SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તો સાવધ થઈ જા ! બહાદુરો, આગળ વધો ! તમારી પરશુને બેફિકર ઘુમાવો ! રોહિણેય કાંચનનો ભૂખ્યો નથી, પણ કીર્તિનો ભૂખ્યો છે, એ વાત આજે જગજાહેર થવા દો !” - આ અવાજ ભયંકર હતો. રાજમહેલના ઝરૂખાઓ પર એ પડછંદા પાડવી લાગ્યો. લૂંટારાઓ ઝનૂનપૂર્વક આગળ ધસી ગયા. માતંગે ઈષ્ટ દેવતાઓનું સ્મરણ કરી પોતાની પરશુ ઉઠાવી. મેતાર્યે રોહિણેયને વીંધવા અશ્વને ચક્રાવ લીધો. તુમુલ યુદ્ધ મચી ગયું. મેતાર્ય અને માતંગને ઝૂઝતા જોઈ ભયભીત નગરજનોમાં પણ હામ આવી. મળ્યાં તે શરસ્ત્રાસ્ત્ર લઈ સહુ મદદે ધસી આવ્યાં. માતંગ અદ્દભુત રીતે લડી રહ્યો હતો. દુશ્મનના દાવ સામી છાતીએ ઝીલતો હતો અને દુશમનને સામી છાતીના ઘાવ દેતો હતો. કુમાર મેતાર્યે લૂંટારા રોહિણેય સામે દાવપેચ લેવા માંડ્યા હતા. ધીરે ધીરે નગર-સૈનિકો વધતા ચાલ્યા અને લૂંટારાઓની સંખ્યા ઓછી થવા લાગી. કેટલાક લૂંટારાઓ હજી નગરમાં જ લૂંટ કરવામાં વ્યગ્ર હતા. થોડા ઘણા મદદે દોડી આવ્યા. પણ તેઓ કંઈ વધુ ન કરી શક્યા. મેતાર્ય અને માતંગે નગરજનોમાં નવપ્રાણ પૂર્યો હતો. રોહિણેય ધીરે ધીરે ઘેરાઈ રહ્યો હતો. એના ગણ્યાગાંઠ્યા જ સાથીદારો બાકી હતા. અચાનક મેતાર્યો હાથમાં તોળેલો ભાલો ઝીંક્યો. ચપળ રોહિણેય યમરાજના આગમનને પારખી ગયો, એ એક છલાંગે અશ્વ પરથી નીચે સરકી ગયો. ભાલો અશ્વની પીઠને ઘસાઈ સડસડાટ આગળ વધી ગયો. હવે રોહિણેય ઝનુને પર ચડ્યો. એણે કમર પરનો ભયંકર છરો ખેંચ્યો ને અત્યંત વિગથી મેતાર્ય સામે ફેંક્યો. ગમે તેવો તોય સુકોમળ જીવનનો જીવનારા મેતાર્ય ! વળી લાંબી લડાઈથી થાક્યો હતો. એનો અશ્વ પણ અત્યંત ઘવાયો હતો. યમરાજ ની દષ્ટા જે વો ભયંકર છરો આંખના પલકારામાં એના સ્કંધમાં આવીને ખેંચી ગયો. પણ વીર મેતાર્ય પાછો ન ફર્યો. એક હાથે છરો ખેંચીને ફેંકી દીધો ને તરત બમણા વેગથી એ રોહિણેય પર ધસી ગયો. મર્દ રોહિણેય મુંઝાયો. એણે હવે પાછા ફરવામાં જ સલામતી માની. તરત એણે મોંએથી વિચિત્ર પ્રકારનો અવાજ કર્યો. એ અવાજનું એક પછી એક બધા લૂંટારાઓએ અનુકરણ કર્યું. અશ્વ વગરનો રોહિણેય એક મોટી લાઠીના બળે આખા ટોળાને કુદી ગયો, ને ગંગાના ઘાટ તરફ નાઠો. માતંગ તો લડવામાં મશગૂલ હતો. મેતાર્યે રોહિણેયને નાસતો જોયો ને તેની પીઠ પકડી. પગના બળથી દોડતા રોહિણેયને મેતાર્યનો અશ્વ આંબી લે એવી વાર હતી કે ચાલાક લૂંટારાએ કમર પરના 70 1 સંસારસેતુ છરાનો ઉપયોગ કર્યો, વાર ચૂકવવા મેતાર્યને અશ્વ પરથી પૃથ્વી પર કૂદકો મારવો પડ્યો. હવે બંને પગપાળા થયા ! આગળ પવનવેગે રોહિણેય નાસે ! પાછળ દાંત કચકચાવતો મેતાર્ય પગલે પગલું દબાવે ! દક્ષિણ દિશામાં દોડતો રોહિણેય હવે બરાબર મેતોના કૂબાઓ પાસે આવી પહોંચ્યો હતો. ત્યાંથી નીચે ગંગાની કંદરાઓ વિસ્તરેલી હતી. એમાં એ ઊતર્યો એટલે જાણે માતાના ખોળે બેઠો, પણ આ પીછો પકડનારને કેમ ખાળવો ? એક જ ક્ષણ ને રોહિણેયે કંઈક નિશ્ચય કર્યો. તેણે કમર પરથી છેલ્લો છરો ખેંચ્ય, ખેંચીને ઘા કરવા માટે એ એક ક્ષણ ઊભો રહી ગયો ને હાથમાં ઊંચે હવામાં વીંજ્યો. મેતાર્યના ખભામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. એ દોડતો હતો. પણ હવે એને બીજું ભાન ઓછું હતું. એક જ ક્ષણ ને કામ તમામ થઈ જાત, પણ કોઈ ચીસ પાડતું વચ્ચે ધસી આવ્યું. કોણ આવ્યું ? ખસી જા, દૂર ખસ ઓ સ્ત્રી !” રોહિણેયે રોષભરી ગર્જના કરી. એના શબ્દોમાં વાઘની પ્રચંડ લોહીતરસ ગુંજતી હતી. નહીં ખરું ! રોહિણેય, નિરાંતે ઘા કર ? આટલી કીર્તિ ભેગી સ્ત્રીહત્યાની કીર્તિ પણ વળતો જા !” સ્ત્રી ! સ્ત્રીવધ ! બાળક અને સ્ત્રીને છંછેડવામાં મહાપાપ માનનાર રોહિણેય મૂંઝાયો. કેમ ઘા કરતો નથી ! તારું કલ્યાણ થશે !” “તને નહિ મરાય ! રોહિણેય સ્ત્રીને અવધ્યય ગણે છે !” અને એવી કુળનીતિમાં માનનાર રોહિણેય જોયું કે જ્યારે આ હઠીલી સ્ત્રી એક તસુ પણ ખસવા આનાકાની કરે છે, ત્યારે એ મૂંઝાયો. વખત ઓછો હતો. નાસી ન છુટાય તો વાત ભારે થઈ પડે તેમ હતી. એણે વીજળીની ઝડપે નિશ્ચય કર્યો. છરી પાછો કમર પર નાખ્યો ને આંખના પલકારામાં કૂબાઓ વટાવી ગિરિકંદરાઓમાં સમાઈ ગયો. જેઓ સાજાસારા રહેવા પામ્યા હતા, તે લૂંટારાઓ પણ હવે નાસી છૂટ્યા હતા. મેતાર્થે આ સ્ત્રીનો સંવાદ સાંભળ્યો હતો, પણ ધીરે ધીરે તેની સમજ શક્તિ ઓસરી રહી હતી. એની આંખે અંધારાં આવી રહ્યાં હતાં. એ લથડ્યો. પણ કોઈ બે સુંવાળા હાથોએ એને ઝીલી લીધો. એ વિરૂપા હતી. મેતાર્યન ઝીલીને એ ઘરમાં કીર્તિ ને કાંચન D 71
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy