SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દાસી, પ્રથમ તો હું આ રંગસભામાં પધારેલા અગ્રગણ્ય પુરુષોની ઓળખાણ માટે ઇંતેજાર છું !” “નૃત્યભવનમાં જ પધારો ને ? ત્યાં પ્રત્યક્ષ પરિચય સધાશે.” “ના, ના, આ દેશથી હું સર્વથા અજાણ્યો છું. આટલાં બધાંની વચ્ચે જઈને બેસતાં મને સભાક્ષોભ થઈ રહ્યો છે. અહીં જ ઓળખાણ આપ !” એમાં લજ્જા કરવા જેવું કંઈ નથી, સાર્થવાહ ! દેવદત્તાનાં નૃત્ય જોવાં, એનો અંગભંગ નીરખવો ને એની સુશ્રી વિશે ચર્ચા કરવી એ તો સંસ્કારિતાનું ચિહ્ન છે. ઘણા કવિઓ એના એક એક અંગ પર લાંબી લાંબી કવિતાઓ કરે છે. અને છતાંય નાગરિકો કહે છે કે ઉપમા અને અલંકારો ઓછાં પડે છે ! દેવદત્તાના સૌંદર્ય ને સ્વરો વિશે છડેચોક ચર્ચા કરવામાં આબાલવૃદ્ધ સુન્નતા સમજે છે.” સુન્નતા, સંસ્કારિતા !” કોઈ અજ્જડ માણસ બોલે તેમ આ શબ્દોનું સાર્થવાહે પુનરુચ્ચારણ કર્યું. દાસીની આ વાતથી એ આશ્ચર્ય પામતો હોય એમ ભાસ્યું. સ્ત્રીનાં અંગોપાંગની આવી ચર્ચા સુન્નતા ને સંસ્કારિતા કેમ લેખાય, એની જાણે એને સમજ ન પડી ! - “દાસી, હમણાં આ રંગસભા વીખરાઈ જશે ને ઓળખાણ વગરનો રહી જઈશ. પરદેશી છું, પારકી ભોમનો વાસી છે, માટે ત્યાં જતાં શરમ આવે છે.” ભલે ત્યારે, જુઓ, પેલા રંગસંભાની પ્રથમ પંક્તિમાં સહુથી આગળ ઉચ્ચાસને બેઠેલા છે, તે રાજગૃહીના સમાહર્તા. ખાણ, સેતુ, વન અને વ્રજ-બધાંના એ અધિકારી !” “યોગ્ય છે, અનુભવી પણ લાગે છે.” દેવદત્તાના રૂપને બદલે સમાહર્તા આકૃતિને નેત્રો દ્વારા પી રહ્યો હોય તેમ સાર્થવાહ બોલ્યો. “અને તે પછીના અનુક્રમે સૂત્રાધ્યા, સીતાધ્યક્ષ, સૂરાધ્યક્ષ ને ગણિકાધ્યક્ષ !” “ધન્ય છે ! ધન્ય છે ! વાહ ! તે પછીના કોણ છે ?” મગધના તલવરો (પટ્ટાવાળા ક્ષત્રિયો), માંડલિકો ને ઇભ્યો છે. પેલા શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટ જેમણે માથા પર બાંધેલા છે, તે રાજગૃહીના શ્રેષ્ઠીઓ છે.” શ્રેષ્ઠીઓ !” યુવાને કંઈક કરડાકીમાં કહ્યું. “ કેમ ચમક્યા ?” ના, ના. ચમકવાનું કંઈ કારણ નથી. શ્રેષ્ઠીઓ સાથે અમારે તો સદાનો સંબંધ રહ્યો, તેથી વિષય ઓળખાણની ઇચ્છા રાખું છું. એમની સંપત્તિ, સામર્થ્ય વિશે કંઈ વસે છે, જેની લક્ષ્મીનું માપ ખુદ કુબેર પણ ન કાઢી શકે. અહીં આવેલા શ્રેષ્ઠીઓમાં પણ કેટલાક દશ દશ ને વીસ વીસ હિરણ્યકોટી નિધાનના માલિક છે. દશ હજારના એક એવા ગાયોના અનેક વ્રજ તેઓની પાસે છે. ક્ષેત્રવાસ્તુનો તો પાર નથી. કોઈ પાંચસો હાટના સ્વામી છે, કોઈ હજાર હાટના.” “ધન્ય છે રાજગૃહીને ! દાસી, બહુ વાચાળ લાગું તો માફ કરજે ! તારી ભાષા વજન જેવી ને તારો વર્તાવ નેહી જેવો લાગે છે, એટલે જ આ પ્રશ્ન કરી રહ્યો છું. મુજ પરદેશીની એક વધુ ભેટ સ્વીકાર ને મને રંગસભાનો પૂરો પરિચય આપી આભારી કર ! સાર્થવાહે કાનનાં કિંમતી કુંડળો દાસીને ભેટ આપ્યાં. દેવદત્તા નાગનૃત્યમાં તલ્લીન બની હતી. આખી સભા ચિત્રવત્ સ્તબ્ધ બની હતી. માનવહૃદયને સહેજે મૂર્છા આવે એવું વાતાવરણ હતું. પણ જાણે આ યુવાન તેનાથી પર હતો. કાં તો જેણે સ્ત્રી-સ્વરૂપની મનોરમતા ને તેનું સ્પર્શ સુખ પિછાણ્યું નહીં હોય, અથવા તો એ બધાં પર એને વૈરાગ્ય આવી ગયો હશે, નહિ તો અત્યારનું વાતાવરણ જ એવું હતું કે માનવીની વાચા જ થંભી જાય. વસવીણાના મીઠા સ્વરો અજબ ઝણઝણાટી કરી રહ્યા હતા, ને સ્વરોમાં મુગ્ધ થઈને સર્પ ડોલે તેમ દેવદત્તા ડોલી રહી હતી. આખું અંગ એક પણ અસ્થિ વગરનું હોય એમ નાગફણની જેમ એનું કાળાભમ્મર કેશકલાપથી ઓપતું મસ્તક સ્વરલહરીઓ સાથે ડોલન કરી રહ્યું હતું. દેવદત્તાના દેહ પર એક પણ આભૂષણ નહોતું. એના ગૌર, માંસલ અને સ્નિગ્ધ દેહ પર માત્ર એક ઘનશ્યામ વત્ર વીંટાળેલું હતું. માથા પર હીરાજડિત દામણી હતી, અને લાંબો મધુર કેશકલાપ સર્પફેણની જેમ ઉન્નત રીતે ગૂંથેલો હતો. કાળા વસ્ત્રથી આચ્છાદિત એનાં ગૌર અંગો અજબ આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યાં હતાં. સાર્થવાહની દૃષ્ટિ બેએક ક્ષણ દેવદત્તાના નૃત્ય પર થંભી રહી, પણ પુનઃ સભાજનો પર ફરવા લાગી. દાસીએ ઓળખાવેલા તમામ રાજગૃહીના અગ્રગણ્ય પુરુષોને જાણે આજે ને આજે એ પિછાની લેવા ઇચ્છતો હતો. નાગનૃત્ય કરતી દેવદત્તાને જાણે સમાધિ ચડી ગઈ. વીણાના સ્વરો ધીરે ધીરે હવામાં લીન થતા ચાલ્યા, ને આખરે સ્વરો બંધ થવા સાથે નૃત્ય સંપૂર્ણ થયું. ચાર દાસીઓ સાથે દેવદત્તા ઝડપથી સભામાંથી પસાર થઈ ગઈ. આખી સભા પરથી જાણે કોઈએ વશીકરણ વિદ્યાનો પ્રભાવ પાછો ખેંચી લીધો. દેવદત્તાના નૃત્યની સહુ વાર્દવાર્દ કરવા લાગ્યાં. નૃત્યથી શ્રમિત થયેલી દેવદત્તા વેશપરિધાનના ખંડમાં ત્વરાથી પ્રવેશી નૃત્યનો સાજ જલદી જલદી ઉતારી, દેહ પર લગાડેલો રંગલેપ ધોવા નાના એવા હોજ પાસે એ જતી હતી, ત્યાં દાસીએ કહ્યું : અજબ પુરુષ D 39 મગધની સંપત્તિની તો વાત જ ન કરવી. રાજગૃહીમાં એવા એવા શ્રીમંતો 38 3 સંસારસેતુ
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy