SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુએ કહ્યું, ‘ઊતરી ગયેલું ધાન મળશે. દક્ષિણામાં ખોટો તાંબિયો જડશે,' સામાન્ય રીતે ભાવિક્શન ન કરવાની ઇચ્છાવાળા મહાવીરે શિષ્યને પ્રેમથી ભાવિક્શન કર્યું. અને બન્યું પણ એમ જ. વળી એક વાર ગોવાળો ખીર પકાવતા હતા. એમને જોઈને શિષ્યે પૂછ્યું, ‘ગોવાળો પાસેથી ભિક્ષા લઈ આવું ?’ ગુરુએ કહ્યું, ‘વત્સ, મિથ્યા યત્ન ન કરીશ. હાંડલી ફસડાઈ જશે અને ખીર ઢોળાઈ જશે.’ તાપ ખૂબ ભડભડતો હતો. થોડી વારમાં અતિ તાપથી હાંડલી ફસકાઈ ગઈ, અને ખીર ઢોળાઈ ગઈ. ગોશાલક ગુરુની અગમવાણી પર મુગ્ધ થઈ ગયો. ગોશાલક એક વાર એક મહોલ્લામાં ભિક્ષા માટે ગયો. ત્યાં તામસી પ્રકૃતિના એક વેપારીએ ભગવાન મહાવીર માટે હલકા શબ્દો વાપર્યા. ગોશાલકથી ગુરુનિંદા સહન ન થઈ. એણે ક્રોધથી કહ્યું : ‘મારા ગુરુની તું નિદા કરે છે ? જા, મારા ગુરુના બોલથી કહું છું કે તારા હૈયામાં જેવી ઈર્ષ્યાની આગ છે, એવી આગ તારા હાટમાં લાગશે !' વેપારી બોલ્યો : ‘શંખણીના શાપ લાગે નહિ, સતી શાપ દે નહિ !' પણ ન જાણે ક્યાંથી, હાટમાં એકાએક અગ્નિ પ્રગટ થયો. ગોશાલક ગર્વભેર પાછો ફર્યો. એને થયું : આજ એની સમકક્ષ બીજો કોઈ નથી. એને થોડા વખતમાં જ સમજાઈ ગયું કે શબ્દ માત્રમાં મંત્રનો અંશ છુપાયેલો છે, ને વનસ્પતિમાત્ર ઔષધ છે. એને અગમનિગમની સાધના તરફ પ્રીતિ થઈ. હવે તો એ ગુરુના નામના એક બોલ માત્રથી દુનિયાને હાલતીચાલતી થંભાવી શકે તેવો ગર્વ ધરાવતો થયો. એક વાર વળી એના સાધકજીવનમાં નવો જ્ઞાનાનુભવ થયો. રસ્તે જતાં એક અડધો ઉખેડેલો તલનો છોડ મળ્યો. ગોશાલકે પૂછ્યું, ‘આ તલનો છોડ ઊગશે ખરો ?' ‘જરૂર ઊગશે.’ ભગવાન મહાવીરે કહ્યું. ગોશાલકને લાગ્યું કે કેટલીકવાર મોટા માણસો પણ દીધે રાખે છે ! આ છોડ શું ઊગે ? એમ કહી અડધો ઉખડેલો છોડ મૂળ સાથે આખો ઉખેડીને દૂર ફેંકી દીધો. એકાદ ચોમાસાનાં પાણી વહી ગયાં, ને ફરી ગુરુશિષ્ય ત્યાં થઈને નીકળ્યા. ચેલાને પેલા તલના છોડની વાત યાદ આવી. એણે ચારે ત૨ફ જોયું, પણ છોડ ક્યાંય ઊગેલો દેખાતો નહોતો. એણે ગુરુજીને કહ્યું, ‘પેલો તલનો છોડ કરમાઈ ગયો 184 ] શત્રુ કે અજાતશત્રુ લાગે છે.’ ‘ના, ના. આટલામાં ક્યાંક હશે, જરા શોધ કર !' ગોશાલકે ચારે તરફ નજર કરી પણ ક્યાંય ન દેખાયો. એ કહેવા જતો હતો, ત્યાં એક ખૂણા પર લીલાછમ તલના છોડ પર એની નજર પડી. ગોશાલક ગુરુની વાણી પર વારી ગયો. એણે પૂછ્યું : “એનું કારણ ?' ગુરુએ કહ્યું : ‘ભવિતવ્યતા' ગોશાલકે ગુરુનાં આગળનાં વાક્યો ન સાંભળ્યાં. એણે મનમાં નક્કી કર્યું કે ભવિતવ્યતા મોટી વસ્તુ છે, માણસ ગમે તેટલાં બળ, પરાક્રમ, ઉદ્યમ, બુદ્ધિ વાપરે તોય થવાનું હોય તે થાય છે. માણસ મોટો નથી, ભવિતવ્યતા મોટી છે. ગોશાલક તો મહાગુરુનો પડછાયો બની રહ્યો. ગુરુએ ગુરુમંત્ર આપતાં એક વાર કહ્યું, ‘પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા તૂટવી ન જોઈએ. જીવનમાં મહાન વિજયો આત્મશ્રદ્ધાથી હાંસલ થાય છે.” આ વાતનું પારખું તરત થયું. ગુરુ અને શિષ્ય જંગલમાં તપ તપતા હતા, ત્યાં દવ લાગ્યો. ઘાસ અગરબત્તીની જેમ સળગવા લાગ્યાં. ગોશાલકે કહ્યું : ‘ગુરુ, ભાગો !' પણ ગુરુ તો ન હલ્યા કે ન ચાલ્યા. થોડી વારમાં ત્યાં આવીને અગ્નિ બુઝાઈ ગયો. વાહ રે આત્મશ્રદ્ધા ! આત્મશ્રદ્ધા હોય તો દુર્ગની દીવાલો પણ ફાટી જાય. ગુરુએ એક દહાડો શિષ્યને કહ્યું : ‘આપણને દેહ પર મમતા નથી, ને દુશ્મન તરફ પણ દ્વેષ નથી. ચાલો, આ બે વાતનું અનાર્ય-જંગલી દેશોમાં જઈને પારખું કરીએ.’ બંને જણા જંગલી દેશોમાં ગયા. અહીં તો માણસનું માંસ પણ માણસનું ખાદ્ય હતું. ઘણીવાર એ માટે ગુરુ-શિષ્યના દેહમાંથી માંસપિંડ કપાયા. ત્યાંનાં જંગલી જાનવરો તો ભયંકર હતાં, પણ કૂતરાં તો વાઘથીય વિકરાળ હતાં. દોડીને દેહમાંથી બટકાં તોડી લે. યોગ્ય આહાર તો મળે જ ક્યાંથી ? પીવા માટે ચોખ્ખું પાણી પણ ક્યાં મળે ? ગુરુને દેહનાં સુખ-દુઃખ સમાન બન્યાં હતાં. ગુરુનો અનન્ય શિષ્ય ગોશાલક પણ પોતાના ગુરુને મન, વચન ને કાયાથી અનુસરી રહ્યો હતો. એક વાર ઉનાળામાં એમણે એક જટાજૂટવાળો જોગી જોયો. એ સૂર્યમંડળ પર દૃષ્ટિ ઠેરવીને મંત્ર સિદ્ધ કરતો હતો. સૂર્ય અગ્નિ વરસાવતો હતો. અને તાપસ જાણે એ અગ્નિ આંખો વાટે પીતો બે અહંતો C 185
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy