SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ રોહિણેય ગગાને પેલે પાર આવેલી પલ્લીમાં ખૂબ ભીડાભીડ જામી હતી. રોહિણીઆનો દાદો મૃત્યુને ખાટલે પડયો હતો. એની વયોવૃદ્ધ સાવજ સમી પડછંદ કાયા પડી પડી હું કાર કરી રહી હતી, ઢાલ જેવી એની છાતી, વૃદ્ધાવસ્થાથી થાકી ગયેલી તોય, ધમણની જે મ ઊછળી રહી હતી. યમરાજના ઓળા સામે પથરાતા હતા, છતાંય એની આંખોના ખૂણા એવા ને એવા જ લાલ હતા. મૂછ-દાઢીના મોટા મોટા થોભિયા એના ચહેરાને અત્યારેય કરડો બનાવી રહ્યા હતા. પલ્લીનાં બધાં રહેનારાઓ અને આજુબાજુનાં ગામનાં જુદાં જુદો શૂદ્રકુળોનાં સ્ત્રી-પુરુષો એકઠાં મળ્યાં હતાં. સહુનાં મોં ઉપર ગમગીની અવશ્ય હતી – પણ કોઈ વહાલું સ્વજન યાત્રાએ જાય એને વિદાય આપવાની વેળાએ હોય તેવી, મોત સાથે તો એ બધાં મૈત્રી સાધનારાં હતાં. કોઈનું મોત એમને મન ભયંકર ઘટના નહોતી; સાવ સામાન્ય બીના હતી. અને એટલે જ કોઈનું માથું ઉતારી લેવું કે ઉતારી આપવું, એનું એમને મન કંઈ મહત્ત્વ નહોતું. હવે હું તમારા બધાની વિદાય લઉં છું. મેં મારા જીવનમાં તમારા માટે મારાથી બનતું બધું કર્યું છે, એનો મને સંતોષ છે; છતાંય મારી ઘણી મુરાદો બાકી છે.” વૃદ્ધ લૂંટારો સહેજ શ્વાસ ખાવા થોભ્યો. પછી એણે પુનઃ બોલવું શરૂ કર્યું : - “કોઈ એમ ન માનશો કે મારી મુરાદ ધન-લક્ષ્મીની કે કોઈ દુમનને હરાવવાની છે. તમારી વફાદારીપૂર્વકની સેવાથી તો મેં મહારાજ બિમ્બિસાર જેવાની રાજધાનીનેય તોબા તોબા પોકરાવી છે. એના મોટા સેનાપતિઓ, ગુપ્તચરો, સંનિધાતાઓ, દુર્ગપાલો આજેય મારું નામ સાંભળી થરથર ધ્રુજે છે. મારી પલ્લીનો ખજાનો કોઈ રાજા કરતાં ઓછો નથી. મારા એક દુશ્મનનું માથું મેં સલામત રહેવા દીધું નથી. પણ મને મારા પછીની ચિંતા છે.” વૃદ્ધ લાંબો નિશ્વાસ નાખ્યો ને થોડી વાર ફાટેલે ડોળે જોઈ રહ્યો. મનમાં જે હોય તે ચોખ્ખચોખ્ખું કહોને દાદા !” એક વયોવૃદ્ધ સાથીદારે જરા નજીક જઈ એમના ધગધગતા કપાળે હાથ ફેરવતાં સ્નેહથી કહ્યું. રોહિણીઆના દાદાને બધા દાદાના નામથી જ સંબોધતા. - “ચોખેચોખું જ કહું છું. મરતી વેળાએ માણસને છુપાવવાનું શું હોય ? મને એટલી તો ખાતરી છે કે, મારી પાછળ તમે રોહિણેયની આજ્ઞામાં રહીને મારું કામ ચાલુ રાખશો; અને એક દહાડો આપણું રાજ સ્થાપીને જ જંપશો, પણ મારા મનની મુરાદ તો બીજી હતી. અને તે પંચ પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી કે, પેલા જ્ઞાતપુત્રનો ઉપદેશ કોઈ ન સાંભળે ! ભૂલેચૂકે પણ કોઈ એમ ન માનશો કે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય સાથે તમારે કંઈ ભેદભાવ નથી. તેઓ તમને એકસરખા ગણે છે. પણ યાદ રહે કે એ અને આપણે સદાના જુદા ! મેં એ વાતની ખૂબ ખૂબ ખાતરી કરી છે. હવે તમે ભરમાશો નહીં. એ લોકોને લૂંટવા, હેરાન કરવા, મારવા, એમની ખાનાખરાબી કરવી, એમાં જ આપણી શોભા. કોઈની પાસે ભીખ માગ્યે મોટાઈ કે હક ન મળે; એ તો આપ-પરાક્રમથી જ મેળવાય.” વૃદ્ધ પુરુષ થોભ્યો. આવેશમાં ને આવેશમાં એ ખૂબ બોલી ગયો હતો, એટલે એનો શ્વાસ વધી ગયો હતો. “દાદા, શાન્તિ રાખો, વિશ્વાસ રાખો, ઇષ્ટદેવનું સ્મરણ કરો ! તમે ખાતરી રાખો કે અમે એ જ્ઞાતપુત્રની માયાજાળમાં નહીં ફસાઈએ, એનો ઉપદેશ નહીં સાંભળીએ, એના સ્થવિરસંતોનું માન નહીં કરીએ !” એ વાત બરાબર છે, પણ તમારામાંના કેટલાક ભોળા છે. અને આ તો શૂદ્રોને નામશેષ કરવાની ચાલાકી છે. દરેક જણ ઊભો થઈને પ્રતિજ્ઞા કરે કે અમે એનું એક પણ વાક્ય કાને નહીં ધરીએ ! તો જ મને શાન્તિ થાય.” દાદાનાં આ વચનોએ ચારે તરફ જરા ઘોંઘાટ ઊભો કર્યો. એક બાજુથી સ્વરો આવવા લાગ્યા : “શું દાદાને અમારા પર વિશ્વાસ નથી ?'' “દાદા અમને મુખ ધારે છે ?” પણ આ બધા સ્વરો કરતાં એક મોટો સ્વર ચારે તરફ ગાજી રહ્યો : દાદાને મરતાં મરતાં ય સાચી મતિ નથી સૂઝતી ! જ્ઞાતપુત્રના ઉપદેશને જરા તો શાન્તિથી વિચારો ! એને તમારી પાસે શો સ્વાર્થ છે ? એણે કેટકેટલાને પાપના માર્ગેથી વાળ્યા છે એ તો જુઓ ! આ તો ધર્મકર્મની બાબત દાદાની કહેવાની ફરજ, આપણી સાંભળવાની અને યોગ્ય લાગે તો, આચરવાની ફરજ ! શા માટે બધાએ બંધાઈ જવું ! મને તો દાદાનો પ્રતિજ્ઞાનો આગ્રહ ફોગટ લાગે છે.” રોહિણેય 30
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy