SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બધાએ એ વાક્યને ઉપાડી લીધું. ‘એ માતાના તપથી જ યાદવોનો જયવારો થયો છે. સંસારમાં તપ અને ત્યાગનો વિજય હો !' નેમ બોલ્યો. | ‘મારું તપ શું અને મારો ત્યાગ શું ? રામ, કૃષ્ણ ને તેમને જોઈને મારી આંખો ઠરે છે. આ બધાંને સુખી જોતાં જોતાં મારી આંખો મીંચાઈ જાય એટલે બસ !' માતા દેવકીએ પોતાની મનીષા પ્રગટ કરી. એ મનીષા સ્ત્રીસહજ હતી. “માતાજી ! હજી તમારે ઘણું જીવવાનું છે, અને આ શ્રીકૃષ્ણનાં ઘણાં પરાક્રમો જોવાનાં છે.” નેમે કોઈ પણ માતાને પોરસ ચઢે તેમ કહ્યું. - “શ્રીકૃષ્ણનાં પરાક્રમોમાં મને ડર લાગે છે. મૂઆ જરાસંધથી ચેતતા રહેજો! મારી ભાભી જીવયશા તો ઝેરી નાગણ જેવી છે !' દેવકીએ કહ્યું. જેલના સુદીર્ઘ એકાંતવાસે એમની વાચા પર પણ અસર કરી હતી. કાલીય નાગની ઝેરની દાઢ કાઢી, મા ! એના કરતાં તો જીવયશા વધુ ઝેરી નથી ને ? ચાલો ચાલો, એ બધી વાતો તો પછી નિરાંતે કરીશું. અત્યારે પહેલાં નવું નગર વસાવીએ.” શ્રીકૃષ્ણ આદેશ આપ્યો. દરેક યાદવે પ્રથમ મજૂર, પછી ખેડૂત, પછી સૈનિક ને પછી ગૃહસ્થ ! બધા યાદવો તૈયાર થઈ કામે લાગી ગયા. યુદ્ધના વિનાશના કામ કરતાં આ કામમાં તેઓને વિશેષ રસ આવ્યો. પ્રથમ દુર્ગનું કામ ચાલ્યું. જોતજોતામાં આભઊંચી દીવાલો ખડી થઈ ગઈ. પછી દુર્ગ પર ગોપુરો રચાયાં. સૈનિકોનાં વૃંદ ત્યાં બેસીને દૂર દૂર સુધી જોઈ શકતાં. આ પછી દુર્ગનાં દ્વાર ખેડાં કરવામાં આવ્યાં. દરેક દુર્ગને ત્રણ પ્રવેશદ્વાર રહેતાં. એક સીધું, એ પછી એક વળાંકવાળું ને પછી ત્રીજું મુખ્ય પ્રવેશદ્વાર : શત્રુ ત્રણ ત્રણ પ્રવેશદ્વારને પાર કરે ત્યારે જ અંદર આવી શકે. એ પછી બે મુખ્ય કામ શરૂ થયાં. એક આયુધ શાળાનું; બીજું કોષ્ઠાગારનું. આયુધશાળાનું કામ શ્રીકૃષ્ણ પોતે સંભાળી લીધું. એમના સુપ્રસિદ્ધ સુદર્શનચક્રની પ્રથમ ત્યાં સ્થાપના કરવામાં આવી, અને પછી પંચજન્ય શંખ ત્યાં મૂકવામાં આવ્યો. આ ચક્રની જેમ ભયંકર શસ્ત્ર તરીકે ખ્યાતિ હતી, એમ આ શંખ પણ ખૂબ પ્રસિદ્ધ હતો. શંખ માત્ર શ્રીકૃષ્ણ જ વગાડી શકતા અને એમાંથી વિવિધ જાતના સ્વરો નીકળતા. કોઈ વાર એમાંથી સિંહસ્વરો ગુંજતા, એ સાંભળીને શત્રુના હાથીઓ મોંમાં સુંઢ નાખીને યુદ્ધના મેદાનમાંથી ભાગી છૂટતા. એ નાદ કાનમાં પડતાં એમને લાગતું કે જાણે કેસરી સિહ અમારા પર ચડી આવ્યા છે ! એ શંખમાંથી એવા સ્વરો પણ છૂટતા કે ભલભલા યોદ્ધાઓ ભયભીત થઈ | 164 પ્રેમાવતાર જતા; અને ક્યારેક તો એ શંખ એવા સ્વરો રેલાવતો કે એ સાંભળીને નાહિંમત લકર હિંમતવાન બની જતું. આ શંખ અને ચક્રની રોજ પૂજા થતી. શ્રીકૃષ્ણ અને બળદેવ જાણીતા મલ્લ હતા, અને કુસ્સીબાજ તરીકે મથુરા-વૃંદાવનમાં સુપ્રસિદ્ધ હતા. જે ગદાથી એમણે ભલભલા મલ્લોને મહાત કર્યા હતા, એ ગદા પણ અહીં હતી. આ ઉપરાંત હજારો કારીગરો શસ્ત્ર બનાવવાના કામમાં રાતદહાડો નિમગ્ન રહેતા. એમાં વિવિધ જાતનાં અસ્ત્રો પણ બનતાં. આ અસ્ત્રોમાં અજબ અજબ ખૂબીઓ રહેતી. એક અસ્ત્ર એવું રહેતું કે એ છૂટે એટલે થોડી વારમાં એમાંથી તણખા ઝરવા લાગે; જેને વાગે એને તો જાણે સાક્ષાત્ અગ્નિએ બાથ ભીડી : તરત બળીને ભસ્મ ! કોઈ અસ્ત્ર એવાં રહેતાં કે એમાં નાના નાના પણ ભયંકર ઝેરી સર્પો મૂકવામાં આવતા, એ અસ્ત્ર જેના પર પડે, એને સર્પ ડસે, અને તરત એ મૃત્યુને શરણ થાય ! આ શસ્ત્રાસ્ત્રો અમોઘ કહેવાતાં. આયુધશાળાની પ્રયોગશાળામાં શત્રુઓના દૂતો હંમેશાં છૂપા વેશે આવ્યા કરતા. આ વિજ્ઞાન મૂળ બ્રાહ્મણોએ શોધેલું અને તેઓ સુધી જ પર્યાપ્ત રહેતું; રણઘેલા ક્ષત્રિયોને એ આપવાનો ગુરુગમથી નિષેધ હતો. પણ આ આજ્ઞાનો ભંગ થયો મહાન પરશુરામથી. તેઓએ ઉશ્રુંખલ બનેલા ક્ષત્રિયોનો સંહાર કરવા અસ્ત્રો અને શસ્ત્રો પ્રયોગમાં લીધાં. જોતજોતામાં ક્ષત્રિયોનો સોથ વળી ગયો. પણ એ વખતથી બ્રાહ્મણ-ક્ષત્રિય વચ્ચેની રેખા-મર્યાદા તૂટી ગઈ, અને બ્રાહ્મણોના જ્ઞાન-વિજ્ઞાનના ઇજારાને ક્ષત્રિયોએ પડકાર આપ્યો. પછી તો ક્ષત્રિયોએ તપ આદર્યો, આશ્રમ બાંધ્યા, વિઘાઓ સાધી, જ્ઞાનવિજ્ઞાનની એક પણ પ્રણાલીને જાણવાની બાકી ન રાખી. સંઘર્ષ ભયંકર થયો. ઠેઠ સ્વર્ગના દેવોએ આમાં ભાગ લીધો. તેઓએ ક્ષત્રિયોને વિદ્યા અને તપની સાધનામાંથી પાછા પાડવા પોતાની તમામ સારી-ખોટી રીતો કામે લગાડી. દેવોને માથે આ એક પ્રકારનું ઋણ ફેડવાનો પ્રસંગ હતો. દેવાસુરસંગ્રામમાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. સંગ્રામમાં હણાયેલા દૈત્યો સાંજે સંજીવનીના પ્રતાપથી સાજા થઈને ઊઠતા. ઇંદ્રાદિક દેવો થાક્યા હતા, ને શસ્ત્રથી સંગ્રામ જીતવો દુષ્કર હતો. આ વખતે અંગીરા ઋષિના પૌત્ર અને બૃહસ્પતિના પુત્ર કચે જીવનું જોખમ ખેડીને સંજીવની વિદ્યા દૈત્યો પાસેથી લાવી દીધી હતી. પણ ક્ષત્રિયો રણની જેમ વિદ્યાસાધનામાં પણ શૂરા નીકળ્યા. અને છેલ્લે છેલ્લે કહેવાતું કે હસ્તિનાપુરના કર્ણ નામના સારથિપુત્રે તો પરશુરામની બ્રાહ્મણ-બટુ નગરી દ્વારકા 1 165
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy