SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર છે ! એ ચક્રવર્તીને વરે તેવું રત્ન છે. એનું એક હાસ્ય મરેલા માટે સંજીવની સમું છે; અને એનું એક ગીત શોકભરી પૃથ્વીને પ્રસન્ન કરનારું છે !' પણ કમલિની ગમે તેવી હોય, સંસાર તો પોતાની રીતે જ એની કિંમત આંકે છે ! વૃદ્ધ અને જુવાન આર્ય રાજાઓમાં એને વરવાની ભારે ઉત્સુકતા હતી અને સ્વયંવર ક્યારે થશે, તેની વારંવાર પૂછા થતી હતી ! રાજા ભીષ્મક પાસે એક જ જવાબ હતો, ‘મહારાજ ચક્રવર્તી જરાસંધને પૂછાવ્યું છે. તેઓ કહેશે તે થશે.' અઢાર વર્ષના રાજાથી લઈને ઇકોતેર વર્ષની વયના વયોવૃદ્ધ રાજાઓ મગધની સફરે ઊપડતાં, ને રુકિમણી જેવું રૂપ મેળવવા ચક્રવર્તી મહારાજના ચરણ પખાલીને પાણી પીતા. એક દહાડો ચક્રવર્તીરાજની આજ્ઞા છૂટી. ‘રુકિમણીના લગ્નનો સ્વયંવર નહિ થાય. સ્વયંવરમાં તો હંસોનો સ્વાંગ સજીને બગલા આવે છે ને બિનઅનુભવી બાળા બાહ્યાડંબર તથા ચામડીને જોઈને છેતરાઈ જાય છે !' ચક્રવર્તીરાજ ની આજ્ઞા એટલે વજલેખ, રાજાઓ બિચારા ધોયા મૂળા જેવા વીલે મોંએ પાછા ફર્યા. પણ હવે તેઓની એ ઇંતેજારી વધી કે કયા ભાગ્યશાળીના ચરણમાં આ દેવકુસુમ અર્પિત થાય છે ! દિવસો ઉત્સુકતાભર્યા અને રાત્રિઓ સ્વપ્નભરી વીતવા લાગી. વરનો નામોલ્લેખ મહારાજ તરફથી હજી મળ્યો નહોતો, ત્યાં તો એક રાતે દીકરી જ પ્રશ્ન કરી બેઠી : “પિતાજી, સ્વયંવર નહિ રચાય ?' ‘ના. મારી દીકરી ! એ તો નર્યું તૂત છે; સાવ છેતરામણું છે.' ‘પિતાજી ! સાવ એવું નથી, એમાં જ મનમાન્યા વરને વરી શકાય ને ?” દીકરી બોલી. બેટી ! પળભર એક નજરથી પુરુષને જોતાં શું મન માને અને શું વર પસંદ થાય ? રુકિમણી બોલી, ‘પિતાજી ! એ નજર પહેલાં કાન કામ કરતા હોય છે. એની રીતભાત, પરાક્રમ, ગુણ, શીલ આપણે જાણી લીધાં હોય છે ને !' ‘દીકરી ! એ તો બધી ખાલી કહેવાની વાતો ! અને વળી અમારા માટે જે અશક્ય, તે તારા માટે કેમ શક્ય ? આમાં તો મુરબ્બીઓ માર્ગ ચીંધે, તે માર્ગે જવું એ જ સાચું. હું પણ મૂંઝાઈ ગયો છું. પુત્રી રૂપવતી હોય તોય ચિંતા ને કુરૂપ હોય તોય ચિંતા !' પિતાએ ભારે નિઃશ્વાસ નાખ્યો. ‘પણ પિતાજી, હું તો આમાં લેશ પણ મૂંઝાયેલી નથી.” રુકિમણી બેધડક 122 પ્રમાવતાર બોલી. ‘તું બાળક છે. તને લગ્ન એક રમત લાગે, પણ રુકિમણી ! જેમ દીકરી વધુ ગુણિયલ, એમ માબાપની ચિંતા વધુ મોટી. વારુ, તને વર પસંદ કરવાનું કહે, તો તું કોને પસંદ કરે ?” બાપે લાડથી દીકરીને પૂછવું. રુકિમણી લજ્જા પામી ગઈ. એના ગૌર ગાલો પર ખાડા પડી ગયા. થોડી વાર એ કંઈ ન બોલી. પિતાએ ફરી પૂછયું, ‘કહે જો, મારી દીકરી !' * કહું, પિતાજી ?' ને રુકિમણી આગળ બોલતાં શરમાઈ ગઈ. “કહે, નિઃસંકોચ બનીને કહે. હું જાણું તો ખરો કે આ રત્ન માટે ક્યો રાજા સુભાગી છે ?” ‘પિતાજી ! રાજાને વરવાનું તો મને મન જ નથી !' ‘તો ગોવાળને વરવું છે ?' પિતાએ સ્વાભાવિક રીતે મજાકમાં કહ્યું. ‘હા, પિતાજી !' રુકિમણી એટલી જ સહજતાથી બોલી. ‘ગાંડી થઈ છે કે શું ?” પિતાએ આંખો કાઢતાં કહ્યું.. ‘ના પિતાજી ! ડાહી છું. ડાહ્યાં મા-બાપની દીકરી ગાંડી ન હોય. મેં ગોપાળ કુંવરને જ પરણવાનો નિશ્ચય કર્યો છે.” કોણ ગોપાલ ?' ‘ગોપાલ કૃષ્ણ !' અરે ગાંડી ! એ તો કદાચ મૃત્યુને શરણ થયો હશે. મહારાજ જરાસંધ સાથે એ મૂરખ બાકરી બાંધી છે. ગોમતક પર્વત પર અત્યારે એ બે ભાઈઓના દેહની રાખ ઊડતી હશે !' | ‘પિતાજી ! ન બને ! મારું હૈયું ના પાડે છે. ગમે તેવી આપત્તિમાંથી આરપાર નીકળી જાય એવો છે એ તો !' ‘તું એને ક્યાંથી જાણે ?' ‘પરદેશથી આવતા દૂતો, સાર્થવાહો ને કવિઓ એ બે ભાઈઓની કથા કરે છે તે ઉપરથી. ફૂલ બગીચામાં હોય, ને સુગંધ ઘરમાં નથી આવતી, પિતાજી ! ગોપાળકુંવર હજી કુંવારા છે !” રુકિમણી ભક્તિથી સભર શબ્દો ઉચ્ચારતી હતી. ‘કુંવારા તો સમજ્યા. પુરુષ કુંવારો હોય કે પરણેલો એ કંઈ પ્રશ્ન નથી, પણ ગોપાલ જીવતો છે કે મરેલો તેની શી ખાતરી ?' ‘મારે માટે તો હવે જીવતા કે મરેલાનો કોઈ પ્રશ્ન જ નથી.’ બહેન અને ભાઈ 123
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy