SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ “વૈભાર તરફ જાઓ ત્યારે આજની સુંદર રાતની યાદગીરી તરીકે એટલી ભેટ મોકલજો ને !” સાર્થવાહે કંઈ પણ પ્રત્યુત્તર ન આપતાં મુક્ત હાસ્ય કર્યું. સ્ફટિકનાં દ્વારોમાંથી વધુ ને વધુ નિર્ઝરતી હતી. જળકુંડનું સ્વચ્છ જળ દેવદત્તાના દેહ પરના વિધવિધ સુગંધીમય લેપોથી મઘમઘી ઊઠ્યું હતું. રાત હતી ને રસિયાં હતાં, સ્થળ હતું ને સહવાસ હતો; પણ એ યુગલ ચક્રવાક ને ચક્રવાકીનું હતું. મોડી રાત સુધી મીઠી મીઠી વાતો કરીને સાર્થવાહ ઊભો થયો ત્યારે રાત ઘણી વીતી ગઈ હતી. “આ બે પીઠિકા વચ્ચેનું અંતર જાણે યોજનાનું અંતર ભાસ્યું છે.” વિદાય આપતી દેવદત્તાએ ભંગ કર્યો. પરિચય વધતો જશે, એમ એ અંતર પણ ઓછું થતું જશે, અને એક દહાડો નામશેષ થઈ જશે.” હસતો હસતો સાર્થવાહ આવાસની બહાર નીકળી ગયો, ને છેલ્લી રાતના અંધારામાં અદૃશ્ય થઈ ગયો. થોડી વારે તારાના ઝાંખા પ્રકાશમાં એક નૌકા વૈભારની ગિરિમાળા તરફ સરતી જોવાતી હતી. રાજવાર્તા આથમતી રાતના ઝાંખા પ્રકાશમાં વૈભાર પર્વતની શિખરમાળ તરફ સરી ગયેલી નૌકા, એ પછી કેટલાય મહિનાઓ સુધી અવારનવાર એવા જ અસૂરા ટાણે આવતી અને જતી જોવાતી. એમાંથી પેલો રંગીલો પરદેશી અજબ સ્વભાવનો સાર્થવાહ લપાતો છુપાતો દેવદત્તાના આવાસે આવતો અને જતો. આ આગમન અને પ્રત્યાગમનના સાક્ષીભૂત આકાશના તારકો અને સાગરના જળદેવતા – આ બે સિવાય કાળા માથાનાં માનવીઓ ઓછાં હતાં. નાનીશી હોડીનો નાવિક આ સાર્થવાહ વિશે કંઈ શંકા ધરાવતો થયો હતો, છતાં હિરણ્યના લોભે એની જબાન બંધ રહેતી. એ જોતો હતો કે ગંગાના તોફાની તરંગો પર કદી કદી નૌકા કાગળની હોડી જેમ ધ્રુજી ઊઠતી : ત્યારે પણ આ સાર્થવાહ જરાય ગભરાતો નહિ. વેપારીવર્ગમાં આટલી નિર્ભયતા એણે જીવનમાં પ્રથમ વાર નીરખી હતી, અને આટલા વૈભવશીલ જીવ વૈભારગિરિના કઠોર પ્રદેશમાં વસવા જાય એ એને માટે નવો અનુભવ હતો. આવી અનેક શંકાઓ દેવદત્તાને અને એની કુશળ દાસીને પણ ઘણી વાર થતી, છતાં યુવાનનું વ્યક્તિત્વ જ એવું હતું કે એને નીરખતાં એવા પ્રશ્નો આપોઆપ સ્મરણમાંથી સરી જાય. દેવદત્તાના રસમંદિરે અનેક રસિયાઓ આવી ગયા હતા; એના ઉદ્યાનનાં સુંદર ફૂલો પર જેટલા ભમરા બેસવા આવતા, એનાથી વધુ ભોગી ભ્રમરો એની ચારે બાજુ વીંટળાયેલા રહેતા. પણ એ ભ્રમરોનું નસીબ બગીચાના ભ્રમરો કરતાં હીણું હતું. તેઓને એકાંત ભાગ્યે જ મળતું. વાતચીતનો પ્રસંગ દુષ્કર બનતો, અને શ્વાસથી શ્વાસ ભેટે એટલા નજીક બેસી મધુપાનનો પ્રસંગ જવલ્લે જ સાંપડતો. 42 સંસારસેતુ
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy