SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ કરી રહ્યા. નેમને આગળ કરીને બધા લોકો સશસ્ત્ર થઈને સામનો કરવા નીકળ્યા. ઢોલ વાગ્યાં, નિશાન ફરહર્યાં, ત્યાં તો તેમે બૂમ મારી : ‘જુઓ, આગળ મારા બે ભાઈઓ ચાલ્યા આવે છે. એ રામ અને કૃષ્ણ છે. એમની પાછળ તમામ સ્ત્રીઓ છે. એ લડવા આવતાં નથી, વાત્સલ્ય કરવા આવે છે. ચાલો, આપણે પ્રેમ કરીએ.' ‘ના, આપણે યુદ્ધ કરીએ.' લોકોએ કહ્યું. ‘ના, પ્રેમ કરીએ. પ્રેમ અમૂલ્ય વસ્તુ છે. એક વાર પરદેશીઓ સાથે પ્રેમ કરી તો જુઓ, બધું સ્વદેશી બની જશે.' નમે કહ્યું. યુદ્ધમાં અમે આગેવાન છીએ, પ્રેમના નેમ નેતા છે.’ લોકોએ પોકાર કર્યો. નેમના ભાવનાતંત્ર એમના ચિત્તતંત્રને મુગ્ધ કર્યું હતું. મને સામે દોડી જવા દેશો ?' નેમે પ્રશ્ન કર્યો. ‘ના.' લોકોના એક પક્ષે ના પાડી. ‘હા.’ લોકોના બીજા પક્ષે કહ્યું. હું જાઉં છું. શંકા હોય એ મને વીંધી નાખે.' અને નેમ દોડ્યા. સામેથી રામ અને કૃષ્ણ સંપૂર્ણ સ્વસ્થતા સાથે ચાલ્યા આવતા હતા. એમની દેહ પર નાનામોટા અનેક જખમ હતા, પણ દિલ જાણે સાવ કોરાં હતાં. ઉત્તર પ્રદેશના માંધાતાઓને ત્રાહ્યતોબા પોકરાવનાર આ બે યુવાનો હશે, એમ કલ્પવું પણ મુશ્કેલ હતું. રામ જરા કરડા હતા. કૃષ્ણ તો નેમ જેવા ભાવનાના દરિયા હતા. એમની પાછળ યાદવ સ્ત્રીઓનું વૃંદ હતું. એ સ્ત્રીઓ સલામત જગ્યા શોધવા માગતી હતી. ઘણી ગર્ભવતી હતી. એમને આસાયેશની જરૂર હતી. નેમ આવીને ભાઈને ભેટ્યો અને કહ્યું, ‘ભાવનાની ખેતી માટે આ ક્ષેત્ર અનુકૂળ છે.’ ‘હું ગામલોકોની ક્ષમા માગવા ને આપણું અર્ધાંગ અનામત મૂકવા આવ્યો છું' શ્રીકૃષ્ણે કહ્યું. ‘તમારી વાણી અને તમારી વેણુ સાંભળીને તો આ લોકો ગાંડા થઈ જશે.' નેમ, રામ અને કૃષ્ણની ત્રિપુટી આમ વાતો કરતી સ્વસ્થ ચિત્તે આગળ વધી રહી. સામે શસ્ત્ર સાથે ગામલોકો આગળ વધી રહ્યા હતા. બંનેનો ભેટો થતાં નિઃશસ્ત્ર શ્રીકૃષ્ણે કહ્યું, “અમને તમારા દેશમાં આશ્રય આપશો ? અમે નિરાશ્રિત છીએ.' 160 – પ્રેમાવતાર ‘એવું ન બોલો. ધનભાગ્ય અમારાં કે તમે આવ્યા. આ દેશ, આ ભૂમિ, આ પર્વત અને આ સાગરને તમારાં જ સમજો. અને જ્યાં વસવું હોય ત્યાં કુશળતાથી વસો.’ લોકો પણ ગદ્ગદ્ થઈ ગયા. અમે કલેશ અને કલહની ભૂમિમાંથી આવીએ છીએ. યુદ્ધ અને દગાના પરમાણુઓ અમને વીંટળાયેલા છે. કદાચ કોઈ વાર કંઈ આડુંઅવળું અમારાથી થઈ જાય તો...' શ્રીકૃષ્ણના એક એક શબ્દમાં વશીકરણ હતું. ‘તો અનામત તરીકે અમે અહીં રહીશું.' યાદવ સ્ત્રીઓએ અધૂરું વાક્ય પૂરું કરતાં કહ્યું. અમે એવા હૈયાસના નથી. આવો, વસાવો તમારાં ધામ,' ગામલોકોના હૃદયનું ઝેર સાવ નીતરી ગયું.. ‘અમારા માથે હજુ શત્રુનો ભય છે. એ શત્રુને ત્યાં ને ત્યાં ઠેર કરવા જોઈશે. એટલે એવું કુશળ સ્થળ બતાવો કે પછી અમને કશી ચિંતા ન રહે.' ‘એવું કુશળ સ્થળ તો આ રેવતાચલ અને સાગરની વચ્ચેનો પ્રદેશ છે. શત્રુ શું, શત્રુનું પંખી પણ ત્યાં પ્રવેશ પામવું દુર્લભ છે.' ભલે ત્યારે, અમે અહીં વાસો કરીશું.' શ્રીકૃષ્ણે કહ્યું. ઉત્તર અને પશ્ચિમ – 161
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy