને વ્યાવહારિક રીતે પૂજતાં, પણ ધર્મને તો અંતરની અંજલિ આપતાં. પહેલાં ધર્મ સાદો હતો : પારકાનું ભલું એ પુણ્ય, પરને પીડા એ પાપ; ઘર ન હોય એને ઘર આપવું, તરસ્યો હોય એને પાણી આપવું, ભૂખ્યાને ખાવા આપવું, દુઃખીને દિલાસો આપવો-આ મુખ્યત્વે ધર્મનાં સૂત્રો હતાં અને એ સૂત્રોની ટીકા કોઈ ન રચતું. પણ હમણાં હમણાં કોરા જ્ઞાનનો મહિમા વધ્યો હતો; પંડિતોની સંખ્યા ખૂબ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy