SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ફાલ્ગની જરા વધુ નજીક સરી. એણે કહ્યું : ‘તમારા પ્રભુને જો તમારા જેવા બધા રસિક શિષ્યો મળે, તો તો કલ્યાણ જ થઈ જાય એમનું !' એમ ન બોલ, ફાલ્ગની ! હું તો પ્રભુની ચરણરજ છું.' ‘રજ પણ કેવી ? પોતાના પ્રભુના આટઆટલીવાર ચરણસ્પર્શ થયા પછી પણ સાવ કોરીધાકોર !' | ‘ફાલ્ગની ! આકાશમાંથી મેળ એક ભાવે ધરતી પર વરસે છે. ધરતી કોઈ ઠેકાણે એ જળનો સંયોગ પામી ખીલી ઊઠે છે, કોઈ સ્થળે એ પાણી લોકોને માટે અમૃત બને છે. કોઈ સ્થળે એનું એ મેઘજળ કાદવ બની લોકોને લપસાવીને નીચે પાડે છે. એમાં મેઘનો દોષ નથી, દોષ ધરતીનો છે. રે સખી ફાલ્ગની ! ભલભલા પતિતો આ પ્રભુને શરણે આવી પવિત્ર બની ગયા છે, અને ! ફાલ્ગની મેં તો આજ સુધી સેવા જ કરી છે. સંપર્કમાં સંપર્ક ગણો તો તારો સંપર્ક !' ઓહ...મુનિ ! બંધ કર તારી વાતો. જોતો ખરો, પ્રભુની નજર ફરતી ફરતી મારા પર પડી. હવે તારી વાતો મને અપ્રિય લાગે છે, શું કરુણાભરી એ નજર ! ઓળઘોળ થવાનું મન થઈ જાય છે.” ફાલ્ગની કોઈ અદ્રશ્ય પ્રેમભાવ માણી રહી અને પળવાર એ રાજકારણી જીવ મટી દૈવીભાવ અનુભવી રહી. આ વખતે પ્રભુના શિષ્ય આનંદ મુનિએ આવીને આર્ય ગોશાલકે કહેલી તમામ વાત નિવેદિત કરી અને છેલ્લી વાતને બેવડાવતાં બોલ્યા, ‘ગોશાલકે મને છેલ્લી ચેતવણી આપતાં કહ્યું કે, તારા ગુરુને કહેજે કે મારી બદબોઈ કરવી મૂકી દે, નહિ તો હું મારા તપસ્તેજ થી એને બાળીને ભસ્મ કરી નાખીશ.' આખી સભા આ શબ્દો સાંભળી ઉપર-નીચે થઈ રહી. કેટલાકોએ તો ગોશાલકની સાન ઠેકાણે આવે એવું કરી બતાવવું જોઈએ, એમ સ્પષ્ટ જાહેર કર્યું. કેટલાકોએ કહ્યું કે, લાતથી માનનારાં ભૂત વાતથી નથી માનતાં. અમે અમારા દંડનો મહા ચમત્કાર એને દેખાડીશું. સબકા પેગંબર દેડા ! બરાબર છે, બરાબર છે. મહાપ્રભુને આવું કહેનારો ત્રણ ટકાનો ગોશાળો કોણ ?” સભામાંથી એક અવાજ આવ્યો. આ અવાજ નવો હતો, પોતાની મુખમુદ્રા છુપાવીને બેઠેલા માણસનો હતો, પણ આવેશ એવો વ્યાપેલો હતો કે આ કોણ બોલ્યું, ભક્તિથી બોલ્યું કે અગ્નિ ભભુકાવવા બોલ્યું, એની કોઈએ ખાતરી ન કરી. કોઈની પાસે ખાતરી કરવા જેટલી સ્વસ્થતા જ નહોતી. સભામાંથી પંદરેક જણા ખડા થઈ ગયા. પણ સહુને છેલ્લા પડકારથી 192 D શત્રુ કે અજાતશત્રુ પ્રોત્સાહન આપનાર પેલી વ્યક્તિ હજી નીચે બેઠી હતી. ઊભા થયેલા લોકોએ આવેશમાં એનો હાથ પકડ્યો ને ઊંચો કરતાં કહ્યું, ‘કાં મહેરબાન ! વાણીશુર જ છો ને ?* ‘મને ભગવાનની આજ્ઞા ખપે. હું ભગવાનનો આજ્ઞાંકિત સેવક છું.” પેલા માણસે ઊભા ન થતાં જવાબ આપ્યો. એ હજી પોતાની મુખમુદ્રા છુપાવવા પ્રયત્ન કરતો હતો, પણ ઊંચી-પહોળી એની દેહદૃષ્ટિ દૃષ્ટિથી છાની ન રહેતી. મહાનુભાવો ' વરસતી લૂમાં જાણે વર્ષાનો છંટકાવ થાય, એવા શબ્દો પરિષદામાં ગાજ્યા. ઊભા થયેલા બધા બેસી ગયા. એકદમ શાંતિ છવાઈ ગઈ. પેલા શબ્દો આગળ વધ્યા : ‘મહાનુભાવો ! ગોશાલક એ ક સાધક છે.” સિદ્ધ નથી ?’ સભામાંથી વળી પ્રશ્ન આવ્યો. આવી રીતે વચમાં પ્રશ્ન કરનાર સભાને ન ગમ્યો. ‘ના. એ તપસ્વી છે, તપસ્વેજવાળો છે.' ભગવાને કહ્યું, એના તપસ્તેજથી એ શું કરી શકે ?' પ્રશ્ન આવ્યો. ‘તમને ભસ્મ કરી શકે.' ભગવાને કહ્યું. | ‘અને આપને ભસ્મ કરી શકે ખરો ?' વળી પ્રશ્ન આવ્યો. સભાને પ્રશ્નકારની પ્રશ્ન કરવાની આ રીત ન ગમી. પણ વાતાવરણ એવું હતું કે એમાં કંઈ થઈ શકે તેમ નહોતું. મને ભસ્મ ન કરી શકે.” ભગવાન બોલ્યા. ‘આપને કંઈ હાનિ કે પરિતાપ નિપજાવી શકે ખરો ?' વળી પ્રશનકારે પ્રશ્ન કર્યો. અવશ્ય. અગ્નિ પોતાનો સ્વભાવ ન મૂકે, માટીની આ કાયાને એ દુ:ખ કે પરિતાપ જરૂર પહોંચાડી શકે.’ પ્રભુના જવાબમાં સત્યનો રણકાર હતો. ‘એનો અર્થ કે એનું તપસ્તેજ આપનાથી વિશેષ.’ પ્રશ્નકારે વળી પ્રશ્ન કર્યો. હવે સભા આ પ્રશ્નકાર પર છેડાઈ ગઈ હતી, પણ પ્રશ્ન કાર પરિસ્થિતિ સમજી ગયો હતો, ને તરત પરિષદાની બહાર સરકી ગયો. સભાજનોનાં મોં પ્રભુની તરફ હતાં. એને જતો કોઈએ જોયો નહિ. પ્રભુએ તો જરાપણ આવેગ વગર જવાબ વાળ્યો. ‘ગોશાલકનું જેટલું તપસ્વેજ છે, એથી અનંતગણું તપસ્તેજ અનગાર અરિહંત પાસે છે. વળી ગોશાલકનું બળ ક્રોધ-હિંસામાં છે, જ્યારે અહંતનું બળ ક્ષમામાં-અહિંસામાં છે.’ ‘શું ભગવંત ! ક્રોધ કરતાં ક્ષમામાં બળ વિશેષ હોય છે ?' ભગવાને પણ એટલી જ સ્વસ્થતાથી જવાબ આપ્યો. ‘હા, ક્રોધ કરતાં ક્ષમામાં તેજલેશ્યા 1 193
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy