SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારસેતુ સંસારસેતુ (બેક ટાઈટલ) જયભિખ્ખની નવલકથાઓમાં સંસારસેતુ આગવું સ્થાન ધરાવે છે. જયભિખુની અન્ય નવલ કથાઓ પૌરાણિક કે ઇતિહાસ પ્રસિદ્ધ કથાવસ્તુ પર આધારિત છે જ્યારે આ નવલકથાના કથાવસ્તુને એટલો ઐતિહાસિક આધાર નથી. માત્ર સજઝાયોમાં કે અન્યત્ર થોડીઘણી માહિતી મળે છે, પરંતુ લેખકના ચિત્તમાં મહર્ષિ મેતારજનું એવું આકર્ષણ જાગ્યું કે તેઓ આ નવલકથા સર્યા વિના રહી શક્યા નહીં. બીજી મહત્ત્વની બાબત એ છે કે અંત્યજ મુનિના તેજસ્વી જીવનને આમાં પ્રગટ કર્યું છે કે જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોને પોતાના જીવનમાં સંયમથી આચરનાર સંસારત્યાગની વૃત્તિ વારંવાર અનુભવે છે અને કમળ કેદમાં છુપાયેલા ભ્રમરની કેદ ખુલી જાય એ રીતે એમના હૃદયમાં જાગેલી વૈરાગ્યભાવનાને પરિણામે સંસારત્યાગ કરે છે અને તેઓ મહર્ષિ મેતાજ બનીને ચાલી નીકળે છે. આ નવલકથામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત મોટાઈને દૂર કરીને પંથ, પક્ષ અને જાતિ વગરની માણસની યોગ્યતાનું આલેખન કર્યું છે અને તેથી જ માનવીમાં રહેલા તમસ અને રજસ જેવા ગુણોને પાર કરીને સાત્ત્વિક માણસાઈનો સંદેશ આ નવલકથા આપે છે. જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ O૦૭
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy