SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યે કહ્યું, ‘રાજા ! યાદવોનો હું પુરોહિત., અને યાદવોએ જ મને નપુંસક કહ્યો. અને ફજેત કર્યો. મને કુટુંબકબીલામાંથી કાઢઢ્યો. એક ભવમાં બે ભવ કરાવ્યો. યાદવો મારા વેરી બન્યા. એ વર મારા દિલમાં શુળની જેમ ખટક્યા કરે છે. મારે એ વેર લેવું છે; એ વેર લે એવો પુરુષ પેદા કરવો છે. મને લાગે છે કે મીના એ માટે યોગ્ય છે !” મીના !' યવનરાજે મીનાને બોલાવી. મીના તરત હાજર થઈ. એના એક એક અવયવ પર રતિનું હાસ્ય ને કામનો શૃંગાર રમતો હતો. ‘ગુરુએ લોહભસ્મનું સેવન કર્યું છે. એમને પુત્ર પેદા કરવો છે. તું એમનો પ્રસાદ સ્વીકારીશ ?” અવશ્ય.’ મીના એટલું જ બોલી. એ પોતાને ધન્ય માની રહી. ગર્ગાચાર્ય સ્વસ્થ હતા. એમના એક પણ રુવાંટામાં કામ નહોતો. રૂંવેરૂવું વેર અને ક્રોધથી બળી રહ્યું હતું. મીના અને આચાર્ય રાતના બીજા પ્રહરે મળ્યાં. ત્રીજા પ્રહરે તો મીના શ્રમિત થઈને નિદ્રામાં પડી હતી. ગુરુ બોલ્યા, ‘મીના ! ચિરંજીવ રહે. તેં ગુરુને મહાન દક્ષિણા આપી છે. યોગ્ય સમયે આપણા સંપર્કનું ફળ યાચવા આવીશ. એ વખતે અનુદાર ન થતી.” યોગ્ય સમયે મીનાએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર તે કેવો ? જાણે નકરો લોહનો બનેલો ! મીનાનું તો ગજું નહિ કે એને દુગ્ધપાન કરાવે. દુધપાન કરાવતાં તો એ બેહોશ બની જતી ! ગર્ગાચાર્યે એ બાળકને હાથણીનાં, દીપડીનાં અને સિંહણનાં દૂધ પિવરાવવા માંડ્યાં, ગમે તેટલાં દૂધ પીએ તોય બાળક ભૂખ્યો ને ભૂખ્યો- જાણે સાક્ષાત્ કાળ જ જોઈ લ્યો ! ગુરુ એને નાનપણથી જ જાતજાતની વિદ્યાઓ આપવા લાગ્યા, ને વિષ પણ ખવરાવવા લાગ્યા. એક દહાડો બાળકે ગુરુને પૂછવું, ‘ગુરુદેવ, મારું નામ ?' યાદવોનો કાળ.’ આચાર્ય કહ્યું. એ નામ મને ન ગમ્યું. ગમે તેમ તોય હું યવન કુળનો છું. મારા નામમાં યવન શબ્દ હોય તો જ એ શોભે.' બાળકે કહ્યું. એનામાં જાતિઅભિમાન ઊછળતું હતું. ‘શાબાશ કુમાર ! મારી વિદ્યા અને મારાં તપેજપ આજે ફળ્યાં. તારું નામ 174 | પ્રેમાવતાર કાલયવન.’ આચાર્યે કહ્યું, ‘બેટા ! આખું ઉત્તર ભારત જીતીને તને આપીશ; અને તને પૃથ્વીનો રાજા બનાવીશ ત્યારે જ જંપીશ. ચાલ, કેટલાક ગુપ્ત શસ્ત્રઅસ્ત્રના ભેદ જાણી લે !' આચાર્યે એક પછી એક વિદ્યાઓ બાળક કાળયવનને શીખવવા માંડી. બાળક પણ ભારે પાવરધો નીવડ્યો. અઢાર વર્ષનો થતાં થતાંમાં તો કાલયવન આકાશમાં પંખી પાડવા લાગ્યો. એણે સૈન્ય જમાવ્યું. એ હવે કોઈ ને કોઈ દેશ પર ચઢી જવા આતુર બની રહ્યો. જગ જીતવાનાં સ્વપ્ન એની નિદ્રાને હરામ કરવા માંડયાં. એ રોજ આચાર્યને પ્રશ્ન કરે, ‘ગુરુપિતા ! મને ક્યારે કૂચ કરવાની મંજૂરી આપશો ! હવે હાથમાં ચળ આવ્યા કરે છે, પગ થનગન થનગન થયા કરે છે.' આચાર્યપિતા કહેતા, “વત્સ, સમય પાક્યા વગર કોઈ ફળ પાકતું નથી. હું આખા ભારતવર્ષના ઇતિહાસ પર નજર નાખી રહ્યો છું. તને ભારતનો એકમાત્ર શિરછત્ર બનાવવા માગું છું.” કાલયવન કંઈક શાંત પડતો; પણ હવે એનું પૌરુષ એના કહ્યામાં રહેતું નહોતું. લડાઈ વગર એને ખાવું ભાવતું નહોતું. કંઈ ન મળે તો જંગલમાં જ ઈને હાથીઓના ટોળા સાથે એ એકલો એકલો બાખડતો. હાથીઓ સામાં થતા, પણ આવા વજાંગનો સપાટો જોઈને એ કિકિયારીઓ પાડતા નાસી છૂટતા. - હાથીઓ ઉપરનો પોતાનો પ્રભાવ જોઈને કાલયવનને કંઈક શાંતિ થતી. હાથીની સૂંઢના પ્રહારો તો એને કોઈ ગુલબંકાવલીના હાથની ગુલછડીના માર જેવા લાગતો. આખરે એક દિવસ ગુરુપિતાએ કાલયવનને તેડાવ્યો. એ દહાડો એ સિંહોની સાથે કુસ્તી ખેલતો હતો. કાલયવન તરત હાજર થયો. ગુરુપિતાએ કહ્યું, ‘વત્સ, તારું પરાક્રમ પ્રગટાવવાની ઘડી પાકી ગઈ છે. યાદવો અને માગધો વચ્ચે પાકું વેર સળગ્યું છે. મથુરાપતિને શ્રીકૃષ્ણ હણ્યો છે. હવે એ દુષ્ટ યાદવોને તું સંહારી નાખે. મગધરાજ જરાસંધે સત્તર સત્તર વખતે હુમલાઓ કરીને યાદવોને ખોખરા કર્યા છે. હવે તું તેનો પીછો કરીને બધું કામ પૂરું કરજે . એમાં બલરામ મોટો છે, પણ સંભાળવા જેવો તો કૃષ્ણ છે. એનાથી ચેતતો રહેજે ! જા, ફતેહ કર અને મારી પ્રતિજ્ઞા પૂરી કર.' “યાદવોને - થાકેલા, હારેલા યાદવોને તો માંકડની જેમ મસળી નાખીશ, પણ એટલામાત્રથી હું ચક્રવર્તી કહેવાઈશ ખરો ?” ‘બેટા ! પહેલું યાદવોના સંહારનું કામ છે. બીજું પગલું પછી તને કહીશ. તું ગર્ગ અને કાળ 175
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy