SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 14 હાથતાળી ગગાની ગિરિકંદરાઓમાં સરી ગયેલો રોહિણેય વાઘની જેમ કૂદતો, તાકતો વૈભારગિરિની ગુફામાં આવીને છુપાઈ ગયો. આ પ્રચંડ ગિરિમાળની કિલ્લેબંદી ભેદીને આવવાની કોઈની તાકાત નહોતી. એના શૂરા સાથીદારોની માવજતમાં એ કેટલાક દિવસો ઘાની સારવાર કરાવતો પડ્યો રહ્યો. પણ માતંગ અને મેતાર્યને સાજા થતાં જેટલા દિવસો એને ન લાગ્યા. પર્વતનાં વૃક્ષમૂળોએ, વનલતાઓના રસોએ અને જાનવરોનાં અંગોમાંથી ઉપજાવેલી ઔષધિના બળે એ જલદી સાજો થઈ ગયો. એના ઘા પુરાઈ ગયા ને ફરીથી એની નસોનું લોહી થનગનાટ કરવા લાગ્યું. રોહિણેય અને એના દાદાના સ્વભાવ વચ્ચે એક જ મોટો ભેદ હતો. એના દાદાની વીરતા અવિચારી, ક્રૂર હતી. રોહિણેય વિચારશીલ હતો. એ દરેક બાબતના સારાસારાનો તાગ લઈ શકતો. એનો દાદો જ્યાંથી પાછો પડતો ત્યાં જ ફરી પાછો ઝનૂનપૂર્વક સામે ધસતો, ને કાં મારીને કાં મરીને જ નિરાંત લેતો. વીર ને વિચારશીલ રોહિણેય આ બાબતમાં જુદો પડતો. રાજ ગૃહીની એની પ્રચંડ લૂંટ દ્રવ્યની તો રેલમછેલ થઈ ગઈ હતી. એણે સાથીદારોને ધરવી દીધા હતા, અને સહુ આ લૂંટને જીવનસાફલ્ય લેખતા હતા. કેવળ રોહિણેય જ આ પ્રયાસને નિષ્ફળ પ્રયાસ લેખી ઘણી વાર દુઃખ જાહેર કરતો. આટઆટલી માહિતીઓ, આટઆટલાં વેશપરિધાનો, આટઆટલી જહેમત લીધી પણ ધાર્યું ન થયું. મારે કંઈ લક્ષ્મીની ભૂખ નહોતી. મગધરાજના સિંહાસન પર બે દહાડા પર રોહિણેયની છત્રછાયા ઢોળાત, મારા નામની નેકી પોકારાત તો કેવી નામના થાત ! મારા નામની મુદ્રાઓ, મારા નામની આજ્ઞાઓ, મારા નામનો જયજયકાર !” “કેવી બાલિશ કલ્પના !” વયોવૃદ્ધ ને અનુભવી સાથીદારો હસી પડતા. રોહિણેય છંછેડાઈને કહેતો : “કલ્પના નથી, દાદાની ભાવનની પરિપૂર્તિ છે. મગધના કયા સૈનિકોથી તમે ઓછા ધનુર્ધરો છો ? કયા વીરથી તમે ઓછા પરાક્રમી છો ? શા માટે તમે લૂંટારા અને તેઓ કીર્તિવાન સૈનિકો ? બંનેનું પોષણ એક જ સ્થળેથી થાય છે. તેઓ પણ કાયદાના જોરે પ્રજાને લૂંટે છે. આપણે પણ પ્રજા પાસેથી બાવડાના બળે મેળવીએ છીએ. પછી શા માટે તમે હીન ? તમે નીચા ? બ્રાહ્મણો ને ક્ષત્રિયો કેમ મોટા ?” - રોહિણેયના શબ્દોમાં અમોઘ બળ હતું. શેખી કરતા બધા સાથીદારોના દિલમાં એકાએક સ્વાભિમાન ઊગી આવ્યું. એમનાં મસ્તકો મગરૂરીમાં ટટ્ટર બની રહ્યાં. - “મારે તો ભવોભવનાં હિણાયેલાઓનું રાજ માંડવું હતું, આજે તમારા કાજે દિવસની બાદશાહી મેળવત તો કાલે મારે કોઈ સમોવડિયો એથી અદકું પરાક્રમ કરી બતાવત. જેનો પડછાયો લેવામાં પાપ લેખાય છે, એવો મારો જ કોઈ ભાઈ એમના સિંહાસન પર બેસીને હકૂમત ચલાવત, પણ નસીબે સાથ ન પૂર્યો !” હજી ક્યાં જિંદગી વીતી ગઈ છે ?'' “પણ આવેલી પળ વીતી ગઈને ! છતાં એમ ન માનશો કે હું નિરાશ બની બેઠો છું. દાદાની આખરી ઇચ્છા પૂરી કરીને જ જંપ વાળીશ.” બહાદુર રોહિણેયના છેલ્લા શબ્દો હજી મુખમાં જ હતા, ત્યાં એક મોટો કૂતરો ભયંકર ચિત્કાર કરતો ધસી આવ્યો. એ રોહિણેયનો વફાદાર ચોકીદાર ‘ખેડેગ' હતો. “ખડગને કોણે ઘાયલ કર્યો ?” રોહિણેય એકદમ ઊભો થઈ ગયો. એનો અવાજ ભયંકર બન્યો હતો. પણ હજી એ વિશે વધુ માહિતી મળે ત્યાં તો એક પલ્લીવાસી દોડતો ધસી આવ્યો. એનાં અંગેઅંગ ચાળણીની જેમ તીરોથી વીંધાઈ ગયાં હતાં. “મહારાજ , નાસો ! પલ્લી ધેરાઈ ગઈ છે.” અને તરત જ એ વફાદાર સેવક ધરણી પર ઢળી પડ્યો. એનું પ્રાણપંખી ઊડી ગયું. “અરે, આ તો ગંગાતટનો આપણો સેવક કંચન ! જે પલ્લીની સામે આંગળી ઊંચી કરવાનું સાહસ ભલભલા મહારથીઓ ન સેવે એના પર હલ્લો ! અશક્ય ! અસંભવ !** અસંભવ કરે તેવા મહાઅતાત્ય અભયનું આ કામ છે. એણે આપને જીવતા પકડી મગધના સિંહાસન સમક્ષ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરી છે.” દોડી આવેલા બીજા પલ્લીવાસીઓએ વાત કરી. હાથતાળી B 109
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy