SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે એ જઈ શકતો. વનનાં ફૂર પશુઓ પણ એનો પીછો ન પકડી શકતાં. જ્ઞાતપુત્ર જે વનમાં ઊતર્યા હતા, એ વનમાં પહોંચતાં એને બહુ અલ્પ સમય લાગ્યો. જ્ઞાતપુત્ર મહાવીર પોતાના સુવિખ્યાત અગિયાર ગણધરો અને અનેક શિષ્યો સાથે પરિષદામાં બેઠા હતા. એમના મુખ પર પાપીને પણ પાપીની વિસ્મૃતિ કરાવે એવી કરુણા વિરાજતી હતી. ધાર્યું કરવામાં લેશમાત્ર વિલંબ ન સહનારો રોહિણેય ત્યાં પહોંચતાંની સાથે જ્ઞાતપુત્ર મહાવીરનાં ચરણમાં પ્રણામ કરતો બોલ્યો : “હે નાથ ! તમારાં કેટલાંક વચનોએ મને જીવન્ત રૌરવ નરકની યાતનામાંથી બચાવેલ છે. હવે મને આ આત્મા, આ દેહ વિશે સમજાવી સાચો માર્ગ બતાવો. હું અઘોર પાપી છું. મારું કલ્યાણ કરો !” ધર્મ પાળનાર પાપી રહી શકતો નથી, ધર્મનું શરણ સ્વીકાર, મહાનુભાવ ! દેહને જ સર્વસ્વ માની ઝૂઝનારે, બાહ્ય અવલંબનોને જ સુખનાં સાધન કલ્પનારે આત્માની પણ વિચારણા કરવી ઘટે. આત્મા એક અજય વસ્તુ છે. ક્રોધ, માન, લોભ ને માત્રામાં એ અદૃશ્ય થયો છે. આત્માને પ્રાપ્ત કરવો આવશ્યક છે અને તે માટે ૨જ થી નમ્ર, પવનથી હલકા ને તૃણમાત્રના પરિગ્રહથીય પર એવા સાધુ બનવું શોભે છે. દસ લાખ દુશમનોના સંહાર માટે જેટલું બળ આવશ્યક છે, એથીય વધુ બળ આત્મામાં ઊપજેલા ક્રોધને શાંત કરવા માટે જરૂરી છે. ક્રોધે તારું બગાડયું છે. એ ક્રોધને સંહાર. શાન્ત થા. યાદ રાખ કે કામને બાળી શકાય છે. ક્રોધને બાળવો ભલભલાથી દુ:શક્ય છે. એ બળ પ્રાપ્ત કરવા માટે ધર્મપ્રાપ્તિની જરૂર છે.” ધર્મ એટલે શું ?” “અહિંસા, સંયમ અને તપનો સમુચ્ચય એ ધર્મ ! માનવી કોઈને મન, વચન, કાયાથી ભારે નહિ, ત્રાસ આપે નહિ કે સંતપ્ત કરે નહિ. મનને સદા પોતાને વશ રાખી ખોટી વૃત્તિઓથી વેગળું રાખે, અને તપ સેવે - આનું નામ ધર્મ છે. આ ધર્મનું પાલન કરનારને દેવતાઓ પણ નમે છે."* - “હે તારણહાર, મારાં કર્મો અત્યંત હીન છે. મારા દેહનું એક એક રોમ હિંસા, દ્વેષ ને આંસુ-લોહીથી ખરડાયેલું છે. રાત્રીના ઘોર અંધકાર જેવું હિંસક મારું હૃદય છે, અને આ નભોમંડળના તારકો જેવાં પ્રગટ મારાં પાપ છે. શું હું પ્રતિધર્મને યોગ્ય છે ?" અવશ્ય !” સ્વામી, મને અશક્ય ભાસે છે.'' 'धम्मो मंगलमुक्किट्ट अहिंसा संजमो तयो । देवा वि तं नमसंति जस्स धम्मेसयामणो ।। – દશવૈકાલિકા 196 1 સંસારસેતુ “કેમ ?” “દીનાનાથ, આપની આંખોમાં તો ધ્રુવના તારા જેવું નિશ્ચલ તેજ છે, અને આપની છાતીમાં તો કેસરી સિંહના સંહારક શરભનું સાહસ છે : પણ આ સભા સ્તબ્ધ ન બની જાય તે માટે મેં મારું નામ નથી આપ્યું. મારું નામ છે. રોહિણેય !” રોહિણેય ?” પરિષદામાંથી એકદમ અવાજ ઊઠ્યો. થોડી વાર હોહા મચી ગઈ. “મલકના ચોર, મહાપ્નની રોહિણેય આ ભવમાં તો શું, ભવોભવમાં પણ પ્રતિધર્મને યોગ્ય ન થઈ શકે !” એકાએક કોઈ બોલી ઊઠયું. કોણ કહે છે કે ન થઈ શકે ?” જ્ઞાતપુત્રે ચારે તરફ દૃષ્ટિ ફેરવતાં કહ્યું. એ દૃષ્ટિના સ્પર્શમાંય અંતર વલોવવાનું સામર્થ્ય હતું. બોલનારની જીભ ફરીથી ન ઊપડી શકી. પ્રાણીને પશ્ચાત્તાપ જાગે એટલે પાપનો મોટો ઢગ પણ બળીને ભસ્મ થવાનો ! રોહિણેયના દિલમાં આજે એવો પશ્ચાત્તાપ જાગ્યો છે. એના સમર્થ આત્માને સાચો રાહ મળ્યો છે. રોહિણેય મહાચોર હોવા છતાં મહામુનિ થવાની યોગ્યતા રાખે છે. કેવલ માર્ગ બદલવાની જરૂર છે. એના જેવા સંયમી ને શૂરવીરથી શું અશક્ય છે ? કમ્મ શુરા સો ધમ્મ શૂરા ! નિર્બળનું નિર્વાણ નથી !” “પ્રભો, હું આપનો ભવોભવનો આભારી છું. હું યતિધર્મ અવશ્ય સ્વીકારીશ. પણ તે પહેલાં મગધરાજ, મહાઅમાત્ય અને મગધની પ્રજાની મારે ક્ષમાયાચના કરવાની છે. એમનું ધન-વિત્ત તેમને પાછું સોંપવાનું છે. કદાચ તેઓ શિક્ષા કરે, તો તે પણ સહન કરવાની મારી તૈયારી છે.” “રોહિણેય, જેનો અત્તરદીપ સળગ્યો એને ક્યાંય અવરોધ નથી નડતો. સુખદુઃખ, માનાપમાન એને માટે બધું સમાન છે.” રોહિણેય તો મગધનું મહાઆશ્ચર્ય હતું. વનચૈત્યની નજીક આવેલા મગધના લોકોને જાણ થઈ ત્યારે મહામંત્રી ને મગધરાજ સાથે હોવા છતાં, ચતુરંગી સેના સજ્જ થઈ ને સાથે ચાલતી હોવા છતાં, પ્રજાના અંતરમાં ભયનો સંચાર થયો. અરે, એ તો પવનવેગી પુરુષ છે. વીજળીની જેમ આટલા સમુદાયની વચ્ચેથી હમણાં અદૃશ્ય થઈ જશે. પણ ના, ના, ભયભીત લોકોએ જ્યારે એને નમ્ર બનીને મગધરાજ અને મહાઅમાત્યના ચરણે નમસ્કાર કરતો જોયો, ત્યારે તેઓ લેશ શાન્ત પડયા. એ પછી રોહિણેય સમસ્ત પ્રજાની પાસે ક્ષમાયાચના કરી રહ્યો. રોહિણેય જેવા મહાન સુભટ એક નમ્ર ગૃહસ્થની અદાથી ઊભો રહી ઓશિયાળા મુખે બધાં સામે નજર નાખે, એ દશ્ય પણ જીરવાય એવું નહોતું. પતિતપાવન 197
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy