SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શાણી હસમુખી વિરૂપાના આ વર્તનથી મેતાર્યના મનમાં કંઈક ઊઠ્યું. આ પહેલાં પણ કેટલાક પ્રસંગોથી મેતાર્યના મનમાં કંઈક શંકાઓ જન્મી હતી. એ ઘોડેથી ઊતરી વધુ નજીક ગયો. એણે કંઈક ગળગળા છતાં મક્કમ અવાજે કહ્યું : “હું ઘણા વખતથી જોઉં છું કે તમે મને જોઈ બેચેન બની જાઓ છો, કંઈનું કંઈ બોલી નાખો છો. ભેદભરી આ રીતે શા માટે ? આટલો મનભાર શા કારણે ?” “મનભાર ઓછો કરવા ઘણીય મથું છું. કુમાર ! વ્રત તપ પણ કરું છું. શ્રમણોના ઉપદેશમાંય જતાં ચૂકતી નથી, પણ ન જાણે શા માટે આ મનવાસનાનું ભૂત પીછો જ છોડતું નથી.” “કઈ વાસના ?” “સંતાનની ” “તમારે સંતાન ક્યાં છે ? પારકાનાં સંતાન જોઈ શા માટે દિલ બાળો છો ? મરેલાંને વિસારવામાં જ બુદ્ધિમાની છે.” “કોણ મરેલું ? મારું સંતાન તો જુગ જુગ જીવો !" વિરૂપાની આંખો ફાટી. એ જાણે પાર્થિવ જગતની રહી નહોતી. “હા, માતા કહેતી હતી કે હું જન્મ્યો તે જ દિવસે તમે પણ એક બાળકીને જન્મ આપેલો. એ મરી ગઈ કાં ?" “કોણ મરી ગયું ? મારું સંતાન તો જીવિત છે. મારું સંતાન અમર છે. મેતાર્ય, મને એક વાર ચોખ્ખચોખ્ખું કહી દેવાની રજા આપ કે હું તારી મા છું.” વિરૂપા હૃદય પરનો કાબૂ ગુમાવી બેઠી હતી. “વિરૂપા, શા માટે મૂંઝાઓ છો ? જ્ઞાતપુત્રનો ઉપાસક ધનદત્ત શેઠનો પુત્ર, માતાની પરમ સખીને માતા કહેતાં નહિ શરમાય ! તમને જોયા પછી તો જ્ઞાતપુત્રનો ઉપદેશ સાચી રીતે સમજાયો. ઉચ્ચતા તો તમને પામીને ગૌરવ અનુભવે. કહેવાતી ઉચ્ચતાની નીચતા મેં જોઈ છે. તમે તો માતા કરતાંય મહાન છો." “મેતાર્યુ, અત્યારે મારી સબબૂધ ઠેકાણે નથી. હૃદયના પહાડમાંથી ક્યાંક લાવા ઊકળવા લાગ્યો છે. કડાકા થાય તો ડરીશ મા ! તું ધનદત્તનો પુત્ર નહિ, મારો ! વિરૂપાનો ! માતંગનો ! મુજ ચંડાલણીનો તું પુત્ર ! બેટા, આ છાતીનાં દૂધ તારા માટે જ હતાં. વચનને ખાતર બીજાને આપેલો ! હા, હતભાગિની વિરૂપા !” વિરૂપા આટલું બોલતાં બોલતાં ઢગલો થઈ જમીન પર પડી ગઈ. મેતાર્થે એકદમ આગળ વધી એને ઉપાડી આંગણામાં સુવાડી મોં પર પાણી છાંટી કપડાથી હવા નાંખી. થોડીવારમાં એ બેઠી થઈ. ભાનમાં આવતાંની સાથે એ બોલવા લાગી : “મેતાર્ય, રુધિરની માયા વિચિત્ર છે. તારું એક એક હાડકું, તારો એક એક 138 D સંસારસેતુ અવયવ મારા હાડમાંસનો બનેલો છે. દુનિયામાં થેલામાં ઘેલું પ્રાણી મા છે, નહિ તો ભલા, અર્પણ કરેલી દોલતને કોઈ યાદ કરતું હશે ? પણ બેટા, મૂંઝાઈશ મા ! કીર્તિ અને કુળને સિંહાસનેથી તને નહિ ઉતારી લઉં. એક વાર તને ભેટી લેવા દે ! ધગધગતી આ છાતીને તારા આશ્લેષથી શાન્તિ પામવા દે ! બેટા, આ તારા રક્તકપોલ પર રહેલું ચુંબન ચોડવાનો અધિકાર આ હતભાગનીનો જ હતો. બસ કેવળ એક વાર મા કહેતો જા ! બેટાનો સાદ સાંભળી મોત પણ મીઠું લાગશે.” “વિ...રૂ...પા ! મા કરતાં મહાન છો. તમારી વાણી કંઈ સમજાતી નથી. જરા વિસ્તારથી કહો.” “વિસ્તારથી સાંભળીશ ? ભલે બેટા, સાંભળ !” વિરૂપા ધીરે ધીરે અસ્પષ્ટ રીતે વાત કહેવા લાગી. એમાં અડધું સમજાયું. અડધી વાત અધિક ગરબડ ઊભી કરે છે. મેતાર્ય બોલ્યો : “વિરૂપા ! મને મોતના મુખમાંથી પાછી લાવનાર મારી જનેતા સતી વિરૂપા ! તમારી વાણી નથી સમજાતી ! જરા વિસ્તારથી સમજાવો !" “સમજાવું છું બેટા ! જ્યારે બધી લાજશરમ છોડીને તારી સામે ઊભી છું, પછી શા માટે અંતરના અવરોધને આડે લાવીશ ? બેટા, વાત ટૂંકી છે. ધાર્યું હતું કે આજે થશે ને કાલે ભુલાઈ જશે, પણ એ ન બન્યું. તું જાણે છે કે શેઠાણી અને હું સહિયર છીએ. શેઠાણી સાગરહૃદયા છે. મને નીચને સખી કરી. એ મોટા મનની નારીને હું કેમ વીસરી શકું ? કદીય અમારા સખીપણાને ઊંચનીચની દીવાલો ભેદી શકી નથી. શેઠાણીને સંતાનની અછત હતી. એમના દેહની ગરમી બાળકને જન્મવા ન દેતી. કોઈ જન્મતું તો જીવતું નહિ. ધનદત્ત શેઠને વારસની જરૂર હતી. અને એ જરૂરિયાત માટે તેઓ બીજી પત્ની કરવા માટે પણ તૈયાર હતા. અને એમ થાય તો શેઠાણીને માથે શોક્યનું સાલ ઊભું થાય. કુદરતનો જ એ સંકેત માનું છું કે, અમને બંનેને સાથે મહિના રહ્યા. આ માટે મેં વગર કહ્યુ સોંગન આપીને સોદો કર્યો : મારે પુત્ર જન્મે તો એમને આપવો. એમને જે જન્મે એની માતા મારે બનવું !” વિરૂપા જાણે વાત કરતાંય થાકી ગઈ હતી. વર્ષો પછી એના અંતરનાં કમાડ આજે ઊઘડતાં હતાં. “બેટા, એક સુંદર રાતે વેદનાની વાણ્ય પોકારતાં તને જગતના અજવાળાનાં પ્રથમ દર્શન કરાવ્યાં. અમારા સંકેત મુજબ વિશ્વાસુ દાસી નંદા તૈયાર હતી. કુશળતાથી સંતાનની આપલે થઈ ગઈ. શેઠાણીને પુત્રી અવતરેલી, પણ ગરમીથી એ ખદખદી રહી હતી. થોડે દહાડે એ બિચારી પરલોક પ્રયાણ કરી ગઈ. બેટા, તારું એક અંગ મારા હાડમાંસનું છે. નથી ઇચ્છતી કે મને માયામોહ વળગે ને તારું ભવિષ્ય ઘેરું બને; પણ વેળાકવેળાએ મારું મન મારું નથી રહેતું ! તારી પાછળ મોહપાશ D 139
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy