SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચલરામ ! જરાસંધ કંઈ કરે એના સામે મારો વાંધો નથી, પણ ગોમંતક પર્વત પર તમને બંનેને જીવતા ભૂંજી નાખવાના કાવતરામાં શિશુપાલ પણ સામેલ હતો એ દુ:ખ કરનારી બીના છે.’ રાણી શ્રુતશ્રવા આટલું બોલીને ખિન્ન વદને બન્ને તરફ જોઈ રહ્યાં. | ‘શિશુપાલ તો ભારે શક્તિશાળી છે. નાનપણમાં ત્રણ આંખો ને ચાર હાથ સાથે જન્મ્યો ત્યારે જ મેં ભવિષ્યવાણી ભાખી હતી.’ હલરામે કહ્યું. | ‘તમારા કહેવાથી તો અમે એને સંઘર્યો; નહીં તો ફેંકી દેવાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. હલરામ ! ખોટું નહિ કહું જે રાતે એ ગર્ભમાં આવ્યો, તે રાતે મને એવું સ્વપ્ન આવેલું કે, જાણે દાનવ હિરણ્યકશિપુ જન્મ ધરવા મારી દેહમાં પ્રવેશ્યો!' રાણી શ્રુતશ્રવાએ અંતરની વાત કરી. ‘ફઈબા ! શાંતિ રાખજો. આ ચલરામ ને હલરામનો જન્મ દાનવોને હણવા અને દેવોને રક્ષવા માટે જ થયો છે.ચલરામે કહ્યું. ‘મને પૂરી શ્રદ્ધા છે, અને એથી જ શિશુપાલ અને તમારી વચ્ચે અણબનાવ છતાં તમ બે તરફ વહાલ ને શિશુપાલ તરફ અસંતોષ રહ્યા કરે છે. પેટનો દીકરો છે; ને માબાપની માયા છે, પણ જબ્બર કાવતરું રચાયું છે; તેઓએ તમને જેર કરી નાખવા કમર કસી છે. આટલી વાત થાય છે, ત્યાં રાજ મહેલના દ્વાર પર ઘોડાઓની ખરીઓનો અવાજ ગાજી રહ્યો. કાં તો શિશુપાલ આવ્યો !' રાજા દમઘોષ અને રાણી શ્રુતશ્રવા પુત્રના આગમનના ભણકારાથી ફફડી રહ્યાં. તેઓએ એક પરિચાયકને તપાસ કરવા મોકલ્યો. થોડી વારમાં પરિચારક તપાસ કરીને આવ્યો ને બોલ્યો, ‘વિદર્ભ દેશના રાજા ભીમકના અંગત દૂતો સાથે મહાપુરોહિત આવ્યા છે અને અંદર આવવાની અનુજ્ઞા ચાહે છે.” ‘ભલે બોલાવો.’ રાજા મોષે કહ્યું . થોડીવારમાં વિદર્ભના મહાપુરોહિત ગંગનાથ ખાસ દૂત સાથે અંદર આવ્યા અને હલરામની ત્યાં ઉપસ્થિતિ જોઈ તેઓ ચૂપ રહ્યા. આ બંને કિશોરો રાણી શ્રતશ્રવાના પિયરથી આવ્યા છે, એટલે અંગત જેવા છે. મહાપુરોહિતજી ! આપને જે સંદેશ કહેવો હોય તે નિરાંતે કહો. અહીં એકાંત જ સમજજો.’ રાજા દમઘોષે મૌન તોડતાં કહ્યું. મહાપુરોહિત ગંગનાથ આગળ આવ્યા. એ સાક્ષાત્ વેદવિઘાની મૂર્તિ જેવા 114 D પ્રેમાવતાર હતા. એમના શબ્દો એ શબ્દો નહોતા, પણ સંકલ્પની મૂર્તિરૂપ હતા. તેઓ બોલ્યા, ‘વિદર્ભના મહારાજ ભીખક તરફથી આવ્યો છું. તેમની પુત્રી સુચરિતા રુકિમણી માટે આપે સાંભળ્યું જ હશે. મારે કહેવું ન જોઈએ, પણ શીલમાં સીતા ને તપમાં પાર્વતી છે.” | રાજકુમારી રુકિમણીનાં અમે પણ ઘણાં વખાણ સાંભળ્યાં છે. આજ કાલ રાજકુળોમાં એના જેવાં કન્યારત્ન અન્યત્ર નથી.' રાણી શ્રુતશ્રવાએ કહ્યું. અમારા મહારાજાએ એ કન્યારત્ન આપના પરાક્રમી પુત્ર શિશુપાલને આપવાનું નક્કી કર્યું છે.” મહાપુરોહિત ગંગનાથે કોઈ મહત્ત્વના સમાચાર કહેતા હોય તેમ કહ્યું. આ સમાચાર એવા હતા કે ભલભલાં માબાપો સાંભળીને મોરલાની જેમ ડોલી ઊઠે. પણ મહાપુરોહિતને એક વાતનું આશ્ચર્ય થયું કે રાજા અને રાણી આ વાત સાંભળીને એટલાં પ્રસન્ન નહોતાં થયાં ! ‘આપણાં કન્યારનોનો કન્યા કાળ જ સુખી, લગ્ન કાળ તો ન જાણે કેવો હશે ને કેવો નહિ ! અને ક્ષત્રિય-વધૂનું દાંપત્ય તો સદા જોખમના પાદડાના દ્વારે તોરણની જેમ ડોલતું હોય છે.' રાણી શ્રુતશ્રવાએ કહ્યું. ‘મંગલ પ્રસંગે હતાશાનાં વચનો કેવાં ? આ સંબંધ દ્વારા વિદર્ભ અને ચેદિ દેશ એક થાય તો કેટલી શક્તિ વધી જાય ?' ગંગનાથ મુત્સદીની જેમ બોલ્યા. ‘સાચી વાત છે તમારી. અમે આ સંબંધથી રાજી છીએ.' ‘કેવળ રાજી થવાથી ચાલવાનું નથી; આ બાબતમાં આપણે ઝડપ કરવાની છે.” ગંગનાથે કહ્યું. ‘શા માટે ?' ‘છોકરાં બિનઅનુભવી કહેવાય. હમણાં આપણે ત્યાં ઇચ્છાવર વરવાનું ચાલ્યું છે, ને છોકરીઓ ક્યારેક અશોકના બદલે આકડો પસંદ કરી બેસે છે !' મહાપુરોહિતે કહ્યું. ‘તમારી વાત જરા સ્પષ્ટતાથી કહો.' રાજા દમઘોષે કહ્યું. ‘અહીં પૂરતું એકાંત તો છે ને ? બધાં સ્વજનો જ છે ને ?’ ગંગનાથે ફરી ખાતરી કરવા પ્રશ્ન કર્યો. *બધાં જ સ્વજનો છે, ને પૂરતું એકાંત છે.' દમઘોષ રાજાએ કહ્યું. ‘રાજાની કુંવરી રુકિમણીને એક ગોવાળિયાની રઢ લાગી છે ! શાસ્ત્રોમાં કલિયુગ આવવાની જે વાતો કરી છે, તે સાવ સાચી છે, હોં.’ ‘રાજાની કુંવરીને ગોવાળિયાના છોકરાની ૨ઢ ?' રાણી શ્રુતશ્રવાએ આશ્ચર્ય શિશુપાલના સો ગુના માફ B 115
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy