SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 20 સંસારસેતુ રહ્યાં. દાસીઓ વધામણીના મોતીસર લેવા રોજ ઉત્સુક રહેતી. ને વધામણી આવી ત્યારે કેવી ? બધી ચોધાર આંસુએ ૨ડવા લાગી. તેમને સાંત્વન આપતાં મગધરાજે કહ્યું : - “પુત્રીઓ, વ્યર્થ શોક કરશો મા ! એમના મુખ પરનું અલૌકિક હાસ્ય તો નીરખો ! ઘોડે ચડી તમને વરવા આવ્યો ત્યારે આવો ઉમંગ એના મુખે નહોતો. એ તો તરી ગયો.” અને મગધરાજ પોતાની પુત્રી સુવર્ણા પાસે ગયા. તેના માથે હાથ મૂક્યો ને કહ્યું : - “ક્ષત્રિયની પુત્રી ૨૩ ? એનો પતિ રણમાં રોળાય તો, એ તો અમર સૌભાગ્ય પામે, પુત્રી, તારો પતિ તો સામાન્ય રણમાં રોળાયો નથી, જે યુદ્ધમાં ભલભલા યોદ્ધાઓ હારી જાય છે – અરે , જે યુદ્ધમાં તારા આ વૃદ્ધ પિતાએ હાર ખાધી છે - - એમાં એ જીતી ગયો છે.” મગધરાજનું દિલ આ શબ્દો બોલતું હતું. તેઓએ અનુક્રમે બધી સુંદરીઓની પીઠ પર હાથ મૂકી પંપાળતાં કહ્યું : જાઓ, શોક તજી દો ! આવાં મૃત્યુ કંઈ ૨ડવાને યોગ્ય નથી. આજે તો ખુદ મૃત્યુનું મૃત્યુ થયું છે. સાતપુત્રની જીવદયા આવી કોણ જીવી બતાવશે ?' સેવકોએ ગુનેગારને પકડી આણ્યો. મગધરાજે મુનિ મેતારાજના જીવનની પ્રશંસા કરતાં કહ્યું : “એણે તો ચારે પુરુષાર્થ સાધ્યા. એવા જ્વલંત જીવનની પાછળ એના કારણે શિલા ન હોય. જે વેશથી મેતારજ સંસારસાગર તરી ગયા, એ વેશને એનો પાપી દેહ અપનાવી ભલે પવિત્ર બને. ભલે સાચો પશ્ચાત્તાપ સુવર્ણકારને સાચો સાધુ બનાવે !" સુવર્ણકાર મુક્ત બન્યો. રાજ ગૃહી નગરીએ સાચા જીવનસાફલ્યને એ દહાડે પ્રત્યક્ષ કર્યું. અનેકોને તાર્યા. જીવન કરતાં મૃત્યુથી મેતારજ દુનિયાને મહામૂલો બોધપાઠ આપી ગયા. ‘મહાતપોપતીરની પાસે વિરૂપા ને શેઠાણીની સમાધિઓ પાસે, મુનિ મેતારજને અગ્નિ દેવાયો. એ અગ્નિ અલૌકિક હતો. એના પ્રતાપે ઘણાય માનવીઓને પવિત્ર બનાવ્યા. વર્ષાનાં વાદળો ઘેરાં બન્યાં હતાં. કુદરતે લીલો સાબુ પહેરી નૃત્ય આરંભ્ય હતું. મત્તમયૂરો રાજ ગૃહીની પાસે આવેલા ચૈત્ય પર બેસી અંતરીક્ષમાં ઊભેલા કોઈ પોતાના પ્રિયજનને આમંત્રી રહ્યા હતા. એ વેળા આ ચૈત્યમાં ચાતુર્માસ માટે રહેલા એક શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો : પ્રભુ, પેલા મહાતપોપતીને કાંઠે કોની સમાધિઓ છે ?” હે શિષ્ય ! માનવજીવનને સફળ કરનાર માનવીઓની છે. એક ધન્યજીવના મેતરાણી વિરૂપાની છે, બીજી પરોપકારનો ગુણ જાણનાર રાજગૃહીનાં શેઠાણી દેવશ્રીની છે ને ત્રીજી જેમણે ચાર પુરુષાર્થ સાધ્યા, એવા મહામુનિ મેતારજની છે. એમની જીવનકથાઓ મગધપ્રસિદ્ધ છે.* ગુરુદેવ ! મહામુનિ મેતારજને મારનાર સુવર્ણ કારને મગધરાજે કંઈ પણ શિક્ષા કેમ ન કરી ?” “શિયા ? શિક્ષા કરતાં અમાથી ગુનેગારને સાચો પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપની મહત્તાને તું પિછાણતો નથી ? એના સાક્ષાત્ દૃષ્ટાંતસ્વરૂપ મહામુનિ રોહિણયને શું તું નથી જાણતો ?” “જાણું છું, ગુરુદેવ ! હાલમાં તેઓ ક્યાં છે ?" વૈભારની ગિરિકંદરાઓમાં એ છેલ્લી ક્ષણો તપ-જપમાં વિતાવી રહ્યા છે. મહામુનિ અભય પણ તેટલામાં જ છે.” “દયાનિધિ ! યુવરાજ અભયની દીક્ષા જોઈને વયોવૃદ્ધ મગધરાજને શું કંઈ વૈરાગ્ય નહિ આવ્યો હોય ?” “માણસમાત્ર કર્માધીન છે." 222 D સંસારસેતુ
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy