SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આવા સુખદ સ્વપ્નમાં એક વાર ભંગાણ પડ્યું. સેવક સંદેશો લાવ્યો હતો કે “કોઈ દેવમિત્ર આપને મળવા આવ્યા છે.” ક્યાં છે દેવમિત્ર ?" “નગર બહાર, ચૈત્યમાં.” “નગર બહાર ? વારુ, જા, એમના માટે ખાન-પાન ને વાસનો ઉચિત બંદોબસ્ત કર, હું આવું છું.” આઠ સુંદરીઓ સાથે જલક્રીડામાં ગૂંથાયેલા નગરશ્રેષ્ઠી મેતારને આવે વખતે બહાર જવું યોગ્ય ન લાગ્યું. આઠે સુંદરીઓ શરીર પર કેવલ એક જ પારદર્શક આવરણ વીંટી જલકુંડની પાસે મેતારજની રાહમાં ઊભી હતી. સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં હતાં, પણ દેહ હતા જાણે નવસુંદર નવોઢાના ! “જલકુંડમાં સુવર્ણમજ્યો ક્રીડા કરી રહ્યાં હતાં, તેને મળીને ક્ષણવારમાં પાછો મહાઅમાત્ય અભય મોજૂદ હતા. સમર્થ અને વિચક્ષણ પિતાની નબળાઈથી એ પૂરી રીતે વાકેફ હતા. એ નબળાઈ બીજું રૂપ ન લે એ માટે એમણે એ કિશોરીને મહારાજાના અંતઃપુરની રાણી બનાવી, ભોગસમર્થ રાજવીના આ કૃત્ય સામે પ્રજાને કંઈ કહેવાનું નહોતું, પણ આ ઘટનાએ અંતઃપુરમાં એક જાતનો વિસંવાદ જગાવ્યો. ભડભડિયા કુણિકે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો; પણ આ વિરોધ કે વિસંવાદ મહાઅમાત્યરૂપી સાગરમાં બુંદબુદની જેમ અલોપ થઈ ગયો. તેઓએ કહ્યું કે : “એક માણસ પાસેથી બધી વાતે આશા રાખવી વ્યર્થ છે. કોઈની નબળી કડીનો લાભ ન લેતાં અને સાંધવા-સુધારવા યત્ન કરવો ઘટે !'' પણ આ તો તત્ત્વજ્ઞાનની વાતો હતી : એ વાતોને મહાઅમાત્યના સંન્યાસ સાથે વરાળ થઈને ઊડી જતાં વાર ન લાગી. અને આટલેથી બાકી હતું તે પેલી કિશોરીએ પણ પોતાના ચાલુ જીવન કરતાં પ્રવર્તિની ચંદનાના સાધ્વી સંઘમાં ભળી જવાનું વધુ પસંદ કર્યું. મગધરાજ પાસે એણે આશા માગી, તેમણે પણ જાણે પ્રાયશ્ચિત્ત કરતા હોય તેમ પોતાની લઘુવયસ્કો સંગિનીને અનુમતિ આપી દીધી. એ સાધ્વી બની ગઈ. આખા મગધના મહારાજ્યમાં મગધેશ્વર એકલા રહ્યા ! રાણી ચેલ્લણા સતી સ્ત્રી હતી, પણ એનુંય હૈયું ખંડિત થયું હતું. દીક્ષિત થવાની પ્રબલ ભાવના છતાં કુણિક ને મગધરાજ વચ્ચેના સંબંધનો એ સેતુ બની રહી હતી. એટલે એણે દીક્ષિત થવાની મંજૂરી મન હોવા છતાં ન માગી. મગધની મહાનૌકા આમ ચાલી જતી હતી; કદીક એના નિશ્ચલ થંભો પર નાનું શું તોફાને સ્પર્શી જતું; કદીક એના દિશાસૂચક યંત્ર પર આવરણો આવી જતાં; પણ એ બધું ક્ષણ માટે રહેતું ને ક્ષણિક નીવડતું. એ નૌકા એમ ને એમ આગળ ધપ્ય જતી. છતાંય નૌકાના નાના-મોટા પણ મહત્ત્વના સૂત્રધારો ઓછા થયા હતા. જે થોડાઘણા હતા તેમાંના ઘણાને ઉદાસીનતા સ્પર્શવા લાગી હતી. એ ઉદાસીનોમાં અગ્રગણ્ય નગરશ્રેષ્ઠી મેતારજ હતા. તેઓએ રાજ કાજમાં માથું મારવું તજી દીધું હતું. મગધરાજના જામાતાના દાવે અંતઃપુરમાં વારેવારે જતા આવતા હતા, એ પણ હવે ઓછું થયું હતું. તે ભલા ને તેમનો દેવવિમાનપ્રાસાદ ભલો. આઠ આઠ સંપીલી સુંદરીઓ સ્વર્ગને ભુલાવી નાંખે તેવા સુખાસ્વાદ આપતી હતી. ઋતુ ઋતુને યોગ્ય વિરામભવનોમાં રોજ નવા-નવા ભોગવિલાસ ઊજવાતા. નગરશ્રેષ્ઠી મેતારજ એક મહાસુખદ સંસારમાં આકંઠ ઝબકોળાઈ ગયા હતા. 202 | સંસારસેતુ ભલે, પધારો ! મુલાકાત પતાવીને વેળાસર પાછા વળજો. અમે રાહ જોઈએ છીએ.” સુંદરીઓને રસભર્યા આ કાર્યક્રમમાં અચાનક આવેલો વિલંબ ન રુચ્યો, પણ દેવમિત્રની વાત સાંભળી તેઓએ કચવાતા મને રજા આપી. ગ્રીષ્મના દિવસો હતા. ઊગતા પ્રભાતની મીઠી લહેરોમાંય ઉકળાટ હતો. સુખી જીવન જીવતા મેતારજને આવી વેળાએ બહાર નીકળવું દુઃસહ હતું. સુંદર શિબિકો તૈયાર કરવામાં આવી. અનેક દાસ સુગંધીજળનો છંટકાવ કરતો આગળ ચાલ્યા. કેટલાક વાતપત્રો ને ચામર ઢોળતા સાથે ચાલવા લાગ્યા, છતાંય નગરશ્રેષ્ઠી મેતારજને સૂર્યકિરણ સંતાપી રહ્યાં હતાં. તેઓ નગર બહાર ચૈત્યમાં પહોંચ્યા ત્યારે એક વૃક્ષ નીચે બેચાર શ્રમણો બેઠેલા જોવામાં આવ્યા. “ક્યાં છે મારા દેવમિત્ર ?” મેતારજે શિબિકામાં બેઠાં બેઠાં પ્રશ્ન કર્યો. આવો, નગરશ્રેષ્ઠી ! સંસારની માયા શું એવી ભુલ-ભુલામણી છે, કે જોતજોતામાં જૂના સ્નેહીઓને વીસરી ગયા ?” એક શ્રમણે બેઠાં બેઠાં કહ્યું. કોની આ પ્રેમભરી પરિચિત વાણી છે ? શું મહામંત્રી પોતે ?” ના, ના, મુનિ અભય !” ધન્ય છે મહામુનિ ! પ્રથમ દૃષ્ટિએ આપને ન પિછાની શક્યો. કેમ મને યાદ કર્યો, વારુ !” “તમને યાદ આપવા ! નગરશ્રેષ્ઠી મેતારજ ! ધર્માનુકૂલ અર્થકામને ખૂબ સાધ્યા, હવે અંતિમ પુરુષાર્થ મોક્ષનું શું ? પાણી આવતાં પહેલાં પાળ બાંધો !” “મુનિવર, વિચાર તો ઘણીવાર થાય છે, પણ એમ લાગે છે કે આ કાયા પાણી પહેલાં પાળ | 203
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy