SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તો ચાલો ન્યાય કરાવીએ. મગધરાજ તો પક્ષપાત નહિ કરે ને ?” “એ વાત ખરી !” વિરોધી શુદ્રો જરા વિચારમાં પડી ગયાં. ગઈ કાલની બીના તેમની આંખ સામે જ હતી કે પુરાવાના અભાવે વિચક્ષણ રોહિણેયને જાણ્યા છતાં મુક્ત કર્યો. શું જવાબ વાળવો એની મૂંઝવણ બધાને સતાવી રહી. એક હોશિયાર માણસે તોડ કાઢ્યો ને કહ્યું : - “કુમાર, મગધરાજ ન્યાય તો ભલો તોળવાના. પણ હું કહું છું કે જો ચારે વર્ણ એક આરે પાણી પીએ એમાં કોઈ જાતનો એમને વાંધો ન હોય, તો શા માટે એક રાજ કન્યા મેતારજને ન આપે ?” - “રાજ કન્યા, ને તે મેતારજને ?” “શા માટે નહિ ? ક્યાં જેવા તેવા માણસને આપવાની છે ? ભારત વિખ્યાત નરવીરને આપવાની છે ! રાજા પહેલ કરે તો પ્રજામાં વિશ્વાસ આવે ને ?” એ ન બને !” “તો પારકું ઘર કૃપષ્ણાર્પણ કર્યું પુણ્ય ન થાય ! કુમાર ! એ તો જળ ને સ્થળ જુદાં તે જુદાં !” મેતારજ આનો જવાબ ન આપી શકતો; પણ આ બે વર્ગો વચ્ચે મેળ કરાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતો. છતાં શૂદ્રોની આ વાતો ઘેર ઘેર પ્રચલિત થઈ હતી. અને આ વાતને જેઓએ સાંભળી તેઓએ ઝીલીને પ્રચાર કરવા માંડ્યો. દ્વિજો પણ હવે તો છડેચોક કહેવા લાગ્યા કે ખરો ધર્મપ્રચાર તો ઘેરથી જ શરૂ થાય. કાં તો સમાનતાની વાતો બંધ થાય ને કાં તો કંઈ કરી બતાવવું જોઈએ. પહેલો ઘા પોતાના પગ પર ઝીલવો જોઈએ. નહિ તો થુંક તો સહુ ઉડાડે છે. એનાથી કંઈ ન રાજગૃહીને કાંગરે કાંગરે રત્નમાળા જ ડાવો ! એનો પ્રકાશ આકાશના વિમાનોનેય અજવાળે !'' અરે, એ તો હવે મેતકુળોની એકાદ સાગરખેપનું કામ ! અરે, જ્યાં જગતનો વ્યાપારકુશળ વ્યવહારીઓ હોય ત્યાં રત્નમાળની શી ખોટ !' અને માતંગના આ શબ્દો મિથ્યા બકવાદ નહોતા, એ વાત થોડા દહાડામાં બધાંને સમજાઈ ગઈ. રાજગૃહીના કાંગરા રત્નમાળોથી ઝળહળી ઊઠ્યા. ઘેલા માતંગે ફરીથી માગું મોકલ્યું. મગધના મહાન રાજવીને આવી વાતો અપમાનકર્તા નહોતી ભાસતી, પણ પ્રજાજીવનની નવઉષ્માનો ચમકારો એમાં જોતા. એમણે ફરીથી કહેવરાવ્યું : રાજગૃહીં સદાને માટે પાવન થતી રહે એવું કાર્ય થવું જોઈએ. વૈભારગિરિના અગમ્ય પ્રદેશોમાંથી એક ધોરીમાર્ગ બનાવે. એ રસ્તે જ્ઞાતપુત્રને પ્રથમ પધરાવે અને વટેમાર્ગ અને વણઝારોને ચાલુ કરે, તો જ બની શકે !” આ કામ ખરેખર દુઃસાહસ હતું. દ્રવ્યનો તોટો નહોતો, પણ આવી સૂચિભેદ્ય ગિરિમાળોનાં પેટાળ ફેડનાર માનવશક્તિનો અભાવ હતો. છતાં જ્ઞાતપુત્રના દર્શનલોભે મેતારજને દ્વિગુણિત ઉત્સાહી બનાવ્યો. ઘણા વખતથી સાદા રસ્તા તો શરૂ કર્યા જ હતા. એણે દેશદેશથી કુશળ મેતોને તેડાવ્યા ને ભયંકર અટવીઓમાંથી સુંદર માર્ગ નિર્માણ કરવાનું કામ શરૂ કર્યું. વૈભારની ભયંકર શિખરમાળો ભેદવા માંડી. માર્ગની બંને બાજુએ સુંદર વૃક્ષો રોપાવા લાગ્યાં. મેતારજ વિચારી રહ્યો હતો : આ સુંદરને ટૂંકા માર્ગેથી જે વેળા પરમ તપસ્વી જ્ઞાતપુત્ર મહાવીર પધારશે, એ વેળા આ રજ પવિત્ર બની નાચી ઊઠશે. કદાચ સામ્રાજ્યો લોપાઈ જશે, પણ આ માર્ગ નહિ લોપાય. હજારો શ્રમણો, અનેક માલ ભરેલી વણઝારો અહીંથી પસાર થશે. આ વૃક્ષો છાયો ઢોળશે. આ વનમૃગો સાથીદાર બનશે, અને રાજગૃહીનો વ્યાપાર સમૃદ્ધ બનશે.” આ કામને દિવસો લાગ્યા, પણ એક અશક્ય મનાતું મહાભારત કાર્ય સમાપ્ત થયું. દેશદેશ વચ્ચેનાં અંતરો એ દહાડે ઘટી ગયાં. નવો માર્ગ નવયાત્રા સમાન થઈ પડ્યો. વૈભારની પ્રદક્ષિણા કરીને પ્રવાસ ખેડતા ને દિવસો બાદ એક શહેરથી બીજે શહેર પહોંચતા શાહ સોદાગરોને અને સાર્થવાહોને હવે લાંબા પ્રવાસોમાંથી મુક્તિ મળી. આ મહાન કાર્યો પ્રજાની લાગણીને ફેરવી નાખી. મેતારજ બનેલા મેતાર્યની સહસમુખે પ્રશંસા થવા લાગી. - એક દહાડો ઘેલા માતંગને પણ આ વાતનું ભૂત વળગ્યું. એણે મહામંત્રીના મુખે સ્પષ્ટ વાત કરી. મહામંત્રીએ પ્રજાનો અભિપ્રાય મગધરાજને સંભળાવ્યો. મગધરાજે પાણીના પ્રવાહ સમા પ્રજાના અભિપ્રાયને હસતાં હસતાં સાંભળીને કહ્યું : “રાજ કન્યા મેતાર્યને પણ વરે, પણ એ પહેલાં મેતારજે રાજ ગૃહીને શોભાવે તેવાં કાર્ય કરવાં જોઈએ.” રોહિણેયના હાથમાંથી રાજ ગૃહીને બચાવી એ મહાન કાર્ય નહિ ?” એ તો નગરશ્રેષ્ઠીના પુત્રનો ધર્મ અદા કર્યો; એ તો મેતાર્યનાં કાર્ય. હવે મેતારજ તરીકે શું ? એમાં શુદ્ધકુળો ને મેતકુળોનો શો હિસ્સો ?” વારુ, તો મગધનાથ કહે તે કરીએ.” 190 સંસારસેતુ જીવનની નવી જાતરા | 191
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy