SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડા આવી પહોંચ્યા છે. નાનો નેમ ઘોડે ચડતો ને ભાભીને ટેકો આપીને ચડાવતો કહે છે, “ભાભી ! મેંદીથી હાથ રંગવાના જમાના ગયા, હવે તો માણસના લોહીથી હાથ રંગવાનો વખત આવ્યો છે.” ભાભી નાના નેમકુમારના શબ્દો સાંભળીને હર્ષઘેલી બનીને કહેતી, “હું ક્ષત્રિયાણી છું. સંગ્રામમાં પતિના પડખે ઊભા રહી શત્રુનું લોહી પીવામાં માનનારી ઘર નહિ, સીમમાં ખેતર નહિ, રે જલદી એ કન્યારત્નને મુક્ત કરાવીએ, તો જ આપણો નર-અવતાર સફળ થયો કહેવાય. દરેક દેશના રાજાઓએ પોતાની સેના ઉપાડી. કૃષ્ણ, બલરામ, સમુદ્રવિજય, નેમ - બધાને પગલે પગલે દબાવવા માંડચું ! જ્યાં મળે ત્યાં એમને ખલાસ કરો, અને એમની મદદમાં હોય એને પણ ખતમ કરો ! આ ગોપચાળો તો મરકીથી પણ ભંડો રોગચાળો છે ! જે ગામમાં પગેરું નીકળતું એ ગામ સાંજે સ્વાહા થઈ જતું. જે લોકો આ ગોપસમૂહને ભોજન આપતા, એ લોકો બીજે દિવસે ખેદાનમેદાન થઈ જતા. કૃષ્ણ રુકિમણીને પરણીને આવ્યા, પણ એક દિવસ કે એક રાત ક્યાંય નિરાંતે રહી ન શક્યા. આજ અહીં રહેવા નિર્ણય કર્યો કે શત્રુસેનાનું ધાડું ત્યાં ત્રાટક્યું જ છે ! જોતજોતામાં ગામ આખું નષ્ટભ્રષ્ટ ! અને માત્ર બે પગના બળ પર દોટ મૂકવાની. વગડામાં પણ વિસામો ન રહ્યો. જ્યાં જરાક સંચળ મળ્યો કે આખો વગડો અગ્નિને અધીન ! સાપ-સિહ ને એજ ગર-વાઘની સાથે માનવી પણ જાય ભાગ્યો ! આખા દેશમાં ઓશીકું મૂકી એક રાત આરામ કરી શકાય એટલી પણ જગ્યા યાદવો માટે ન રહી. સુકુમાર પુષ્પ જેવી રુકિમણી પણ રોજરોજની રખડપટ્ટીમાં પ્લાન બની ગઈ ! એનો સુંદર કેશકલાપ કેટલાય દિવસોથી કોઈએ ઓળ્યો નથી, ને એ સોનેરી દેહને પૂરતું જ્ઞાન મળે પણ ઘણો વખત વીતી ગયો છે, અને કંચન જેવા પગની પાની પર જ્યાં પદ્મ શોભતાં હતાં, ત્યાં ભયંકર ચિરાડા પડ્યા છે ને કમલદલ જેવાં નયનોમાં ઉજાગરાનાં કંકુ વેરાયાં છે ! પણ વાહ રે નારી ! હિંમતમાં તેં નરને પણ પાછળ મૂકી દીધા છે. કોઈ દહાડો નાહિંમતની, નિરાશાની કે થાકની વાત નહીં, અને પોતાના સુખની તો ચિંતા જ નહિ. ચિંતા છે પતિની, પતિના કુટુંબની ને પોતાના સાથીદારોની ! પણ ક્યારેક એ કળામણા ગ્રીષ્મને મેઘની વાદળી નવવર્ષાએ છાંટે છે, રણમાં પણ રણવીરડા લાધે છે, એમ રાણી રુકિમણીની સાથે થોડા દિવસથી નાનો નેમ જોડાયો છે. એના પિતા રાજા સમુદ્રવિજયના રાજ્ય પર પણ ધસારો છે. રાજમહેલ અને રાજ છોડીને બધા નીકળી પડ્યા છે. આટલા મોટા જરાસંધી લકર સાથે લડવાનો કોઈ અર્થ નથી; માનવીનાં લોહીને સોંઘાં કરવાથી પણ કોઈ અર્થ સરે તેમ નથી. રુકિમણી અને નાના નેમને ખૂબ ફાવી ગયું છે. દિયર રંગનો વાટકો લઈને આવે છે, ભાભીના પગે મેંદી મૂકવી છે, પણ ત્યાં તો સમાચાર આવે છે કે શત્રુના 138 પ્રેમાવતાર “ઓહ ભાભી ! તમે પણ શું જગતના આ ગોઝારો ચીલે જ ચાલશો ? હું તો સંસારમાંથી શત્રુ અને શત્રુતામાત્રનો છેદ ઉડાડવા ચાહું છું.’ અશક્ય ! દુનિયામાં માણસજાત છે ત્યાં સુધી શત્રુ અને શત્રુતા જીવતાં રહેવાનાં છે. સાપ છે, ત્યાં સુધી નકુળ છે. વિશાતાનો જ આ શાશ્વત ખેલ છે.’ રુકિમણી બોલી. ‘ભાભી ! શત્રુતા માણસમાં નથી વસતી, માણસના મનમાં વસે છે; અને એના રાગ અને દ્વેષમાં પાંગરે છે, આ ‘અમારું ' એ રાગ ! મારો દુમન' એ શ્રેષ ! હું રાગ અને દ્વેષ બંનેનો છેદ ઉડાડી દઈશ. પછી ભલે સાપ ને નોળિયો બંને સંસારમાં રહે.’ નાનો નેમ પોતાની નવતર વાતો કરવા લાગ્યો. | ‘ભલા દિયરજી ! એ તો બધી ખાલી ધુમાડા જેવી વાતો છે. આજે આર્યાવર્તનો પ્રાંતપ્રાંત એકબીજા તરફના દ્વેષના દાવાનળથી સળગી રહ્યો છે, હસ્તિનાપુરમાં પણ યુદ્ધના ભણકારા ઊઠડ્યો છે !' ‘વળી શું છે ત્યાં ?' ‘ત્યાં એક જ બાપના બે બેટા છે, એક જ વંશના એ વારસદારો છે. એમનો વંશ કુરુવંશ. એ વંશના બે ભાઈના એ કસો ને પાંચ પુત્રો છે. સો ભાઈ પોતાને કૌરવ કહેવરાવે છે, પાંચ ભાઈ પોતાને પાંડવ કહેવરાવે છે. પાંડવો રાજ માં પોતાનો ભાગ માગે છે તો કૌરવો કહે છે કે અસલ બાપના અસલ પુત્રો છો એની ખાતરી શી ? અજ્ઞાતકુલ સાથે અમે વાત પણે કરતા નથી. જબ્બર વિદ્વેષ ઝગ્યો છે. લડાઈ જાગવાની તૈયારી છે.' રુકિમણીએ વાત કરી. ‘ભાભી ! હું પાંડવ હોઉં તો કૌરવને માગ્યું આપી દઉં. દેનારની જીત છે. આ દુન્યવી રાજ માટે ઝઘડવું શું ?” ‘તો કયા રાજ માટે ઝઘડવું, દિયરજી ?” રુકિમણી ચતુર સ્ત્રી હતી; એને તેમના અજબ સવાલ-જવાબ રુચતા હતા. આત્મિક રાજ્ય માટે, ભાભી ! કેવું અપૂર્વ એ રાજ્ય !' જે રાજ્યની આ બાવા-સાધુઓ વાત કરતા ફરે છે એ રાજ્ય ?' વતનનો ત્યાગ 1 139
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy