SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ એ માને પ્રણામ કરવા ગઈ, પણ ન જાણે કેમ, મજબૂત મનની દીકરીનું મન ભરાઈ આવ્યું. એ પોતાની માતાના પગે બાઝી પડી; નાની ધાવણી બાળકીની જેમ છાતીમાં મોં ઘાલી રડતી રડતી બોલી : ‘મા ! હું સદાકાળ બાળકી રહી હોત તો આ તારી હૂંફાળી ગોદમાંથી મને કોણ લઈ જાત ?” દીકરી ! ઋતુ ઋતુના જેમ ધર્મ છે, એમ અવસ્થા અવસ્થાના પણ ધર્મ હોય છે અને એ દરેક ધર્મ અદા કરવા જોઈએ. સંસારમાં તો જોયું છે કે પિયરથી રોતી રોતી દીકરી, પછી પિયર સામું જોતી પણ નથી ! ભલી એ અને ભલી એની જંજાળ!” મા ! એવી હું નથી.’ ‘દરેક દીકરી એમ જ કહે છે, બેટી ! તું તો મારા બાગનું અનુપમ પુષ્પ છે. જ્યાં જાય ત્યાં સુગંધ પ્રસારજે ! અમારું નામ અજવાળજે. માનો ઉપદેશ લઈને રુકિમણી દેવદર્શને જવા તૈયાર થઈ. આંગણાની ગોરી ગાય એને બહુ વહાલી હતી. જઈને એને ભેટી પડી, ગળામાં હાથ નાખી રડવા લાગી. *કુંવરીબા, આ બધાં રુદનને હજી વાર છે, લગ્ન તો રચાઈ જવા દો ! વિદાયનો વખત તો આવવા દો !' સખીઓ બોલી, ‘દરે કે કન્યાને એક વાર આવું ગાંડપણ આવે છે.' ‘ન જાણે ક્યારે વિદાયનો વખત આવીને ઊભો રહે ! કદાચ એવે વખતે તમારી રજા પણ લઈ ન શકું.' રુકિમણી બોલી. ‘શું ઝટ ભાગી જવું છે ?’ સખીઓ બોલી. ‘ભાગી પણ જાઉં.’ રુકિમણી જાણે ભાવિના બોલ બોલી અને પોતાના મયૂર નીલ કંઠને ખોળામાં લઈને પંપાળી રહી. ‘કુંવરીબા ! તમને શું કહીએ ? આ મોંઘામૂલો શણગાર ચૂંથાઈ જાય નહીં?” સખીઓ આજે પોતાની સાહેલીની વર્તણૂક પર ખિજાઈ રહી હતી. ‘તમે બધી તો આ નીલકંઠ જેવી છો. તમારી સખી ચાલી જશે, તે પછી જે દાણા નીરશે એને યાદ કરી રહેશો ' રુકિમણીએ બરાબર ટોણો ભારે માર્યો હતો. બધી સાહેલીઓ મોટું ચઢાવી ગઈ. રુકિમણી એમને મનાવતી હોય એમ કહેવા લાગી, ‘જવા બેઠેલી તમારી સખી સાથે આ વર્તાવ શોભે ખરો ? ૨, હવે તો હું ભાગી જ જઈશ. પછી ગાજો ગીત ને જમજો જમણ ' સાહેલીઓ તરત મનાઈ ગઈ અને બહાર તૈયાર ઊભેલા રથમાં સહુ ચઢી બેઠી. મારગને બંને કાંઠે શાલી (ડાંગર)નાં લીલાંછમ ખેતરો આનંદમાં ડોલી રહ્યાં હતાં. રુકિમણીના મુખ ઉપરના ભાવ વારંવાર બદલાતા હતા. એના અંતરમાં કોઈ તુમુલ યુદ્ધ જામ્યાનાં ચિહ્નો દેખાતાં હતાં. એ રથમાંથી દૂર દૂર નજર કરતી બોલી, ‘દરેક સુકન્યાનું ભાવિ આ શાલીના છોડ જેવું હોય છે. પહેલાં એક ક્યારામાં જથ્થાબંધ ઊગે, પછી ત્યાંથી એ ઉખેડાય અને જુદા જુદા ક્યારામાં લઈ જઈને ચોપાય; ત્યાં એ ફળે.’ ‘કુંવરીબા ! તમારે માટે તો ક્યારો નક્કી છે. અમારો ક્યારો ન જાણે ક્યાં હશે? ક્યારે ઊખડશું ને ક્યારો ચોપાઈશું ?” એક સહેલીએ ઉદાસીનતાભર્યા સ્વરે કહ્યું. ત્યાં તો મંદિર આવી ગયું. સવારના સૂરજનો સોનેરી પ્રકાશ મંદિરની આજુ બાજુ આવેલ બકુલ ને અશોકની ઘટામાંથી ચળાઈને અંદર આવતો હતો. એક નાનું ઝરણ મંદિરને પખાળતું ત્યાંથી વહી જતું હતું; ને એની એક બાજુ નાની નાની ટેકરીઓ આવેલી હતી. વટેમાર્ગુઓ અવારનવાર અહીં વિશ્રામ-વિનોદ કરવા થોભતા. કાલ સમી સાંજથી એક રથ અહીં આવ્યો હતો. પાંચ-દસ પ્રવાસીઓએ રાતવાસો અહીં ગાળ્યો હતો ને સવારે બધા પ્રવાસીઓ ટેકરીઓમાં ફરવા ચાલ્યા ગયા હતા. પૂજારી પણ મહાપૂજાનો સામાન લેવા નગર ભણી ગયો હતો. ત્યાં તો રાજ કુમારીનો શ્વેત રથ આવીને મંદિરના વિશાળ આંગણમાં ખડો થઈ રહ્યો. સરખી સાહેલીઓએ થોડી વાર પ્રકૃતિની ગોદમાં આનંદ માણ્યો. પછી બધી દર્શન કરવા ગઈ. માતાનાં દર્શન કરીને બધી પાવન થઈ. આ વખતે રુકિમણી બોલી, ‘હું જરા ગર્ભગૃહમાં બેસીને માતાનું ધ્યાન ધરું છું. તમે બધી અહીંતહીં ફરો અને આનંદ કરો. હું બોલાવું ત્યારે આવજો.’ સખીઓનું ચિત્ત રમતમાં ને આનંદમાં વિહરતું હતું. એમને તો જોઈતું મળ્યું. એ બહાર નીકળી ગઈ ને હસતા વગડાને પોતાના હાસ્યથી વિશેષ હસાવી રહી. રુકિમણી મંદિરના ગર્ભગૃહમાં એકલી પડી, ને ગુંજબમાંથી કોઈ કૂદીને નીચે આવ્યું. જાણે વાનરે ઠેક મારી. રુકિમણી પળભર ગભરાઈ ગઈ, પણ તરત જ સામે મનહર મૂર્તિ ઊભેલી જોઈ મલકાઈ ઊઠી. 132 1 પ્રેમાવતાર રુકિમણીનું હરણ I 133
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy